શરદ પૂનમ મહા રાસ ઉત્સવ
શરદ પૂર્ણિમા – રાશોત્સવ પુષ્ટિમાર્ગ ના પ્રમુખ ઉત્સવો માં માનવામાં આવે છે. આ ઉત્સવ એ જીવ નું પરમાત્મા ના સાથે ના મિલન નો ઉત્સવ છે. પુષ્ટિમાર્ગ શરદ પૂનમ મહારાસ શ્રી ક્રુષ્ણ લીલા કથા, શરદ પૂર્ણિમા શ્રીનાથજી સેવા ક્રમ, શરદ પૂનમ મહારાસ કીર્તન પદ, રાશોત્સવ, શરદોત્સવ ની જાણકારી.
તિથી : આસો સુદ પૂનમ
શરદ પૂનમ પર મહારાસ થયો છે. પણ કેવી રીતે થયો?, કયા થયો ?, સમગ્ર લીલા શું છે ?, લઘુરાસ શું છે ?, મહારાસ શું છે ?.
આ પ્રશ્નો ના ઉત્તર સમજવાની કોશિશ કરીએ. આ ઉત્તરો માં પુષ્ટિમાર્ગ ના અમુક મુખ્ય નિધિ સ્વરૂપ ની લીલા જોડયેલી છે.
શ્રી ક્રુષ્ણ મહારાસ લીલા :
ગોપીજન ના પરમ ફળ સ્વરૂપ પ્રભુ શ્રી ક્રુષ્ણ એ એમના મહારાસ નો મનોરથ પૂર્ણ કર્યો છે. સ્વયં આપના સાનિધ્ય ની કૃપા એમના પર વરસાવી છે. આ સમગ્ર મહારાસ લીલા નો આરંભ એમ થાય છે. કે સર્વ પ્રથમ પ્રભુ શ્રી ક્રુષ્ણ કોટિ કંદર્પ લાવણ્ય યુક્ત સ્વરૂપ શ્રી મદન મોહન જી બનીને આસો સુદ આઠમ પર ઘના વન માં સર્વ પ્રથમ વખત વેણુનાદ કર્યો.
ત્યારે બધી ગોપીયો સુધ બુધ ખોઈ ને પોતાનું લૌકિક છોડી અલૌકિક પરમ ફળ સ્વરૂપ પ્રભુ શ્રી ક્રુષ્ણ ની તરફ ઘના વન માં આવે છે. ત્યાં ગોપીયો ના પ્રશ્ન, ઉપદેશ અને પ્રણય ગીત થાય છે.
પછી આસો સુદ અગયારસ એ પ્રભુ શ્રી ક્રુષ્ણ શ્રી કલ્યાણરાઈજી સ્વરૂપ થી ગોપીજનો સાથે લઘુરાસ લીલા કરે છે. ” દ્વે દ્વે ગોપી બીચ બીચ માધો “
ત્યાર બાદ આસો સુદ ચૌદસ એ પ્રભુ શ્રી વિઠ્ઠલનાથજી ગોપીયો ના પ્રશ્ન ના ઉત્તર આપે છે.
ત્યાર બાદ આસો સુદ પૂનમ – શરદ પૂર્ણિમા પર પ્રભુ શ્રી ક્રુષ્ણ સમગ્ર ગોકુલ ના ચંદ્રમા શ્રી ગોકુલ ચંદ્રમાંજી (ચાંદ બાબા) સ્વરૂપ થી ગોપીજન સાથે મહારાસ લીલા રચે છે.
આ રીતે બહુજ રસપ્રદ, મધુર, મનમોહક પ્રભુ ની લીલા મહારાસ લીલા ના આ ઉત્સવ શરદોત્સવ ના રૂપે બહુજ આનંદ ઉલ્લાસ સાથે સમગ્ર પુષ્ટિ સૃષ્ટિ માં ઉજવાય છે.
નિધિ સ્વરૂપ ની લીલા ભાવના, સ્વરૂપ દર્શન, પ્રાકટ્ય પ્રસંગ, સમગ્ર ઇતિહાસ અને આજ ના સમય ની જાણકારી વાંચન માટે નીચે આપેલ ઈ-બૂક જુઓ.
આ બૂક અમારા ગધ્ય સાહિત્ય માં પણ ઉપલબ્ધ છે.
શરદ પૂનમ ના પદ, રાસ ના પદ, નીચે આપેલ ઈ-બૂક માં પ્રાપ્ય છે.
એવં અમારા પધ્ય સાહિત્ય સેકશન માં થી પણ પ્રાપ્ય છે.