શ્રીનાથજી – શ્રી નવનીત પ્રિયાજી  પાટોત્સવ

નાથદ્વારા શ્રીનાથજી શ્રી નવનીત પ્રિયાજી પાટોત્સવ પુષ્ટિમાર્ગ ઇતિહાસ, શ્રીનાથજી દર્શન, શ્રીનાથજી પાટોત્સવ કીર્તન, પાટ ઉત્સવ સેવા ક્રમ, વાર્તા પ્રસંગ. આજના ઉત્સવ નું વિશેષ મહત્વ છે. આ તિથી પર શ્રીનાથજી ના પાટોત્સવ નો ઇતિહાસ રોચક અને દિવ્ય છે.

श्रीनाथजी पाटोत्सव

પ્રભુ શ્રીનાથજી ને  શ્રી ગૂસાઈજી – કાકાજી નું ઘર – સતઘરા પધારવાનો મનોરથ થયો.  જેથી  શ્રી ગિરધરજી એ સતઘરા માં પ્રભુ શ્રીનાથજી ને આજ દિવસે  પાટે પધરાવ્યા અને સમગ્ર પરિવાર સાથે શ્રીનાથજીની 2 માહ  સેવા કરી. હોરી ખેલાવી.

श्रीनाथजी पाटोत्सव

જ્યારે પ્રભુ શ્રીનાથજી સતઘરા માં બીરાજ્યા ત્યારે એ સમય પર મથુરા માં ખેલ ખ્યાલ – સ્વાંગ ની મંડળી પોતાના વેશ ભૂષા ના ખેલ પ્રસ્તુત કરતી.  જે પ્રભુ શ્રીનાથજી ને નિહાળવા નો મનોરથ થયો તેથી શ્રી ગિરધરજી એ સતઘરા માં જ પ્રભ માટે નિત્ય ખ્યાલ સ્વાંગ ક્રમ સ્થાપિત કર્યો.

જે આજ સુધી પ્રભુ સેવા ક્રમ માં શ્રી નાથદ્વારા માં કાયમ છે, જે આજ થી ડોલોત્સવ સુધી થાય છે.  જેમાં બાળકો અલગ દેવ -દેવી , ગંધર્વ, સખા  ના વેશ ધરી ને પ્રભુ સન્મુખ  નૃત્ય કરે જેથી બાલ સ્વરૂપ શ્રીનાથજી પ્રસન્ન થાય છે.

श्रीनाथजी पाटोत्सव
shrinathji nathdwara prayan

પ્રભુ શ્રીનાથજી અજબ કુંવર બાઈ ને આપેલ વચન પૂર્ણ કરવા હેતુ જ્યારે વ્રજ થી નાથદ્વારા પધાર્યા ત્યારે જ્યાં ગાડા નું પહ્યુ જમીન પર ખુચી ગયું અને ત્યાં પ્રભુ ને  આજ તિથી પર પાટ પધરાવવા માં આવ્યતા જ્યાં પ્રભુ ૬ માસ સુધી બિરાજ્યા જે આજે ખર્ચ ભંડાર તરીકે નાથદ્વારા માં  છે. અહી પ્રભુ ત્રણ વખત બિરાજ્યા (संवत 1623, 1728 व 1864).

જાણકારી : જ્યાં શ્રીનાથજી હાલ ગર્ભગૃહ માં  પાટ પર બિરાજે છે સર્વ પ્રથમ થી જ પ્રભુ ત્યાં નતા બિરાજ્યા એ પહેલા જે અત્યારે ખર્ચ ભંડાર સ્થાન છે ત્યાં સર્વ પ્રથમ પ્રભુ શ્રીનાથજી મહા વદ સાતમ પર પાટે પધાર્યા હતા.

આજના દિવસે આજે પણ નાથદ્વારા માં એ ખર્ચ ભંડાર ના સ્થાન પર શ્રીનાથજી નું ચિત્રજી બિરાજમાન છે જ્યાં આપની  રોજ સેવા થાય છે.  અને આજની તિથી પર તે સ્થાન ને પણ સણગારવા માં આવે છે અને પ્રભુ ને ત્યાં પણ ભોગ ધરાવાય છે.

Pratham paat sthali

સેવા માં બદલાવ  :

પ્રભુ ની સેવામાં ઋતુ નો આરંભ અને વિદાઇ ધીરે ધીરે થાય છે. આ અનુસાર શિતઋતુ હવે ધીરે ધીરે વિદાય લઈ રહી છે. આજથી પ્રભુ ને માત્ર શૃંગાર ના દર્શન માં જળરંગો ની પિછવાઈ ધરવાની આરંભ થાય છે. આ પિછવાઈ ડોલોત્સવ સુધી માત્ર શૃંગાર માં જ ધરવાય છે.

આજથી પ્રભુ ને મોજાજી નહીં ધરવાય. જો શીત હોય તો ધરવાય છે. આજથી પ્રભુ ને ચરણાર્વીંદ ના શૃંગાર ધરવાના આરંભ થશે. શીત હોય તો આજના દિવસ ને છોડી ને મોજાજી ધરાવાય છે.  આજથી ડોલોત્સવ સુધી નાથદ્વારા માં શ્રીજી અને શ્રી નવનીત પ્રિયાજી ને સન્મુખ ખ્યાલ સ્વાંગ આરંભ થશે.  જે પરંપરા ગિરધરજી થી આરંભ થઈ હતી.

શ્રીનાથજી દર્શન : શ્રીનાથજી પાટોત્સવ  

Pratham paat sthali | श्रीनाथजी पाटोत्सव श्रीनाथजी दर्शन

सभी द्वार में डेली मंडे, बन्दर वाल बंधे।पुरे दिन जमनाजल की झारीजी आवे।आंवला,चन्दन,फुलेल से अभ्यंग होवे।चारो समय थाली की आरती आवे।निज मंदिर को चंदुआ बदले।आज से चरणारविंद के श्रृंगार होवे।ठंड होवे तो राज भोग तक मोजाजी धरावे।राजभोग में छः बीड़ा की सिकोरी आवे।आज पोटली से गुलाल उड़े।आज से शयन के दर्शन में स्वांग नाचे।

वस्त्र:- घेरदार बागा,सुथन केसरी डोरिया के।चोली चोवा की।पटका को एक छोर आगे,एक बगल को।वस्त्र की किनारी रूपहरी दोहरा आवे।पाग गोल।ठाड़े वस्त्र स्वेत चिकने,लट्ठा के।पिछवाई चितराम की,पाट उत्सव के भाव की।राजभोग में स्वेत मलमल की लेवे।

आभरण:- सब फिरोजा के।हल्के श्रृंगार।चार माला धरावे।श्रीमस्तक पे लूम की किलंगी आवे।वेणु वेत्र फिरोजा के।पट चीड़ को गोटी फागुन की।

आरती पीछे आभरण बड़े करने।लूम तुर्रा सुनहरी।

सामग्री :- गोपिवल्लभ में खरमंडा,मंगोड़ा की छाछ,रवा की खीर,शिखरण बड़ी को डबरा,दूध घर की हांडी आदी अरोगे।

मंगला – हो हो होरी खेलन जैये 

राजभोग – अष्टपदी धन धुन नंद जसुमती 

आरती – श्री गोकुल राज कुँवर 

शयन – श्री गोवर्धन राय लाला 

पोढवे – चले हो भाँवते रस ऐन

Seva kram  courtesy: Shrinathji Temple Nathdwara Management | 

राग सुघराई

फणुवा के मिसि छलबल लालको रंगन रगमगोकीजे |

यह औसर होरी को गोरी सुखलेसुख किनदिजे ||१॥

करत सेंत की संकोच सकुचजिय इनसकुचन कहीधोंकहाकीजे ||

धरकोछांडि धायगिरीधर पियको निधरक व्हैं रसपीजे ॥२॥