ગોપષ્ટમી
પુષ્ટિમાર્ગ ગોપષ્ટમી મહત્વ-ભાવ, પુષ્ટિમાર્ગ ગોપષ્ટમી કથા શ્રીનાથજી દર્શન , ગોપષ્ટમી ઇતિહાસ, શ્રી ક્રુષ્ણ વ્રજ લીલા, શ્રીનાથજી સેવા ક્રમ, ગોપષ્ટમી પુષ્ટિમાર્ગ કીર્તન, કુંડવારા મનોરથ ભાવ.
ગોપષ્ટમી તિથી : કારતક સુદ આઠમ
” नंदके लाल चले गौचारन शोभा कहत न आवे ॥ “



“आगे गाय पाछे गाय , इत गाय उत गाय
गोविंद को गायन मे बसवो ही भावे “
શ્રી ક્રુષ્ણ લીલા કથા
આ ઉત્સવ સપૂર્ણ રીત થી પ્રભુ ની વ્રજ ની લીલા નો ઉત્સવ છે.
જ્યારે આપણાં કન્હૈયા 5 વર્ષના થયા ત્યારે આપ ગાયો ચરાવવાનો આગ્રહ કર્યો. પરંતુ આપની માતાએ ના પાડી છતાં માન્યા નહીં. એમની હઠ થી પ્રભુ નું મુંડન સંસ્કાર અક્ષય તૃતીયા પર થયું. (આ પ્રસંગ અમારા ઉત્સવ શેકશન માં અક્ષય તૃતીયા ઉત્સવ માં વિસ્તાર માં જોઈ શકાશે).
પ્રભુ ની હઠ ના કારણે માતા થાકી ગઈ. અને ગાયોના ગોચરણના સુકન અન્નકૂટ ના દિવસે કર્યા. આમ છતાં કન્હૈયા રાજી ન થયા. ગોપગણ અષ્ટાંગ યોગ થી ગાયો ની સેવા કરે છે. આ કારણ થી કારતક સુદ આઠમ ના દિવસે ગાય ચરાવા જવાની પ્રભુ એ જીદ કરી. જેથી “ગોપષ્ટમી” ઉત્સવ કહેવાય છે.
આપ માતાને કહો છો કે “મા, હું હવે મોટો થઈ ગયો છું, હું ડરતો નથી અને મારા બધા મિત્રો અને બલદાઉ પણ મારી સાથે છે, તેથી ચિંતા કરશો નહીં.” પછી માતા રાજી થઈ. અને શ્રી કૃષ્ણ ના મુકુટ કાછની ના શૃંગાર કર્યા. નજર ના લાગે એના માટે કાળો ટીકો કર્યો. પછી આરતી લઈ આવી. કન્હૈયાની પ્રથમ ગોચારણ માટેની આરતી કરી.
અને શીખ આપે છે. જંગલ કે જળાશયમાં ન જાશો, મિત્રો સાથે ઝઘડો ન કરશો, સમયસર ભોજન કરી લેજો.પછી માતા બલદાઉ અને શ્રીદામાને પણ કન્હૈયાનું ધ્યાન રાખવાનું કહે છે. તેને એકલો ન છોડો, નહીં તો તે પોતાનો રસ્તો ગુમાવી જંગલમાં ખોવાય જશે. સમયાંતરે તેને ભોજન કરાવજો.
प्रथम गोचारण चले गोपाल
શ્રીનાથજી ગાયો ચરાવવા માટે વેણુ વગાડતા ગોવાળ જૂથ સાથે પધારી રહ્યા છે. સમગ્ર ચરાચર શ્રી કૃષ્ણના વેણુના વગાડવાથી મંત્રમુગ્ધ થઈ જાય છે, ગોવાળ મંડળી પવિત્ર લીલા જેવી કે નૃત્ય, ગીતો વગેરેમાં મગ્ન છે. ગોપાલ ના સુશોભિત શૃંગાર રસ સ્વરૂપના દર્શન કરીને તમામ ગોપીઓ મન હારી ગઈ છે.
પ્રકૃતિ માં અલગ જ સૌંદર્ય નો નિખાર આવ્યો છે. પક્ષીઓ કલરવ કરવા લાગ્યા. નંદલાલ આપની લીલા માં મગન લટકતી ચાલે ચાલી રહ્યા છે.
પુષ્ટિમાર્ગ માં ગોપષ્ટમી
આજે શ્રી કૃષ્ણને ‘ગોપ’નો દરજ્જો મળ્યો હતો, એટલે આપણે આ દિવસને ગોપાષ્ટમી તરીકે ઉજવીએ છીએ. વ્રજમાં પ્રભુ શ્રીકૃષ્ણની બધી જ જીવન ક્રિયાઓ ગૌ-ચારણમાં જ થઈ હતી, એટલે આપને ‘ગોપાલ’ કૃષ્ણ પણ કહેવાય છે.
શ્રી મહાપ્રભુજી પણ ગૌ-સેવા પ્રત્યે પૂર્ણ સમર્પિત હતા. તેમના બાળપણમાં એક પ્રિય ગાય હતી. જ્યારે તેઓ બહાર હતા, ત્યારે ગાયે દેહ ત્યાગ કર્યો હતો. પરંતુ મહાપ્રભુજીએ આવીને મધુર સ્વરે પુકાર્યા ત્યારે ગાયમાં પ્રાણ આવી ગયા. શ્રીનાથજીએ જ્યારે મહાપ્રભુજી પાસેથી ગાય માંગી હતી, ત્યારે મહાપ્રભુજીએ તેમની અંગૂઠી વેચીને પ્રભુ માટે ગાય પધરાવી હતી.
પ્રભુ ગાય વિના એક ક્ષણ પણ નથી રહી શકતા. એટલે જ વ્રજમાં જ્યારે મહાપ્રભુજીએ શ્રીજીને મંદિરમાં પાટ પધરાવ્યા, ત્યારે મહાપ્રભુજી પાસેથી ગાય માંગી. મહાપ્રભુજી અને વ્રજવાસીઓએ ગાય પધરાવી અને જોતા જોતા વિશાળ સંખ્યામાં ગાયો આવી ગઈ. ગૌશાળા બની અને ગામનું નામ ગોપાલપુરા (હાલનું જતીપુરા) પડ્યું.
નાથદ્વારામાં પણ પ્રભુની મોટી ગૌશાળા છે. આજના દિવસે ઉત્થાપન પછી ગૌશાળામાં પાડો (ભૈંસો)ની ભિડંત કરાવાય છે, જેમાં હજારો નગરવાસીઓ ગૌશાળામાં એકત્ર થઈને પાડોની ભિડંતનો આનંદ લે છે. આજની ભિડંત માટે ગ્વાલબાળો ઘણા મહિનાઓથી પાડોને સારો ખુરાક આપીને તૈયાર કરે છે.
આજે બધા પુષ્ટિમાર્ગીય વૈષ્ણવો વિશેષ રૂપે ગૌશાળા જાય છે, ગાયોને ચારો, ઘાસ, લાડુ વગેરે ખવડાવે છે.
આજે શ્રીજીની સાથે બધા પુષ્ટિમાર્ગના મંદિરોમાં કુંડવરાનો મનોરથ થાય છે.
શ્રીનાથજી દર્શન – ગોપષ્ટમી
ધન તેરસ થી દેવ પ્રબોધિની એકાદશી સુધી ના બધા ઉત્સવ ના પદ – કીર્તન નીચે આપેલ ઈ-બૂક માં પ્રાપ્ય છે.
આ બુક અમારા પધ્ય સાહિત્ય શેકશન માંથી પણ પ્રાપ્ય છે.






