મંગલા ચરણમ્
ચિંતા, સંતાન, હંતારો, યત્પાદાંબુજરેણવઃ ।
સ્વીયાનાં તાન્નિજાચાર્યાન્,પ્રણમામિ મુહુર્મુહુઃ ॥૧॥
અર્થ: જેમના ચરણકમળની ૨જ પણ પોતાના સેવકોની બધી ચિંતાઓની નાશ કરે છે. તેવા મારા આચાર્ય શ્રી મહાપ્રભુજીને હું વારંવાર પ્રણામ કરૂ છું || ૧ ||
યદનુગ્રહતો જન્તુઃ, સર્વદુઃખાતિગો ભવેત્ ।
તમહં સવૅદા વન્દે, શ્રીમદ્ વલ્લભનંદનમ્ ॥૨॥
અર્થ: જેમના અનુગ્રહ માત્રથી જીવ બધા દુઃખને દૂર કરવા સમર્થ થાય છે એવા શ્રીમદ્ વલ્લ્ભનંદન શ્રી વિઠ્ઠલનાથજી – ગુંસાઈજી ને હું સર્વદા વંદન કરૂ છું . || ૨ ||
અજ્ઞાનતિમિરાન્ધસ્ય, જ્ઞાનાંજનશલાકયા ।
ચક્ષુરુન્મીલિતં યેન, તસ્મૈ શ્રીગુરુવે નમઃ ॥3॥
અર્થ: અજ્ઞાનના અંધકારથી બંધ થઈ ગયેલો અમારા ચકસુ ઓને જેમણે જ્ઞાનની પ્રકાશિત શલાકાથી ઉઘાડી નાખ્યા એવા ગુરુદેવને હું નમન કરૃ છું. || ૩ ||
નમામિ હૃદયે શેષે, લીલાક્ષીરાબ્ધિશાયિનમ્।
લક્ષ્મીસહસ્ત્રલીલાભિઃ, સેવ્યમાનં કલાનિધિમ્ ॥૪॥
અર્થ: મંગલાચરણની હવે પછીની બને કારિકાઓ, ચોથો અને પાંચમો શ્લોક શ્રી મહાપ્રભુજી વિરચિત ભાગવતજીની દશમસ્કન્ધ પરની સુબોધિનીજી ટીકાના મંગલાચરણ નો છે. આ શ્લોકમાં મહાપ્રભુજી કહે છે કે શેષરૂપી મારા હૃદયમાં લીલારૂપી ક્ષીરસાગરમાં શયન કરતા હજારો લક્ષ્મીઓ અને તેમની લીલાઓથી સેવતા કલાનિધિ પૂર્ણ પુરષોતમ શ્રીકૃષ્ણને હું નમન કરું છું. || ૪ ||
ચતુર્ભિશ્ચ, ચતુર્ભિશ્ચ ચતુર્ભિશ્ચ ત્રિભિસ્તથા ।
ષડ્ ભિર્વિરાજતે યોસૌ, પંચધા હ્રદયે મમ ॥પ॥
અર્થ: ચારથી, ચારથી, ચારથી, ત્રણથી અને છથી એમ પાંચ પ્રકારે જે મારા હૃદય માં બિરાજે છે. તેમને નમન કરું છું.
આ કારિકામાં મહાપ્રભુજી દશમસ્કંધના પ્રકરણના અર્થરૂપ ભગવાનને નમન કરે છે. દશમસ્કંધના શ્રી મહાપ્રભુજીએ પાંચ પ્રકરણ પાડયા છે.
(૧) જન્મપ્રકરણ — જેના ચાર અધ્યાય છે.
(૨) તામસપ્રકરણ – જેના ચાર અવાંતર પ્રકરણ છે.
(૩) રાજસપ્રકરણ – જેના ચાર અવાંતર પ્રકરણ છે.
(૪) સાત્વિક પ્રકરણ – જેના ત્રણ અવાંતર કરણ છે.
(૫) ગુણપ્રકરણ – જેના છ. અધ્યાય છે.
શ્રી મહાપ્રભુજી કહે છે કે આ પાંચ પ્રકરણમાં બિરાજતા શ્રીકૃષ્ણ પાંચ પ્રકારે મારા હૃદયમાં બિરાજે છે તેમને હું નમન કરું છું. || ૫ ||
