વ્રજ ના ધણી છે ગીરીરાજ, ચાલો પરિક્રમા કરીએ,
કરુણાનિધિ છે મહારાજ, ચાલો પરિક્રમા કરીએ.
અર્ચન કરીએ , પૂજન કરીએ, શ્રી મુખારવિંદ ના દર્શન કરીએ,
સુંદર શ્રી ના ઝારીજી ભરીએ,
વ્રજ ના ધણી છે ગીરીરાજ ,ચાલો પરિક્રમા કરીએ.
દંડવતી શિલા એ દંડવત કરીએ ,ગીરધારીજી ના કીર્તન કરીએ,
વ્રજ ના ધણી છે ગીરીરાજ ,ચાલો પરિક્રમા કરીએ.
જાન અજાન બીલછું કુંડ ના દર્શન કરીએ , બેઠકજી મા ઝારીજી ભરીએ,
વ્રજ ના ધણી છે ગીરીરાજ, ચાલો પરિક્રમા કરીએ .
માનસી ગંગા માં સ્નાન કરીએ, ઉદ્ધવ કુંડ માં પાન કરીએ,
વ્રજ ના ધણી છે ગીરીરાજ, ચાલો પરિક્રમા કરીએ.
રાધાકૃષ્ણ કુંડ માં સ્નાન કરીને, કુસુમ સરોવર જઈએ,
વ્રજ ના ધણી છે ગીરીરાજ , ચાલો પરિક્રમા કરીએ .
ગોવર્ધન ને દાનઘાટી દર્શન કરીએ ,ચંદ્ર સરોવર માં ઝારીજી ભરીએ,
વ્રજ ના ધણી છે ગીરીરાજ, ચાલો પરિક્રમા કરીએ.
સદુપાંડે ની બેઠકે જઈએ , ગોવિંદ કુંડ માં ઝારીજી ભરીએ,
વ્રજ ના ધણી છે ગીરીરાજ ચાલો પરિક્રમા કરીએ .
અપ્શરાકુંડ માં પાન કરીએ, પુછરીના લોટા જઈએ,
વ્રજ ના ધણી છે ગીરીરાજ ચાલો પરિક્રમા કરીએ.
શ્રીનાથજી ના મંદિર ને રામદાસની ગુફા ,ધીરે ધીરે ચાલતા આવ્યા બલદેવ ઢુંકા,
સૌ આનંદ કરતા જઈએ.
વ્રજ ના ધણી છે ગીરીરાજ ચાલો પરિક્રમા કરીએ .

