ગોવર્ધન પૂજા – અન્નકૂટ
ગોવર્ધન પૂજા – શ્રીનાથજી અન્નકૂટ પુષ્ટિમાર્ગ મહત્વ, શ્રી ક્રુષ્ણ ગોવર્ધન લીલા, પુષ્ટિમાર્ગ ગોવર્ધન પૂજા – અન્નકૂટ સેવા ક્રમ, ગોવર્ધન પૂજા કે પદ, અન્નકૂટ કે પદ, ગોવર્ધન લીલા કે પદ, ઇન્દ્રમાન ભંગ કે પદ ની જાણકારી.
તિથી : કારતક સુદ એકમ
ગોવર્ધન પૂજા અને અન્નકૂટ ઉત્સવ પુષ્ટિમાર્ગના અતિ મહત્વના ઉત્સવોમાંનો એક છે. આ ઉત્સવ અનેક ઐતિહાસિક પ્રસંગો અને પ્રભુની લીલાઓનું દર્શન કરાવે છે. ગોવર્ધન પૂજામાં, પ્રભુએ દિવાળીના દિવસોમાં ગાયોની પૂજાનું મહત્વ બતાવ્યું અને સ્વયં ગાયોની પૂજા કરી.
આજના ઉત્સવના દિવસે, પ્રભુએ પોતાના ભક્તની મહિમા સ્થાપી છે. સમગ્ર સંસારમાં બે એવા સ્વરૂપ છે જે ભક્ત પણ છે અને ભગવાન પણ છે. આ બંને સ્વરૂપ ભક્તોમાં સર્વોત્તમ છે. મર્યાદામાં શ્રી હનુમાનજી અને પુષ્ટિમાં શ્રી ગિરિરાજજી. ગિરિરાજજી હરિદાસ વર્ય છે, એટલે કે હરિના દાસોમાં શ્રેષ્ઠ.
શ્રી ક્રુષ્ણ લીલા

ગોવર્ધન પૂજા :
દર વર્ષે વ્રજવાસીઓ ઇન્દ્રદેવની પૂજા કરતા. જ્યારે પ્રભુ શ્રી કૃષ્ણને ખબર પડી કે ઇન્દ્રદેવને અહંકાર થયો છે, ત્યારે તેમણે વ્રજવાસીઓને ઇન્દ્રદેવની પૂજા ન કરવાની સલાહ આપી અને ગાયો તથા ગોવર્ધન પર્વતની પૂજા કરવા કહ્યું. ગર્ગાચાર્યજી પણ પ્રભુની વાણીથી સહમત થયા.
વ્રજવાસીઓએ ઉત્સાહપૂર્વક પૂજાની સામગ્રી તૈયાર કરી.
પછી પ્રભુ શ્રી ક્રુષ્ણ બધાને લઈ ને ગિરિરાજજી પાસે ગયા. પછી શાસ્ત્રોક્ત વિધિ થી ગિરિરાજજી નું અભિષેક અને પૂજન કર્યું.

અન્નકૂટ :
પછી બધા વ્રજવાસીઓ એ ભોગ ધરાવ્યો. ભોગ માં ભાત – ભાત ની સામગ્રી વિશેષ માત્રા માં ધરાણી. જે અન્નકૂટ કહેવાય છે.

પ્રભુ શ્રી કૃષ્ણ પોતે ગિરિરાજજીમાં સમાહિત થઈને કહ્યું, “હું જ ગોવર્ધન છું.” અને પછી તેમણે હજારો હાથ પ્રગટ કર્યા. એક ભાવ એવો પણ છે કે બધા સખા અને સખીઓની ઇચ્છા હતી કે પ્રભુને ભોગ લગાડે. આ કારણે, પ્રભુએ સખાઓના ભાવથી અને સખીઓના ભાવથી અડધા-અડધા હસ્ત પ્રગટ કર્યા અને પ્રેમથી દરેક સામગ્રીને આરોગી.
ત્યારથી પરંપરાની શરૂઆત થઈ અને આજે પણ વ્રજભૂમિમાં એ જ ઉત્સાહથી નિભાવાય રહી છે. પુષ્ટિમાર્ગમાં પણ આ પરંપરા અને ક્રમનું વિશેષ મહત્વ છે. બધા પુષ્ટિમાર્ગ મંદિરોમાં આ ઉત્સવ ખૂબ હર્ષોલ્લાસથી મનાવાય છે અને પ્રભુ શ્રીનાથજીને અન્નકૂટ ધરાવવામાં આવે છે.
શ્રીનાથજી દર્શન
ધન તેરસ થી દેવ પ્રબોધિની એકાદશી સુધી ના બધા ઉત્સવ ના પદ – કીર્તન નીચે આપેલ ઈ-બૂક માં પ્રાપ્ય છે.
આ બુક અમારા પધ્ય સાહિત્ય શેકશન માંથી પણ પ્રાપ્ય છે.




