હોળી ડંડા રોપણ
હોળી ડંડા રોપણ પુષ્ટિમાર્ગ ભાવના, શ્રીનાથજી સેવા ક્રમ, હોળી ડંડા રોપણ નો ઉત્સવ, શ્રી ક્રુષ્ણ વ્રજ લીલા કથા, હોળી ડંડા રોપણ કીર્તન , ધમાર પુષ્ટિમાર્ગ કીર્તન જાણકારી.
તિથી : ,મહા સુદ પૂનમ
શ્રી ક્રુષ્ણ વ્રજ લીલા :
વ્રજ માં હોળી ના એક માસ પૂર્વ આજે મહા સુદ પૂનમ પર હોરીદંડા રોપણ નો ઉત્સવ મનાવાય છે. વ્રજ રીતિ અનુસાર નંદબાબા સમગ્ર પરિકર સાથે શ્રીમદ ગોકુલ ના ચોહટા પર કિર્તનો ગાયન કરતાં આવે છે. ઉત્સવ મનાવે છે. લોકો ખૂબ નાચતા – ગાતા અનદુલાસ કરે અને હોરી દંડા ઉપર લાલ ધ્વજા સાથે દંડા નું રોપણ કરે છે.
જે નો મૂળ ભાવ એ હોય છે કે વ્રજ માં સમગ્ર ગામવાસીઓ આજથી ખેલ આરંભ કરે છે જે આ દિવસો માં હોરી ખેલ નિર્વિઘ્ન થાય એ ભાવ થી બ્રાંમ્હણ દ્વારા મંત્રોચાર કરી વિધિ વિધાન થી , વેદ વાણી થી હોરી દંડા રોપણ થાય છે. ત્યારથી ધમાર ના પદ ગાયન પ્રારંભ થાય.
ડંડા ઉપર લાલ રંગની ધ્વજા લહેરાવવા માં આવે છે. નંદરાયજી,વૃષભાનજી,યશોદાજી,ગોપીગવાલ, બલદાઉ ધમાર નો આરંભ કરે છે.

..
સેવા માં ફેરબદલ :
આજથી ધમાર આરંભ થશે. હોરી દંડા રોપણ થી પ્રભુ ને કપોલ પર ગુલાલ રંગ થી ખેલાવાના આરંભ થાય છે, અબીર ગુલાલ ની ફેંટ (પોટલી) અને પિચકારી ધરાવવાનો આરંભ થાય છે. અને હોરી ગાળો પણ આ ઉત્સવથી ગાવાનો આરંભ થાય છે. પુષ્પ છડી ધરાવવા માં આવે છે.
આ દિવસ થી એક માસ સુધી પ્રભુને કુલહે ના બાલભાવ ના શૃંગાર નથી ધરાવાતા. હોળી ખેલ ની લીલા કિશોર લીલા છે. જેથી ટિપારા , મુકુટ , સેહરા ઇત્યાદિ ના શૃંગાર ધરાવવામાં આવે છે. ઝાંઝ, મૃદંગ,ઢપ બાંસુરી વગેરે વાધ્ય વગાડાય છે.
આજ નો ઉત્સવ શ્રી યમુનાજી ની સેવા ના 10 દિવસ પૂર્ણ થઈ એકમ થી ચંદ્રાવલીજી ની સેવા ના દિવસો – ધમાર ના દિવસો આરંભ થશે. વસંત પંચમી સુધી માત્ર વસંત ના જ રાગ ગવાતા હતા. પરંતુ અન્ય રાગ ગાવાના આરંભ થય જશે.
શ્રીનાથજી દર્શન – હોળી ડંડા રોપણ
વસંત પંચમી કે પદ, હોરી દંડા રોપણ કે પદ, કુંજ એકાદશી કે પદ, શ્રી ગૂસાઈજી ની અષ્ટપદી, ડોલ કે પદ, હોળી ખેલ ના 40 દિવસ દરમિયાન નિત્ય સેવા ના કીર્તન નીચે આપેલ ઈ-બૂક માં છે.
જે અમારા પધ્ય સાહિત્ય શેકશન માં અવેલેબલ છે.



