શ્રી સર્વોત્તમ સ્તોત્રમ્
પ્રાકૃતઘર્મા નાશ્રય મપ્રાકૃતનિખિલધર્મ રૂપમિતિ ।
નિગમપ્રતિપાધં યત્ – તચ્છદ્વં સાકૃતિ સ્તૌમિ ||૧||
કલિકાલતમશ્છન્ન – દષ્ટિ ત્વાદ્વિ દુષામપિ |
સંપ્રત્યવિષયસ્તસ્ય, માહાત્મ્યં સમભૂદ્ભુવિ. ||૨||
દયયા નિજ માહાત્મ્યં, કરિષ્યન પ્રકટં હરિ: |
વાણ્યા યદા તદા સ્વાસ્યં, પ્રાદુર્ભૂતં ચકાર હિ ||૩||
તદુક્તમપિ દુર્બોધં, સુબોધં સ્યાધ્યથા તથા. |
તન્નામાષ્ટો તરશતં, પ્રવક્ષ્યામ્યખિલાધહ્ય્ત ||૪||
ઋષિરગ્નિકુમારસ્તુ, નામ્નાં છંદો જગત્સૅૉ |
શ્રી કૃષ્ણાસ્યં દેવતા ચ, બીજં કારુણિક: પ્રભુ: ||પ||
વિનિયોગોભક્તિયોગ: – પ્રતિબંધ વિનાશને |
કૃષ્ણાઘરામૃતાસ્વાદ – સિદ્વિરત્ર ન સંશયઃ ||૬||
આનંદ: પરમાનંદ:, શ્રીકૃષ્ણાસ્યં કૃપાનિધિ: |
દૈવોઘ્ધાર પ્રયત્નાત્મા, સ્મૃતિમાત્રાતિૅૅનાશનઃ. II૭||
શ્રીભાગવત ગૂઢાર્થ – પ્રકાશનપરાયણ: |
સાકાર બ્રહ્મવાદૈક – સ્થાપકો વેદપારગઃ ||૮||
માયાવાદનિરાકતૉ, સર્વવાદિનિરાસકૃત |
ભક્તિમાગાર્માબ્જમાર્તણ્ડ:, સ્ત્રીશુદાઘુદ્ધતિક્ષમઃ II૯||
અંગીકૃત્યૈવ ગોપીશ-વલ્લભીકૃતમાનવઃ|
અંગીકૃતૌ સમયૉદો, મહાકારુણિકો વિભુઃ. ||૧૦||
અદેયદાનદક્ષશ્ચ, મહોદારચરિત્રવાન |
પ્રાકૃતાનુકૃતિવ્યાજ – મોહિતાસુર માનુષ: ||૧૧||
વૈશ્ર્વાનરોવલ્લભાખ્ય:, સદ્રુપોહિતકૃત્સતામ |
જનશિક્ષાકૃતે કૃષ્ણ – ભક્તિકન્નિખિલેષ્ટદઃ ||૧૨||
સર્વલક્ષણસંપન્ન:, શ્રીકૃષ્ણજ્ઞાનદોગુરુ: |
સ્વાનંદતૂંદિલઃ પદ્મ – દલાયતવિલોચનઃ ||૧૩||
કૃપાદૃગ્વૃષ્ટિસંહૃષ્ટ – દાસદાસીપ્રિય:પતિ:|
રોષદક્પાતસંપ્લુષ્ટ. – ભક્તદ્વિટ ભક્તસેવિતઃ ।।૧૪||
સુખસેવ્યોદુરારાધ્યો, દુર્લભાંધ્રિસરોરુહઃ |
ઉંગ્રપ્રતાપો વાક્સીધુ – પૂરિતાશેષસેવકઃ. ॥૧૫।।
શ્રીભાગવતપીયૂષ – સમુદ્રમથનક્ષમઃ|
તત્સારભૂતરાસસ્ત્રી – ભાવપૂરિતવિગ્રહઃ ||૧૬||
સાન્નિધ્યમાત્રદત્ત શ્રી-કૃષ્ણપ્રેમા વિમુક્તિદઃ |
રાસલીલૈકતાત્પર્ય:, કૃપયૈતત્કથાપ્રદ: ||૧૭||
વિરહાનુભવૈકાર્થ – સર્વત્યાગોપદેશકઃ|
ભકત્યાચારોપદેષ્ટાચ, કર્મમાર્ગપ્રવર્તકઃ. ॥૧૮||
યાગાદૌ ભક્તિમાર્ગેક – સાધનત્વોપદેશકઃ|
પૂર્ણાનંદઃ પૂર્ણકામો, વાક્પતિર્વિબુધેશ્વરઃ II૧૯||
કૃષ્ણનામસહત્રસ્ય, વકતા ભકતપરાયણ:|
ભકત્યાચારોપદેશાર્થ, નાનાવાક્યનિરૂપકઃ ॥૨૦||
સ્વાર્થોજિઝતાખિલપ્રાણ – પ્રિયસ્તાદૃશવેષ્ટિતઃ ।
સ્વ-દાસાર્થકૃતાશેષ – સાધનઃ સવૅૅ શક્તિ ધૃક ॥૨૧||
ભુવિભક્તિપ્રચારેક – કૃતે સ્વાન્વયકૃત પિતા|
સ્વવંશેસ્થાપિતાશેષ – સ્વમાહાત્મ્યઃ સ્મયાપહઃ ॥૨૨॥
પતિવ્રતાપતિઃ પાર – લૌકિકેહિકદાનકૃત્.|
નિગૂઢહૃદયોનન્ય – ભક્તેષુ જ્ઞાપિતાશયઃ. ||૨૩||
ઉપાસનાદિમાગાઁતિ – મુગ્ધ મોહનિવારક:|
ભક્તિમાર્ગે સવૅમાગૅ. – વૈલક્ષણ્યાનુભૂતિકૃત્ ॥૨૪||
પૃથક્શરણમાર્ગોપ – દેષ્ટા શ્રીકૃષ્ણ હાદૅવિત |
પ્રતિક્ષણનિકુંજસ્થ – લીલારસુપૂરિતઃ ||૨૫||
તત્કથાક્ષિપ્તચિત્તસ્તદ્ – વિસ્મૃતાન્યો વ્રજપ્રિયઃ|
પ્રિય વ્રજ સ્થિતિઃ પુષ્ટિ – લીલા કર્તા રહઃપ્રિયઃ ||૨૬||
ભક્તેચ્છા પૂરકઃસર્વા – જ્ઞાત લીલોતિમોહનઃ|
સર્વસક્તો ભક્તમાત્રા – સક્તઃ પતિતપાવનઃ ||૨૭||
સ્વયશોગાનસંહૃષ્ટ – હૃદયાંભોજ-વિષ્ટર: |
યશઃ પિયૂષલહરી – પ્લાવિતાન્ય રસઃ પરઃ. ||૨૮||
લીલામૃતરસાદ્રાદ્રી – કૃતાખિલ. – શરીરભૃત્ |
ગોવર્ધનસ્થિત્યુત્સાહઃ, તલ્લીલા પ્રેમપૂરિતઃ ||૨૯||
યજ્ઞભોક્તા યજ્ઞકર્તા, ચતુર્વર્ગ વિશારદઃ|
સત્ય પ્રતિજ્ઞ સ્ત્રિગુણા. – તીતો નય વિશારદઃ ||૩૦||
સ્વકીર્તિવર્ધન સ્તત્ત્વ – સૂત્ર ભાષ્ય પ્રદર્શક:|
માયા વાદાખ્ય તૂલાગ્નિ. – બ્રર્હ્મવાદ નિરૂપકઃ. ||૩૧||
અપ્રાકૃતાખિલાકલ્પ. – ભૂષિતઃ સહજસ્મિતઃ।
ત્રિલોકીભૂષણં ભૂમિ-ભાગ્યં સહજ સુંદરઃ ||૩૨||
અશેષ ભક્ત સંપ્રાર્થ્ય – ચરણાબ્ઝરજોધનઃ |
ઈત્યાનંદ નિધેઃપ્રોક્તં, નામ્નામષ્ટોત્તરંશતમ્. ||૩૩||
શ્રદ્ધાવિશુદ્ધબુદ્ધિર્ય:, પઠત્યનુદિનં જનઃ |
સતદેકમનાઃ સિદ્ધિ-મુક્તાં પ્રાપ્નોત્યસંશયઃ ||૩૪॥
તદપ્રાપ્તૌ વૃથા મોક્ષ-સ્તદાપ્તૌ તદ્ ગતાર્થતા |
અતઃ સર્વોત્તમ સ્તોત્રં, જપ્યં કૃષ્ણ રસાર્થિભિઃ ||૩૫||
|| ઈતિ શ્રીમદગ્નિકુમાર પ્રોક્તં શ્રી સર્વોત્તમ સ્તોત્રં સંપૂર્ણમ્ ||
શ્રી સર્વોત્તમ સ્તોત્રમ્
પ્રાકૃતઘર્મા નાશ્રય મપ્રાકૃતનિખિલધર્મ રૂપમિતિ ।
નિગમપ્રતિપાધં યત્ – તચ્છદ્વં સાકૃતિ સ્તૌમિ ||૧||
અર્થ: શ્રીવિઠ્ઠલનાથજી કહે છે કે જે પ્રાકૃત ધર્મના આશ્રયથી રહિત અને સમગ્ર અલૌકીક ધર્મ રૂપ છે. એ રીતે વેદમાં પ્રતીપાદન કરેલું, અને સાકાર અને શુદ્ધ સ્વરૂપ છે તેની સ્તુતિ કરું છું. ।।૧।।
કલિકાલતમશ્છન્ન – દષ્ટિ ત્વાદ્વિ દુષામપિ |
સંપ્રત્યવિષયસ્તસ્ય, માહાત્મ્યં સમભૂદ્ભુવિ. ||૨||
અર્થ: જ્ઞાતા પુરૂષોની પણ જ્ઞાન દૃષ્ટિ કલિકાલરૂપ અંધકારથી આચ્છાદિત છે. માટે તે સ્વરૂપનું મહાત્મ્ય હાલ પૃથ્વીમાં અપરિચિત થયું છે. ।।૨।।
દયયા નિજ માહાત્મ્યં, કરિષ્યન પ્રકટં હરિ: |
વાણ્યા યદા તદા સ્વાસ્યં, પ્રાદુર્ભૂતં ચકાર હિ ||૩||
અર્થ: જ્યારે દયાવડે શ્રીહરિને પોતાના વચન-દ્વારા પોતાનું મહાત્મ્ય પ્રકટ કરવાની ઈચ્છા થઈ ત્યારે પોતાનું મુખારવિંદ પ્રાદુર્ભાવ કર્યુ. ।।૩।।
તદુક્તમપિ દુર્બોધં, સુબોધં સ્યાધ્યથા તથા. |
તન્નામાષ્ટો તરશતં, પ્રવક્ષ્યામ્યખિલાધહ્ય્ત ||૪||
અર્થ: પણ તેનું કહેલું દુર્બોધ (કઠિન) છે. માટે જેવી રીતે સુબોધ થાય તેવી રીતે સમગ્ર પાપને હણનાર તે શ્રીમહાપ્રભુજીના એકસો આઠ નામ કહું છું. ।।૪।।
ઋષિરગ્નિકુમારસ્તુ, નામ્નાં છંદો જગત્સૅૉ |
શ્રી કૃષ્ણાસ્યં દેવતા ચ, બીજં કારુણિક: પ્રભુ: ||પ||
અર્થ: આસ્તોત્રના ઋષિ અગ્નિકુમાર છે અને જગતી છંદ છે. તથા શ્રીકૃષ્ણના મુખારવિંદ સ્વરૂપ શ્રી મહાપ્રભુજી દેવતા છે. અને દયાળુ પ્રભુએ બીજ છે. ।।૫।।
વિનિયોગોભક્તિયોગ: – પ્રતિબંધ વિનાશને |
કૃષ્ણાઘરામૃતાસ્વાદ – સિદ્વિરત્ર ન સંશયઃ ||૬||
અર્થ: અને આ સર્વોત્તમ સ્તોત્રમાં પ્રતિબંધ નાશ કરવા સારૂ વિનિયોગ કહેતાં પ્રયોજન ભક્તિયોગ છે. અને કૃષ્ણના અધરામૃત સ્વાદની અહીં સિદ્ધિ છે.એમાં કોઈ સંશય નથી.।।૬।।
આનંદ: પરમાનંદ:, શ્રીકૃષ્ણાસ્યં કૃપાનિધિ: |
દૈવોઘ્ધાર પ્રયત્નાત્મા, સ્મૃતિમાત્રાતિૅૅનાશનઃ. II૭||
અર્થ:- ૧) આનંદરૂપ અને ૨) પરમાનંદરૂપ ૩) શ્રીકૃષ્ણના મુખારવિંદરૂપ અને ૪) કૃપાના સાગરરૂપ અને ૫) દૈવી જીવોના ઉદ્ધાર કરવા સારૂ પોતાના મનમાં યત્ન કરનારા અને ૬) સ્મરણ માત્રથી પીડાને નાશ કરનારા એવા શ્રીમહાપ્રભુજી છે. ।।૭।।
શ્રીભાગવત ગૂઢાર્થ – પ્રકાશનપરાયણ: |
સાકાર બ્રહ્મવાદૈક – સ્થાપકો વેદપારગઃ ||૮||
અર્થ: ૭) શ્રીભાગવતના ગૂઢ અર્થને પ્રકાશિત કરવામાં તત્પર એવા અને ૮) સાકાર બ્રહ્મવાદના સ્થાપન કરનારા અને ૯) વેદનો પાર પામેલા એવા શ્રીઆચાર્ય મહાપ્રભુજી. || ૮ ||
માયાવાદનિરાકતૉ, સર્વવાદિનિરાસકૃત |
ભક્તિમાગાર્માબ્જમાર્તણ્ડ:, સ્ત્રીશુદાઘુદ્ધતિક્ષમઃ ||૯||
અર્થ- ૧૦) માયાવાદનો નિરાસ કરનાર અને ૧૧) સર્વેવાદીઓને નિરાસ કરનાર અને ૧૨) ભક્તિ માર્ગ પ્રવર્તાવવા માં સૂર્યરૂપ તથા ૧૩) સ્ત્રીઓ તથા શુદ્રાદિના ઉદ્ધાર કરવામાં સમર્થ એવા શ્રીમહાપ્રભુજી છે. ।।૯।।
અંગીકૃત્યૈવ ગોપીશ-વલ્લભીકૃતમાનવઃ|
અંગીકૃતૌ સમયૉદો, મહાકારુણિકો વિભુઃ. ||૧૦||
અર્થ: ૧૪) જે પોતે અંગીકાર કરીને જ મનુષ્યોને ગોપીશ શ્રીકૃષ્ણના વલ્લભ (પ્રિય) બનાવનારા, ૧૫) અંગીકાર કરવામાં મર્યાદાવાળા, ૧૬) મહા કરુણામયી તથા ૧૭) સર્વ કરવા સમર્થ શ્રી આચાર્યજી. ॥૧૦॥
અદેયદાનદક્ષશ્ચ, મહોદારચરિત્રવાન |
પ્રાકૃતાનુકૃતિવ્યાજ – મોહિતાસુર માનુષ: ||૧૧||
અર્થ: ૧૮) ન આપી શકાય એવાં દાન દેવામાં સમર્થ એવા, અને ૧૯) ઉદાર ચરિત્રવાળા અને ૨૦) પ્રાકૃત જનને અનુકરણના મીષેથી અસુરી જનોને મોહિત કરનાર શ્રી આચાર્યજી. ।।૧૧।।
વૈશ્ર્વાનરોવલ્લભાખ્ય:, સદ્રુપોહિતકૃત્સતામ |
જનશિક્ષાકૃતે કૃષ્ણ – ભક્તિકન્નિખિલેષ્ટદઃ ||૧૨||
અર્થ: ૨૧) અગ્નિથી પ્રકટ થયેલા ૨૨) વલ્લભનામવાળા, ૨૩) સદ રૂપવાળા ૨૪) સત્પુરૂષોના હિતકારી, ૨૫) શ્રીકૃષ્ણની ભક્તિ કરી મનુષ્યોને શિક્ષિત કરવા વાળા, ૨૬) મનુષ્યએ ભગવાન ના સ્વરૂપ સંબંધી જે કાઇ ઈછયું છે એ સમગ્ર ઇચ્છીત વસ્તુને આપનાર એવા શ્રીઆચાર્યજી મહાપ્રભુ છે. ।।૧ર।।
સર્વલક્ષણસંપન્ન:, શ્રીકૃષ્ણજ્ઞાનદોગુરુ: |
સ્વાનંદતૂંદિલઃ પદ્મ – દલાયતવિલોચનઃ ||૧૩||
અર્થ: ૨૭) સર્વે લક્ષણથી યુક્ત, ૨૮) શ્રીકૃષ્ણના જ્ઞાનને દેનાર, ૨૯) માર્ગનો ઉપદેશ કરનારા-ગુરુ, ૩૦) સ્વયં ના આનંદથી પરિપૂર્ણ, ૩૧) પદ્મના દલ સરખા વિશાળ નેત્રવાળા એવા શ્રીમહાપ્રભુજી. ॥૧૩॥
કૃપાદૃગ્વૃષ્ટિસંહૃષ્ટ – દાસદાસીપ્રિય:પતિ:|
રોષદક્પાતસંપ્લુષ્ટ. – ભક્તદ્વિટ ભક્તસેવિતઃ ।।૧૪||
અર્થ: ૩૨) જેમના કૃપા કટાક્ષો ની વૃષ્ટિ થી આનંદિત થયેલા દાસદાસી ભક્તજનોના પ્રિય, અને ૩૩) શરણે આવેલા જીવો ના રક્ષક (પતિ:) ૩૪) રોષવાળી દ્રષ્ટિ વડે ભક્તોના દ્વેષીયોં ને નાશ કરનાર, ૩૫) ભક્તોએ સેવેલા એવા શ્રી મહાપ્રભુજી ॥૧૪॥
સુખસેવ્યોદુરારાધ્યો, દુર્લભાંધ્રિસરોરુહઃ |
ઉંગ્રપ્રતાપો વાક્સીધુ – પૂરિતાશેષસેવકઃ. ॥૧૫।।
અર્થ: ૩૬) સુખથી સેવા કરી શકાય એવા, ૩૭) અલૌકિક દુખ થી મેળવી શકાય તેવા, ૩૮) જેમના ચરણરૂપી કમળ દુર્લભ છે, ૩૯) ઉગ્ર (અતિશય) પ્રતાપી, ૪૦) વાણીરૂપ અમૃત વડે સમગ્ર સેવકોને પૂર્ણ કરનાર શ્રી આચાર્યજી. ॥૧૫॥
શ્રીભાગવતપીયૂષ – સમુદ્રમથનક્ષમઃ|
તત્સારભૂતરાસસ્ત્રી – ભાવપૂરિતવિગ્રહઃ ||૧૬||
અર્થ: ૪૧) શ્રીભાગવતરૂપ સમુદ્રનું મંથન કરી અમૃત લાવવામાં સમર્થ અને ૪૨) તે ભાગવતને વિષે સારભૂત એવી રાસક્રીડા સ્ત્રીભાવે કરી પરિપૂર્ણ દેહવાળા મહાપ્રભુજી છે. ॥૧૬॥
સાન્નિધ્યમાત્રદત્ત શ્રી-કૃષ્ણપ્રેમા વિમુક્તિદઃ |
રાસલીલૈકતાત્પર્ય:, કૃપયૈતત્કથાપ્રદ: ||૧૭||
અર્થ: ૪૩) ભક્તો ને પોતાના સાનિધ્ય માત્ર થી જ શ્રીકૃષ્ણપ્રેમનું દાન કરનાર એવા અને ૪૪) ભગવાન સાથેના સંબંધરૂપ મુક્તિ દેનારા ૪૫) જેમનું રાસ-લીલા માત્ર જ તાત્પર્ય (ધ્યાન) છે અને ૪૬) કૃપા કરીને રાસલીલા સંબંધી શ્રીકૃષ્ણની કથાનું કરનારા મહાપ્રભુજી છે. ॥૧૭॥
વિરહાનુભવૈકાર્થ – સર્વત્યાગોપદેશકઃ|
ભકત્યાચારોપદેષ્ટાચ, કર્મમાર્ગપ્રવર્તકઃ. ॥૧૮||
અર્થ: ૪૭) કેવળ વિરહના અનુભવને માટેજ સર્વ ત્યાગનો ઉપદેશ કરનારા ૪૮) ભક્તિ અને ભક્તિમાર્ગ ના આચારનો ઉપદેશ કરનારા, અને ૪૯) કર્મમાર્ગને પ્રવર્તીત કરવા વાળા એવા શ્રીઆચાર્યજી. ॥૧૮॥
યાગાદૌ ભક્તિમાર્ગેક – સાધનત્વોપદેશકઃ|
પૂર્ણાનંદઃ પૂર્ણકામો, વાક્પતિર્વિબુધેશ્વરઃ ||૧૯||
અર્થ: ૫૦) યાગ(યજ્ઞ) આદિ કર્મમાં ભક્તિ માર્ગનુંજ એક સાધનપણું છે એવો ઉપદેશ કરનાર ૫૧) પૂર્ણ આનંદવાળા, ૫૨) પૂર્ણ અલૌકિક કામવાળા, ૫૩) વાણીના અધિપતિ, ૫૪) ભક્તિમાર્ગીય જ્ઞાનના ઈશ્વર એવા શ્રી આચાર્યજી ॥૧૯॥
કૃષ્ણનામસહત્રસ્ય, વકતા ભકતપરાયણ:|
ભકત્યાચારોપદેશાર્થ, નાનાવાક્યનિરૂપકઃ ॥૨૦||
અર્થ: ૫૫) શ્રી પુરુષોત્તમ સહસ્ત્રનામ ના પ્રકાશક અને ૫૬) ભક્તોને શરણરૂપ અને ૫૭) ભક્તિ તથા આચારના ઉપદેશ હેતુ નાના(વિવિધ) પ્રકારના વાક્યને નિરૂપણ કરનારા એવા શ્રી આચાર્યજી. ॥૨૦॥
સ્વાર્થોજિઝતાખિલપ્રાણ – પ્રિયસ્તાદૃશવેષ્ટિતઃ ।
સ્વ-દાસાર્થકૃતાશેષ – સાધનઃ સવૅૅ શક્તિ ધૃક ॥૨૧||
અર્થ: ૫૮) સેવા માટે જેઓએ સેવા વિરોધી સર્વ ત્યજી પોતાના અખિલ પ્રાણ પ્રભુ ને અર્પણ એવા ભક્તો ના પ્રિય એવા અને ૫૯) તેવા તાદ્રશી ભકતોથી વીંટાએલા અને ૬૦) પોતાના દાસો ને માટે જેમણે સમગ્ર સાધન કર્યા અને ૬૧) સર્વ શક્તિને ધારણ કરનાર એવા શ્રી આચાર્ય છે. ॥૨૧॥
ભુવિભક્તિપ્રચારેક – કૃતે સ્વાન્વયકૃત પિતા|
સ્વવંશેસ્થાપિતાશેષ – સ્વમાહાત્મ્યઃ સ્મયાપહઃ ॥૨૨॥
અર્થ: ૬૨) પૃથ્વીમાં કેવળ ભક્તિનો પ્રચાર કરવા માટે પોતાનો વંશ કરનાર અને ૬૩) પ્રેમ લક્ષણા ભક્તિ ના પિતારૂપ અને ૬૪) પોતાના વંશમાં પોતાનું સર્વ માહાત્મ્ય સ્થાપન કરનાર અને ૬૫) મોહ દૂર કરનાર એવા શ્રીમહાપ્રભુ. ॥૨૨॥
પતિવ્રતાપતિઃ પાર – લૌકિકેહિકદાનકૃત્.|
નિગૂઢહૃદયોનન્ય – ભક્તેષુ જ્ઞાપિતાશયઃ. ||૨૩||
અર્થ: ૬૬) મહાલક્ષ્મીજીના પત્તિ અને ૬૭) પોતાના ભક્તોને પરલોક તથા આ લોક ના ફળ નું દાન કરનાર અને ૬૮) જેમના હ્રદય ને સરખી રીતે ના જાણી શકાય એવા ૬૯) અનન્ય ભક્તિોમાં પોતાનું અંતઃકરણ જણાવનાર || ૨૩ ||
ઉપાસનાદિમાગાઁતિ – મુગ્ધ મોહનિવારક:|
ભક્તિમાર્ગે સવૅમાગૅ. – વૈલક્ષણ્યાનુભૂતિકૃત્ ॥૨૪||
અર્થ: ૭૦) ઉપાસના(પૂજા) આદિ માર્ગોમાં અતિ મોહ પામેલા ના મોહને દૂર કરનાર ૭૧) ભક્તિમાર્ગ માં સર્વ માર્ગ થી રહેલી વિલક્ષણતાઓ નો અનુભવ કરાવનાર એવા શ્રી મહાપ્રભુજી || ૨૪ ||
પૃથક્શરણમાર્ગોપ – દેષ્ટા શ્રીકૃષ્ણ હાદૅવિત |
પ્રતિક્ષણનિકુંજસ્થ – લીલારસુપૂરિતઃ ||૨૫||
અર્થ: ૭૨) સ્વતંત્ર ભક્તિ અથવા પુષ્ટિમાર્ગીય શરણમાર્ગ નો ઉપદેશ આપનાર, ૭૩) શ્રીકૃષ્ણના હ્રદયના ફલાત્મક ભાવને જાણનાર, ૭૪) ક્ષણે ક્ષણે નિકુંજમાં થઇ રહેલી લીલાના રસથી પરિપૂર્ણ એવા શ્રી વલ્લભ. ॥૨પ॥
તત્કથાક્ષિપ્તચિત્તસ્તદ્ – વિસ્મૃતાન્યો વ્રજપ્રિયઃ|
પ્રિય વ્રજ સ્થિતિઃ પુષ્ટિ – લીલા કર્તા રહઃપ્રિયઃ ||૨૬||
અર્થઃ ૭૫) નિકુંજલીલા રસ ની કથા માં વ્યાકુળ ચિત્ત વાળા, અને ૭૬) નિકુંજની લીલા માં અન્ય સર્વ કાઇ વિસારી દેનાર, અને ૭૭) જેમને વ્રજ પ્રિય છે, અને ૭૮) જેમને વ્રજમાં રહેવું પ્રિય છે,અને ૭૯) પુષ્ટિલીલા કરનાર અને ૮૦) એકાંતિક ભક્તિમાં પ્રીતિવાળા શ્રીઆચાર્યજી ॥૨૬॥
ભક્તેચ્છા પૂરકઃસર્વા – જ્ઞાત લીલોતિમોહનઃ|
સર્વસક્તો ભક્તમાત્રા – સક્તઃ પતિતપાવનઃ ||૨૭||
અર્થ: ૮૧) ભક્તની ઈચ્છાને પૂર્ણ કરનારા ૮૨) જેમની લીલાઓ અન્ય સર્વો થી ન સમજી શકાય એવા અને ૮૩) ભક્તોને અત્યંત મોહ પમાડનાર ૮૪) સર્વ જીવમાં આસક્તિ રહિત, અને ૮૫) કેવળ ભક્ત પ્રતિ આસક્ત, અને ૮૬) પતિત જીવોને ૫વિત્ર કરનારા, એવા શ્રીઆચાર્યજી.॥ ૨૭॥
સ્વયશોગાનસંહૃષ્ટ – હૃદયાંભોજ-વિષ્ટર: |
યશઃ પિયૂષલહરી – પ્લાવિતાન્ય રસઃ પરઃ. ||૨૮||
અર્થ: ૮૭) પોતાનો જશ ગાવાથી પ્રસન્ન થયેલા, ભક્તના હૃદયરૂપ કમળમાં બિરાજમાન, ૮૮) ભક્તો ના ભક્તિરસ સિવાય ના અન્ય રસ પોતાના યશરૂપ અમૃતની લહેરથી ભીંજાવેલ છે એવા, અને ૮૯) સર્વ કરતા શ્રેષ્ટ એવા શ્રીમહાપ્રભુજી ॥૨૮॥
લીલામૃતરસાદ્રાદ્રી – કૃતાખિલ. – શરીરભૃત્ |
ગોવર્ધનસ્થિત્યુત્સાહઃ, તલ્લીલા પ્રેમપૂરિતઃ ||૨૯||
અર્થ: ૯૦) લીલારૂપ અમૃતના રસિક ભાવવડે સકળ શરીરધારી ને રસયુક્ત કરનાર, અને ૯૧) શ્રી ગોવર્ધન ગિરિરાજમાં જ રહેવાના ઉત્સાહવાળા અને ૯૨) તે ભગવદ્ લીલામાં (ગિરિરાજજી સંબંધીત લીલામાં) પ્રેમરસ વડે પરિપૂર્ણ એવા, શ્રીમહાપ્રભુજી. ।।૨૯।।
યજ્ઞભોક્તા યજ્ઞકર્તા, ચતુર્વર્ગ વિશારદઃ|
સત્ય પ્રતિજ્ઞ સ્ત્રિગુણા. – તીતો નય વિશારદઃ ||૩૦||
અર્થ: ૯૩) યજ્ઞ ના ભોક્તા અને ૯૪) યજ્ઞ ના કર્તા, તથા ૯૫) ધર્મ, અર્થ, કામ અને મોક્ષના તત્ત્વમાં નિપુર્ણ, ૯૬) સાચી પ્રતિજ્ઞાવાળા, ૯૭) ત્રણ ગુણ (રાજસ,તામસ અને સાત્વિક) થી રહિત અને ૯૮) નીતિમાં નીપૂર્ણ એવા શ્રીઆચાર્યજી. ।।૩૦।।
સ્વકીર્તિવર્ધન સ્તત્ત્વ – સૂત્ર ભાષ્ય પ્રદર્શક:|
માયા વાદાખ્ય તૂલાગ્નિ. – બ્રર્હ્મવાદ નિરૂપકઃ. ||૩૧||
અર્થ: ૯૯) પોતાના માર્ગના ગ્રંથો રાંચી પોતાની કીર્તિને વધારનાર અને ૧૦૦) બ્રમ્હસૂત્રો ના ભાસ્યકાર, અને ૧૦૧) માયાવાદરૂપ કપાસ (રૂ)માં અગ્નિ સમાન અને ૧૦૨) બ્રહ્મવાદના પ્રતિપાદન કરનાર એવાં શ્રીઆચાર્યજી, ॥૩૧॥
અપ્રાકૃતાખિલાકલ્પ. – ભૂષિતઃ સહજસ્મિતઃ।
ત્રિલોકીભૂષણં ભૂમિ-ભાગ્યં સહજ સુંદરઃ ||૩૨||
અર્થ: ૧૦૩) વ્યાસસુત્રોના ફલાધ્યાયના ભગવદભાવ લીલારાસ ને નિરૂપણ કરવાથી સુશોભિત આભૂષણ રૂપ છે, અને ૧૦૪) સહજ હાસ્યવાળા ૧૦૫) ત્રણ લોકમાં ભૂષણ સમાન અને ૧૦૬) પૃથ્વી ના ભાગ્યરૂપ, અને ૧૦૭) સહજ સુંદર એવા શ્રીમહાપ્રભુજી ॥૩૨॥
અશેષ ભક્ત સંપ્રાર્થ્ય – ચરણાબ્ઝરજોધનઃ |
ઈત્યાનંદ નિધેઃપ્રોક્તં, નામ્નામષ્ટોત્તરંશતમ્. || ૩૩||
અર્થઃ ૧૦૮) જેના ચરણકમળના રજરૂપી ધનની ભક્તજનો પ્રાર્થના કરે છે. એવા શ્રીઆચર્યજી મહાપ્રભુજી છે એ પ્રમાણે આનંદ સાગર શ્રીમહાપ્રભુજીનાં એકસો અને આઠ નામ કહ્યાં. તે ગુણોના સિદ્ધાંત વાળા જ કહ્યા છે. ॥૩૩॥
શ્રદ્ધાવિશુદ્ધબુદ્ધિર્ય:, પઠત્યનુદિનં જનઃ |
સતદેકમનાઃ સિદ્ધિ-મુક્તાં પ્રાપ્નોત્યસંશયઃ II૩૪॥
અર્થ: શ્રદ્ધાપૂર્વક વિશુદ્ધ બુદ્ધિવાળો જે મનુષ્ય હંમેશાં નિશ્ચય મનવાળો થઈને નિત્ય એક ચિતે આ સ્તોત્રનો પાઠ કરે, તો તે જીવ કહેલી મહાસિદ્ધિ (કૃષ્ણ અધરામૃત સ્વાદ) ને પ્રાપ્ત થાય એમાં કોઈ શંશય નથી. || ૩૪ ||
તદપ્રાપ્તૌ વૃથા મોક્ષ-સ્તદાપ્તૌ તદ્ ગતાર્થતા |
અતઃ સર્વોત્તમ સ્તોત્રં, જપ્યં કૃષ્ણ રસાર્થિભિઃ ||૩૫||
અર્થ: તે સિદ્ધિની પ્રાપ્તિ વિના મોક્ષ પણ વૃથા છે અને તે સ્વમાર્ગ સંબંધી સિદ્ધિની પ્રાપ્તિ થાય તો સાયુજ્યાદિક મોક્ષ પણ નિરર્થક છે. આથી આ સર્વોત્તમસ્તોત્રથી શ્રીકૃષ્ણચંદ્રરૂપ રસની ઈચ્છાવાળા જીવોએ જપ કરવા યોગ્ય છે. ॥૩૫॥
|| ઈતિ શ્રીમદગ્નિકુમાર પ્રોક્તં શ્રી સર્વોત્તમ સ્તોત્રં સંપૂર્ણમ્ ||
રચના :
આ સ્તોત્ર શ્રી મહાપ્રભુજી નું નામાત્મક સ્વરૂપ છે; કારણકે શ્રી ગૂસાઈજી એ મહાપ્રભુજી વિવિધ ચરિત્રો નું વર્ણન કરતાં ૧૦૮ નામ નું આલેખન કર્યું છે.
માહાત્મ્ય :
આ સ્તોત્ર નું વૈષ્ણવોએ નિત્ય પઠન કરવું જોઈએ. નિત્ય પાઠ કરવાથી શ્રી મહાપ્રભુજી ના ગ્રંથો સહેલાઈથી સમજી શકાય છે. આ સ્તોત્ર વૈષ્ણવો માટે ગાયત્રી તુલ્ય છે. માહાત્મ્ય નો એક સુંદર પ્રસંગ પણ છે ..
પ્રસંગ :
શ્રી ગૂસાઈજી ના દ્વિતીય લાલન શ્રી ગોવિંદરાયજી ના લાલન શ્રી કલ્યાણરાયજી ના લાલન
શ્રી હરિરાય મહાપ્રભુજી ને નાનપણ થી જ સત્સંગ માં અદભૂત રુચિ.. ગુરુ અને વૈષ્ણવ ના અંતર’ નું ધ્યાન ધર્યા વગર વૈષ્ણવો ની મંડળી માં એમની સાથે બિરાજી સત્સંગ કરતાં.
વડીલો એ સમજાવ્યા કે ગુરુ અને શિષ્ય ની મર્યાદા નું ધ્યાન રાખી ગુરુ સ્થાન પર બિરાજો પણ બાલ સ્વરૂપ હોવાથી સમજ્યા નહીં અને ક્રમ ચાલુ રહેવાથી વડીલોએ ખંડ માં બંધ કર્યા ત્યારે આપને સત્સંગ નો વિરહ સહન થયો નહીં તેથી ત્રણ દીવસ સુધી નિરંતર “શ્રી સર્વોત્તમ સ્તોત્ર” નું પઠન કર્યું અને ફળ સ્વરૂપ સાક્ષાત “શ્રી મહાપ્રભુજી શ્રી વિઠ્ઠલનાથજી સાથે દર્શન આપ્યા” આવું અદભૂત માહાત્મ્ય છે શ્રી સર્વોત્તમ સ્તોત્ર નું..
જોકે શ્રી હરિરાયજી વલ્લભકુલ છે એટલે આપનુ સામર્થ્ય અલૌકિક છે, પણ શ્રી સર્વોત્તમ સ્તોત્ર નો નિત્ય સપૂર્ણ દૃઢ ભાવ થી જો પાઠ કરવામાં આવે તો કૃપા ની અધિકારિતા જાણી ને શ્રી મહાપ્રભુજી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે અવશ્ય દર્શન આપે છે.