ભાઈ બીજ – યમ દ્વિતીયા
ભાઈ બીજ પુષ્ટિમાર્ગ ભાવ, શ્રીનાથજી સેવા ક્રમ, યમ દ્વિતીયા કથા મહત્વ, ભાઈ બીજ કે પદ, શ્રીનાથજી દર્શન, ભાઈ બીજ શ્રી ક્રુષ્ણ લીલા,
તિથી : કારતક સુદ બીજ
વાર્તા :
આજના દિવસે શ્રી યમુનાજી એ આપના ભ્રાતા શ્રી યમરાજ ને ભોજન પર આમંત્રિત કર્યા. સ્વાગત સત્કાર કર્યા. અક્ષત તિલક કર્યું. પછી સ્નેહ આગ્રહ પૂર્વક ભોજન કરાવ્યું. ત્યારે યમરાજ પોતાની બહેન ના પ્રેમ થી અતિ પ્રસન્ન થઈ એમને આશીર્વાદ આપ્યા.
જે પણ આ દિવસે આપના જલ ના પાન, સ્નાન કરશે એમને ક્યારેય યમ યાતના નઇ થાય. સમૃધ્ધિ પ્રાપ્ત થશે. ત્યારે યમલોક માં પણ નારકી જીવો ને યાતના થી મુક્તિ મળી. પાપમુક્ત થયા. તૃપ્ત થઈ ગયા.
આજના દિવસે યમલોક માં ભવ્ય ઉત્સવ મનાવવા માં આવ્યો. જે યમલોક માટે સુખકારી હતો. આ કારણ થી આજના ઉત્સવ ને યમ દ્વિતીયા ઉત્સવ થી પ્રખ્યાત થયો.
શ્રી ક્રુષ્ણ લીલા :
જ્યારે પ્રભુ નરકાસુર નો વધ કરી ને પરત ફરી રહ્યા હતા, ત્યારે આપની લાડલી બહેન સુભદ્રાજી ના ઘરે ગયા હતા. ત્યારે બહેન સુભદ્રાજી એ બંને ભાઈ શ્રી ક્રુષ્ણ અને બલરામજી નું ભવ્ય સ્વાગત કર્યું. બંને ને કુમકુમ ,અક્ષત થી તિલક કર્યા.
પછી સુભદ્રાજી એ બને ભાઈયો ને પ્રેમ થી ભોજન કરાવ્યું. શ્રી ક્રુષ્ણ – બલરામ જી બને બહેન ના પ્રેમ થી પ્રસન્ન થયા.
आज दूज भैया की कहियत, कर लिये कंचन थाल के l
करो तिलक तुम बहन सुभद्रा, बल अरु श्रीगोपाल के ll 1 ll
आरती करत देत न्यौछावर, वारत मुक्ता माल के l
‘आशकरण’ प्रभु मोहन नागर, प्रेम पुंज ब्रजबाल के ll 2 ll
શ્રીનાથજી દર્શન
ધન તેરસ થી દેવ પ્રબોધિની એકાદશી સુધી ના બધા ઉત્સવ ના પદ – કીર્તન નીચે આપેલ ઈ-બૂક માં પ્રાપ્ય છે.
આ બુક અમારા પધ્ય સાહિત્ય શેકશન માંથી પણ પ્રાપ્ય છે.




