શ્રી મહાપ્રભુજી ઉત્સવ

પુષ્ટિમાર્ગ સંસ્થાપક , શ્રી ક્રુષ્ણ ના વદનાવતાર  જગતગુરુ શ્રી વલ્લભાચાર્યજી મહાપ્રભુજી પ્રાકટ્ય ઉત્સવ સેવા ક્રમ, માહત્મ્ય , બધાઈ કે પદ .

  • वैशाख कृष्ण पक्ष ग्यारस •

सर्वत्र डेली मंढे, बंदरवाल बंधे। सभी समय जमना जल की झरीजी आवे। ‘चारो समय थाली की आरती उतरे। सब साज जड़ाऊ आवे, तकिया जड़ाऊ आवे। गेंद चौगान, दिवला सोना के। टेरा (पर्दा), केसरी, जन्माष्टमी के। कंदराजी पे मोती को चौखटा आवे। अभ्यंग। महाप्रभुजी के भी अभ्यंग।

वस्त्रः-खुले बन्ध (तनी बाँध के धरावे) सुथन, पटका किनारी के फुल वालो, कूल्हे सब केसरी मलमल के। ठाड़े वस्त्र स्वेत मलमल के। पिछवाई केसरी किनारी के फूल वाली, उत्सव की।

आभरणः-सब उत्सव के। बनमाला को श्रृंगार। माणक की प्रधानता। कली, कस्तूरी आदी सब आवे। बघनखा धरें। श्रीमस्तक पे पाँच चन्द्रिका को जोड़। वेणु वेत्र हीरा के। पट उत्सव को, गोटी जड़ाऊ। आरसी जड़ाऊ।

श्री के तिलक होवे, बीड़ा पधरावे, मुठिया वार के चुन की आरती आवे। फिर महाप्रभुजी के मुठिया वार के आरती होवे। आज मंगला से जलेबी को वारा अरोगे। राजभोग के संग महाप्रभुजी के विशेष भोग आवे। दूध घर को साज, बासोदि की हांडी, सिखरण बड़ी, जलेबी के टोकरा, शीतल, खोआ, मलाई, चालनी, संधाना, सखड़ी में केसरी पेठा, मीठी सेव, पाँच भात आदी अरोगे।

मंगला – आज बड़ो दरबार देख्यो

अभ्यंग – ६ पद नियम के 

राजभोग –  सो दिन नीको आज बधाई

आरती- यह धन धर्म ही ते पायो

शयन – प्रगट व्हे मारग रीत दिखाई

पोढवे – सुभग सेज पोढे श्री वल्लभ

Mahaprabhuji utsav Shrinathji Darshan

Seva kram  courtesy: Shrinathji Temple Nathdwara Management | 

એક સમયે શ્રી ઠાકોરજી પોતાના નિજ ધામ – ગોલોક ધામમાં સ્વામિની જીનું સ્મરણ કરી રહ્યા હતા. આપના રોમ રોમમાં શ્રી સ્વામિનીજી હાજર હતા. જ્યારે શ્રી સ્વામિનીજી ત્યાં પધાર્યા અને જોયું તો તેમને એવું લાગ્યું કે ઠાકોરજી તેમના હોવા છતાં બીજી કોઈ સખીનું સ્મરણ કરી રહ્યા છે.

અને આપ માન કરીને બેઠા. જ્યારે શ્રી ઠાકોરજીને ખબર પડી કે તેઓ શ્રી સ્વામિનીજીનું જ સ્મરણ કરી રહ્યા હતા, તોય શ્રી સ્વામિનીજી આપથી માન કરીને બેઠા છે. તો શ્રી ઠાકોરજીએ પણ માન ધારણ કરી લીધું. બંનેમાંથી કોઈ પણ માન છોડવા માટે તૈયાર ન હતા.

બંનેની વચ્ચે એક દૂસરા પ્રત્યે અત્યંત પ્રેમ હતો. તો બંનેની અંદર વિરહ જાગૃત થયું અને તે વિરહ અગ્નિ ધીમે ધીમે વધવા લાગી. અત્યંત વિરહ અગ્નિને કારણે શ્રી સ્વામિનીજીના હૃદયમાંથી પુરુષ ભાવ અગ્નિ સ્વરૂપ અને શ્રી ઠાકોરજીના હૃદયમાંથી સ્ત્રી ભાવ અગ્નિ સ્વરૂપ પ્રકટ થયા. અને શ્રી ઠાકોરજી નું મુખારવિંદ સ્વરૂપ પ્રકટ થયું.

આ રીતે ત્રણ સ્વરૂપનું મિલન થઈને એક અગ્નિપુંજ પ્રકટ થયું અને તે પુંજમાં એક અતિ અલૌકિક ત્રિરૂપ સ્વરૂપનું પ્રાકટ્ય થયું.

vallabhacharyaji praktya nitya lila golok dham story

તે સ્વરૂપે શ્રી સ્વામિનીજીને કહ્યું કે શ્રી ઠાકોરજી આપનું જ સ્મરણ કરી રહ્યા હતા. ત્યારે શ્રી સ્વામિનીજીને એહસાસ થયો. અને તેમણે શ્રી ઠાકોરજી પાસે ક્ષમા યાચના કરીને શ્રી ઠાકોરજીનું માન દૂર કર્યુ.

महाप्रभुजी प्राकट्य प्रसंग नित्य लीला गोलोक धाम
महाप्रभुजी प्राकट्य प्रसंग नित्य लीला गोलोक धाम

ત્યારે જુગલ જોડી સરકારે તે અગ્નિપુંજમાંથી પ્રગટ થયેલા સ્વરૂપને કહ્યું કે, “તમે તો અમારા બંનેના પ્રિય છો, વહાલા છો,

તમે અમારા વલ્લભ છો…

આમ, કંઈક આ રીતે શ્રી વલ્લભ મહાપ્રભુજીનું નિત્ય લીલામાં પ્રાકટ્ય થયું.

महाप्रभुजी प्राकट्य प्रसंग नित्य लीला गोलोक धाम

એ સમયે શ્રી વલ્લભે યુગલ સ્વરૂપ ને નમન કરી અષ્ટાક્ષર મહામંત્ર ની રચના કરી

“શ્રી (સ્વામીનીજી) કૃષ્ણઃ (પ્રભુ) શરણં મમ”

જ્યારે યુગલ સરકાર વ્યાકુળ ભાવથી ગોલોક ધામમાં વિરાજમાન હતા. ત્યારે શ્રી મહાપ્રભુજીએ વ્યાકુળતાનું કારણ પૂછ્યું. ત્યારે શ્રીજીએ આજ્ઞા કરી કે, “અમારા જીવ અમારાથી વિમુખ થઈને ભૂતળ પર ભટકી રહ્યા છે, અમને તેમની ચિંતા છે. હે વલ્લભ, તમે ભૂતળ પર જઈને અમારા કૃપા માર્ગની સ્થાપના કરીને જીવોને અમારા સન્મુખ કરો.” ભગવાનની આજ્ઞાથી શ્રી વલ્લભ ભૂતળ પર પધાર્યા.

દક્ષિણમાં એક તૈલંગ કુળમાં યજ્ઞ નારાયણ ભટ્ટને યજ્ઞ કાર્યમાં રુચિ હતી. દર વર્ષે તેઓ પોતાની પત્ની સાથે સોમયજ્ઞ કરતા. જ્યારે તેમણે 35 સોમયજ્ઞ કર્યા, ત્યારે પ્રભુએ શ્રી મદન મોહન અવતારમાં પ્રગટ થઈને આજ્ઞા કરી કે તમારા કુળમાં સો સોમયજ્ઞ પૂર્ણ થાય પછી પુત્ર રૂપે સ્વયં અવતાર લઈશ.

Mahaprabhuji utsav story

યજ્ઞ નારાયણભટ્ટજીના વંશમાં શ્રીલક્ષ્મણ ભટ્ટજીએ સો સોમયજ્ઞ પૂર્ણ કર્યા. શ્રી લક્ષ્મણ ભટ્ટજી પોતાની પત્ની અને ગામવાસીઓ સાથે તીર્થયાત્રા માટે ગયા. ત્યારે ચંપાના વનોના વિસ્તાર “ચંપારણ”માં શ્રી લક્ષ્મણભટ્ટજીની પત્નીએ પુત્રને જન્મ આપ્યો.

પરંતુ પુત્ર મૃત હતો. આ જોઈને બંને ખૂબ દુ:ખી થયા અને પોતાના મૃત પુત્રનો દેહ ત્યાં જ મૂકીને આગળ વધ્યા. ત્યારે રાત્રે લક્ષ્મણ ભટ્ટજીના સ્વપ્નમાં પ્રભુએ દર્શન આપ્યાં અને કહ્યું કે જ્યાં તમે તમારા પુત્રને છોડી આવ્યા છો, ત્યાં પાછા જાઓ.

જ્યારે લક્ષ્મણભટ્ટજી પોતાની પત્ની અને યાત્રાવાસીઓ સાથે ફરી તે સ્થળે પાછા ફર્યા અને જોયું તો આશ્ચર્યચકિત રહી ગયા. જોયું કે વૃક્ષની નીચે અગ્નિની જ્વાળા પ્રગટ છે અને તે અગ્ની કુંડ ની મધ્ય માં એક બાળક રમી રહ્યું છે.

આ દ્રશ્ય બધા દેવતાગણ પણ નિહારવા પધાર્યા. એ જ અગ્નિકુંડ માં ખેલી રહ્યા બાળક સાક્ષાત અગ્નિ સ્વરૂપ શ્રી મહાપ્રભુજી ભૂતલ પર પધાર્યા છે.

Mahaprabhuji utsav , mahaprabhuji praktya utsav , Shri vllabh utsav , mahaprabhuji jayanti

શ્રીનાથજી એ શ્રાવણ સુદ પાંચમ ને દિવસે ઊર્ધ્વ ભુજા નું  દર્શન વ્રજવાસી ને કરાવ્યું હતું. પછી 69 વર્ષ સુધી ભુજાનો પૂજન નો ક્રમ રહ્યો.  પછી આ દિવસે જ્યારે શ્રી મહાપ્રભુજી નો ભૂતલ પર પ્રાદુર્ભાવ થયો ત્યારે શ્રીનાથજી એ આપના મુખારવિંદ ના દર્શન વ્રજવાસી ને કરાવ્યા.

મહાપ્રભુજી ઉત્સવ , શ્રીનાથજી મુખારવિંદ દર્શન

શ્રી મહાપ્રભુજી ના જીવન ચરિત્ર ના સૂક્ષ્મ દર્શન કરવા હેતુ નીચે આપેલ ઈ-બૂક વાંચો.

PushtiMarg Aacharyas

શ્રી મહાપ્રભુજી ની વધાઈ ના કીર્તન પદ નીચે આપેલ ઈ-બૂક માં છે.

Badhai – Palna k Pad kirtan
Like 0