નવ રાત્રિ – નવ વિલાસ આરંભ – પ્રથમ વિલાસ
નવ રાત્રિ – નવ વિલાસ આરંભ – પ્રથમ વિલાસ સેવા ક્રમ, નવ વિલાસ કે પદ, નવરાત્રી પુષ્ટિમાર્ગ ભાવ, શ્રીનાથજી દર્શન, નવરાત્રિ પુષ્ટિમાર્ગ અને વેદિક ભાવ, શ્રી ક્રુષ્ણ રાસ લીલા, પ્રથમ નવરાત્રિ
તિથી : આસો સુદ એકમ
સાંઝી ના દિવસો માં શ્રી રાધારાની ગોપીયો ની સાથે સંધ્યા દેવી પૂજન કરીને રાસ ના દિવસો માં રાસેશ્વર રસરાજ પ્રભુ શ્રી ક્રુષ્ણ નું સાનિધ્ય પ્રાપ્ત કર્યું હતું. આ ફળ સ્વરૂપ આ નવ દિવસો માં પ્રભુ બધા ગોપીજન નો રાસ નો મનોરથ પૂર્ણ કરે છે. પ્રતિ દિન નવી સ્થલી પર પ્રભુ ગોપીયો સાથે રાસ રચે છે. ગોપીજન પ્રતિ દિવસ નુતન સામગ્રી નો ભોગ ધરે છે.
પુષ્ટિમાર્ગ મા પ્રાચીનતમ સનાતન ધર્મ ની પુરાતન કાલ થી વેદો થી પ્રેરિત રીત નું સમાવેશ કરવામાં આવ્યું છે. જેમાં ઉત્સવો માં પંચામૃત સ્નાન, અધિવાસન, જવારા રોપણ ની રીત ભાવ થી નિભાવવા માં આવે છે. એ અનુસાર નવરાત્રિ ના દિવસો માં આજ ના દિવસે સેવા ક્રમ ની પોતાની આગવી વિશેષતા છે.
અંકુર રોપણ
આજથી માટી ના દશ પાત્ર માં બીજ નું રોપણ થાય છે , દશ દિવસ સુધી આ બીજ ની વૃદ્ધિ થાય છે , પછી દશેરા ના દિવસે જવેરાને લાલ દોરા થી બાંધી ને શૃંગાર સિદ્ધ થાય અને એ પ્રભુ ને શ્રી મસ્તક પર ધરાવવા માં આવે છે.
આ દશ પાત્ર દશ ગુણ ના ભક્તો ના ભાવ થી હોય છે , જે સાત્વિક , રાજશ અને તામસ થી ૯ ગુણ ના હોય છે ,અને ૧ નિર્ગુણ એમ કુલ દશ ગુણ ના ભક્ત ના ભાવ થી હોય છે.
નવ દિવસ નવધા ભક્તિ ( નવ પ્રકાર ની ભક્તિ) થી પ્રેમ લક્ષણા ભક્તિ સિદ્ધ થાય જેનથી પ્રભુ પ્રત્યે અનુરાગ થાય (એટલે નવ દિવસ વાવેલા બીજ ના જવેરા(એ નવધા ભક્તિ નો ભાવ ) ને લાલ દોરા(અનુરાગ) થી બાંધી શૃંગાર સિદ્ધ થાય) જેને લીધે એવા પ્રભુ આવા ભક્ત ના ભાવ ને શ્રી મસ્તક પર ધારણ કરે છે , જેથી પ્રભુ ને શ્રી મસ્તક પર જવેરા ના શૃંગાર ધરાય છે.
નવ વિલાસ સેવા ક્રમ
આજ થી નવ દીવસ સુધી પ્રભુ એક એક સખી ના મનોરથ રૂપી રોજ અલગ અલગ સ્થાન પધારસે. રોજ ના વસ્ત્ર ના રંગ નિર્ધારિત અને અલગ અલગ હોય છે. જે સખી નો મનોરથ હોય એ સખી ના ભાવ થી એ દીવસ ની સામગ્રી ધરવામાં આવે છે.

પ્રથમ વિલાસ
મુખ્ય સખી : શ્રી ચંદ્રાવલીજી
રાસ નું સ્થળ : વૃંદાવન
વસ્ત્ર ના રંગ : લાલ
મુખ્ય સામગ્રી : ચંદ્રકલા
શ્રીનાથજી દર્શન – પ્રથમ વિલાસ
નવ વિલાસ ના કીર્તન
નવ વિલાસ ના પદ , દશેરા ના પદ, શરદ પૂર્ણિમા ના પદ, રાસના પદ ની ઈ-બૂક નીચે આપેલ છે. અને આપ અમારા પધ્યા સાહિત્ય શેકશન માં થી પણ પ્રાપ્ત કરી શકશો.