ચતુ:શ્લોકી – ષોડશ ગ્રંથ
શ્રી વલ્લભાચાર્યજી મહાપ્રભુજી રચિત ષોડશ ગ્રંથ પૈકી એક ચતુ:શ્લોકી ગ્રંથ ભાવાર્થ સાથે.
ચતુ:શ્લોકી
સર્વદા સર્વ ભાવેન, ભજનીયો વ્રજાધિપઃ |
સ્વસ્યાયમેવ ધર્મોહિ, નાન્યઃ કવાપિ કદાચન || ૧ ||
અર્થ: નિરંતર સર્વાત્મભાવથી વ્રજપતિ શ્રીકૃષ્ણને સેવવા. ભકતનો આ જ ધર્મ છે તે નિશ્વિત છે. કોઈ પણ સ્થલમાં કોઈપણ કાલમાં સેવા વિના બીજો ધર્મ જ નથી. ||૧||
એવં સદા સ્મ કર્તવ્યં, સ્વયમેવ કરિષ્યતિ |
પ્રભુ: સર્વસમર્થો હિ, તતો નિશ્ચિંતતાં વ્રજેત્ ॥ ૨॥
અર્થ: નિરંતર આ પ્રમાણે કરવું. ભકતોના સ્વામી ભગવાન ભકતના સર્વ અર્થરૂપ છે, માટે ભક્તનાં સર્વ કાર્ય ભગવાન જ જરૂરથી કરશે. આ વાત પ્રસિદ્ધ છે. ભકતે ચિંતા રહિત રહેવું. ||૨||
યદિ શ્રીગોકુલાધીશો, ધૃતઃ સવાૅત્મનાહ્યદિ |
તતઃ કિમપરં બ્રૂહિ, લૌકિકૈ વૅૈદિકૈરપિ ॥ ૩ ||
અર્થ: જો શ્રી ગોકુલના અધિપતિ શ્રીકૃષ્ણચંદ્રને હૃદયમાં સર્વે પ્રકારે ધારણ કર્યા હોય, તો પછી લૌક્કિ સુખ અને વૈદિક કર્મજન્ય સ્વર્ગાદિ સુખમાં શું અધિક્ય છે ? અર્થાત્ લૌક્કિ-વેદિક સુખથી શું પ્રયોજન છે ? હોય, તો તું બોલ. ||૩||
અતઃ સર્વાત્મના શશ્વદ્ , ગોકુલેશ્વર પાદયોઃ |
સ્મરણં ભજનં ચાપિ, ન ત્યાજ્યમિતિ મે મતિઃ ।।૪।।
અર્થ: માટે સર્વાત્મભાવથી નિરંતર શ્રી ગોકુલેશના ચરણકમલનું સ્મરણ અને સેવા ન ત્યજવાં એવો મારો દૃઢ નિશ્વર્ય છે. ||૪||
|| ઇતિ શ્રીમદ્ વલ્લભાચાર્યવિરચિતમ્ ચતુઃશ્લોકી સંપૂર્ણમ્ ||
