ચતુ:શ્લોકી ગ્રંથ સાથે જોડાયેલ વાર્તા પ્રસંગ :
ગોધરામાં વસતા રાણા વ્યાસ થોડું ઘણું ભણેલા હતા. તેમને તેમના જ્ઞાન નું અભિમાન. નાના મોટા પંડિતો ને શાસ્ત્રાર્થ માં હરાવી અહમ નો અનુભવ કરે. એક વાર એમને થયું કાશી ના પંડિતો ને હરાવું તો મને ખ્યાતિ મળે.
એમ વિચારી કાશી પંડિતો સાથે શાસ્ત્રાર્થમાં ઉતર્યા. એમાં એમને કપરી હાર મળી. એમનું અભિમાન ભંગ થયું. ત્યારે એને જીવન માં રસ રહ્યો નથી તેથી આત્મહત્યા કરવા નું વિચાર્યું અને કાશી માં ગંગા નદીમાં આત્મહત્યા કરશે તો મોક્ષ મળશે એવું વિચારી કાશી ગંગા તટે પહોંચ્યા.
ત્યાં શ્રી મહાપ્રભુજી આપના શિષ્યો કૃષ્ણદાસ મેઘન અને બીજા શિષ્યો સાથે પધાર્યા.ત્યારે કૃષ્ણ દાસ મેઘને આપશ્રી ને પ્રશ્ન પૂછ્યો “શું કોઈ જીવ જીવન માં નિષ્ફળ થઈ ગંગા માં આત્મહત્યા કરે તો શું એને મોક્ષ મળે .. ?” ત્યારે શ્રી મહાપ્રભુજી એ આજ્ઞા કરે છે “જો સહજ રીતે મૃત્યુ થાય તો મોક્ષ ની અવશ્ય પ્રાપ્તિ થાય પરંતુ જો આત્મહત્યા કરે તો સાત જન્મ સુધી દુર્ગતિ થાય છે. “
આ સઘડો પ્રસંગ રાણા વ્યાસે સાંભળ્યો અને આપશ્રી ના દિવ્ય દર્શન કર્યા, અને શ્રી મહાપ્રભુજી ના ચરણો માં પડયા અને જીવન આપવીતી કહી. ત્યારે કૃપાસાગર શ્રી મહાપ્રભુજી એ જ્ઞાન નો અહંકાર ના કરવાની આજ્ઞા કરી.
“સાચું સુખ ભગવાન ના શ્રી ચરણો માં છે ,જ્ઞાન અને કર્મ રૂપી પુરુષાર્થ છોડી ભક્તિ રૂપી પુરુષાર્થ કરવાનું કહ્યું, અને ચાર શ્લોકો ની રચના કરી રાણા વ્યાસ ને “ચતુ: શ્લોકી” ગ્રંથ નું દાન કર્યું.