દાણ એકાદશી
દાણ એકાદશી પુષ્ટિમાર્ગ , દાણ ના દિવસો માં સેવા ક્રમ, શ્રીનાથજી દર્શન , ઉત્સવ ભાવ , દાણ લીલા ના પદ, શ્રી ક્રુષ્ણ દાણ લીલા દર્શન એનિમેશન, સર્વ માહિતી.
તિથી : ભાદરવા સુદ અગ્યારસ




શ્રી ક્રુષ્ણ દાણ લીલા :
સૌથી પહેલા જાણવાની વાત છે, જે જાણવી જરૂરી છે, તે છે કે દાણ નો અર્થ દાન નથી; પરંતુ દાણ એટલે કર(ટેક્ષ). જ્યારે તમામ ગોપિઓ ઘરના દૂધ, દહી, માખણ, અન્ય સામગ્રી કર રૂપે રાજા કંસને આપવા જતી હતી.
ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે તેમને કહ્યું કે આ દૂધ, માખણ અને અન્ય સામગ્રી પર તમામ બાળકોનો હક છે, અને આ બધુ અમારી ગાયનું છે, તેથી તમારે અમને કર આપવો પડશે.
પ્રભુએ દાન લીલા વ્રજભૂમિમાં કઈક સ્થાનો પર કરવામાં આવી છે. જેમણે વ્રજવિતાનમાં, દાનઘાટી સાંકરી-ખોરમાં, ગહવર વનમાં, વૃંદાવનમાં, ગોવર્ધનના માર્ગ પર, કદમ્બખંડીમાં, પનઘટ ઉપર, યમુના ઘાટના પાસે અને અન્ય વિવિધ સ્થાનોમાં વ્રજભક્તોએ દાણ આપ્યુ છે. અને પ્રભુ એ તેમને પ્રેમરસનું દાન આપ્યુ છે.
પ્રભુ આવતા વીસ દિવસ ગોપિઓ સાથે દાણ લીલા કરી છે.
નંદકુમાર પ્રભુએ વ્રજની ગોપિઓથી આ વીસ દિવસ દાણ લીધું છે. પ્રભુએ ગોપિઓના ગુણોને ધ્યાનમાં રાખીને ત્રણ પ્રકારના દાણ લીધા છે. :
સાત્વિક દાન: દીનતાયુક્ત, સ્નેહપૂર્વક, અને વિનમ્રતાથી દાણ.
રાજસ દાન: વાદ-વિવાદ, શ્રીમંતતા થી દાણ.
તામસ દાન: હઠપૂર્વક, ઝગડાથી, અને જોર-જબરદસ્તીથી દાણ.
ભગવદીયોએ પ્રભુની આ ત્રણ પ્રકારની દાણ લીલાનું વર્ણન બહુ સુંદર રૂપે દાણ લીલાના પદોમાં કર્યો છે. શ્રી હરીરાઇજીની કૃત બડી દાન લીલા અમારા પ્લેટફૉર્મ પર ઉપલબ્ધ છે. તમે “બડી દાન લીલા” હિન્દી ભાષા ના શેકશન માં સર્ચ કરી શકો છો. અને જેની લિંક આ પેજના અંતમાં દાણના પદોમાં આપેલી છે.
પ્રભુની મુખ્ય ચાર સ્વામીનિજીની ભાવનાથી દાણની સામગ્રી:
દૂધ : શ્રી સ્વામીનિજી શ્રી રાધારાણીજીના ભાવથી
દહી : શ્રી ચંદ્રાવલીજીના ભાવથી
માખણ : શ્રી અગ્નિકુમારિકાજીના ભાવથી
છાસ : શ્રી યમુનાજીના ભાવથી
આજથી આવતા વીસ દિવસની દાણ લીલા પાંચ-પાંચ દિવસ ચારેય યુથના અધિપતિ ના ભાવ થી છે.
દાણ લીલા એનિમેશન દર્શન
Resources used in this Video :
Video: Krishna by @Biganimation
Kirtan Voice : H.D.H Param Pujya Shri Goswami