ગંગા દશેરા – યમુનાજી નો ઉત્સવ
ગંગા દશેરા શ્રીનાથજી સેવા ક્રમ , ઉત્સવ માહત્મ્ય , ઉત્સવ કે પદ , યમુનાજી ઉત્સવ , શ્રીનાથજી દર્શન , ઉત્સવ ભાવ
ગોલોકધામ માં શ્રી સ્વામીનીજી ના મનોરથ સ્વરૂપ થી શ્રી ઠાકોરજી ના હૃદય થી એક રસ પ્રવાહ નું નિર્માણ થયું. એ રસ પ્રવાહ નું ઘનીભૂત સ્વરૂપ એટલે શ્રી ગિરિરાજજી અને એ જ રસ સ્વરૂપ નું દ્રવીભૂત સ્વરૂપ એટલે શ્રી યમુનાજી. શ્રી યમુનાજી ઠાકોરજી ના ચતુર્થ પ્રિયા છે.
\જ્યારે ઠાકોરજી ને ભૂતલ પર અવતાર ની વેળા આવી રહી હતી , ત્યારે સર્વ પ્રથમ શ્રી યમુનાજી ભૂતલ પર પધારી. આપના દૈવી જીવો ને પ્રભુ ના શરણે લેવા હેતુ શ્રી યમુનાજી સ્વયં પ્રથમ પધારી. અને જ્યારે શ્રી યમુનાજી ભૂતલ પર પધારી રહ્યા ત્યારે શ્રી ગંગાજી પણ ભૂતલ પર પધારવાના હતા.
પ્રભુ ના હૃદય થી શ્રી યમુનાજી અને ચરણ કમાલ થી શ્રી ગંગાજી બને સાથે ભૂતલ પર પધારી.

શ્રી ગંગાજી ભૂતલ પર અવતરણ થયા ત્યારે આપના દશેય ઇન્દ્રિય પર આધિપત્ય સ્થાપિત કરી એમની પ્રભુ પ્રાપ્તિ ની આકાંક્ષા શ્રી યમુનાજીના કારણે પૂર્ણ થઈ. આ કારણથી આજ ના ઉત્સવ ને ગંગા દશેરા તરીકે જણાય છે.
નાવ મનોરથ
ગંગાજી અને યમુનાજી ના ભાવથી આજ ના દિવસ પર ઘણા પુષ્ટિમાર્ગીય મંદિરો માં જલ ભરવામાં આવે છે. અને પ્રભુ સુખાર્થ નાવ મનોરથ નું આયોજન થાય છે.
અલૌકિક મિલન
શ્રી ઠાકોરજી અને ચાર યૂથ ના સ્વામીનીજી ના અલૌકિક મિલન
શ્રી ઠાકોરજી નું,
પ્રથમ યૂથ ના સ્વામીનીજી શ્રી રાધાજી સાથે અલૌકિક મિલન – દેવ પ્રબોધિની એકાદશી
દ્વિતીયા યૂથ ના સ્વામીનીજી શ્રી ચંદ્રાવલીજી સાથે અલૌકિક મિલન – દ્વિતીય પાટ માનવામાં આવે છે.
તૃતીયા યૂથ ના સ્વામીનીજી શ્રી અગ્નિ કુમારિકા સાથે અલૌકિક મિલન – અક્ષય તૃતીયા
ચતુર્થ યૂથ ના સ્વામીનીજી શ્રી યમુનાજી સાથે અલૌકિક મિલન – ગંગા દશેરા