રથયાત્રા
રથયાત્રા પુષ્ટિમાર્ગ સેવા ક્રમ. ઉત્સવ માહત્મ્ય, માર્યાદાભાવ કથા, રથયાત્રા પુષ્ટિમાર્ગ ભાવ – બાલ ભાવ , કિશોરભાવ સેવા ક્રમ. ઉત્સવ શ્રીનાથજી દર્શન. રથયાત્રા ના પદ. ઉત્સવ સાથે જોડાયેલ મહાપ્રભુજી નો પ્રસંગ.
જગન્નાથ પૂરી માં રથયાત્રા ઉત્સવ અષાઢ સુદ બીજ ના દિવસે મનાવવા માં આવે છે. પરંતુ પુષ્ટિમાર્ગ માં રથયાત્રા ઉત્સવ અષાઢ સુદ એકમ થી ત્રીજ દરમ્યાન જે દિવસે સૂર્યોદય સમય પર પુષ્ય નક્ષત્ર હોય એ દિવસે ઉત્સવ મનાવવા માં આવે છે.
રથયાત્રા મર્યાદા માર્ગ ભાવ
જ્યારે શ્રી સુભદ્રાજીએ ભગવાનને શહેરની મુલાકાત લેવા વિનંતી કરી, ત્યારે ભગવાન દાઉજી શ્રી સુભદ્રાજી સાથે દ્વારકા શહેરને જોવા માટે રથમાં પધાર્યા. નગરવાસીઓ દર્શને પધાર્યા. પ્રભુ ભક્તો ની કૃપા કરતા.
રથયાત્રાનો ઉત્સવ કંઈક ભાવથી ઉજવવામાં આવે છે. આ ઉત્સવ દરમિયાન જગન્નાથ પૂરી માં ત્રણ સ્વરૂપ ના રથ નું નિર્માણ કાર્ય અક્ષય તૃતીયા થી આરંભ થાય છે. રથ નું નિર્માણ કરીને, સજાવીને ઉત્સવ ના દિવસે પ્રભુ ને બિરાજમાન કરવામાં આવે છે.
પછી સમગ્ર નગર યાત્રા થાય છે. લાખો શ્રધ્ધાળુ દર્શન કરવા આવે છે.

પુષ્ટિમાર્ગ માં રથયાત્રા
શ્રી ગૂસાઈજી વી.સં. 1616 માં મહા શુક્લપક્ષ 13 ના દિવસે જગન્નાથ પૂરી પધાર્યા. આપશ્રી અહી 6 માહ બિરાજ્યા. રથયાત્રા નો ઉત્સવ આપશ્રી એ અહીજ ઉજવ્યો. એ સમયે ભગવાન શ્રી જગદિશે પુષ્ટિમાર્ગ માં રથયાત્રા ઉત્સવ નો આરંભ કરવાની આજ્ઞા કરી.
જ્યારે ગૂસાઈજી અડેલ પધાર્યા. ત્યારે રાસા નામક સુથાર પાસેથી રથ સિદ્ધ કરાવ્યો. એમા શ્રી નવનીતપ્રિયાજી પ્રભુ ને બિરાજમાન કરી રથ યાત્રા નો ઉત્સવ અષાઢ સુદ બીજ માં પુષ્ય નક્ષત્ર ના સમય થી આરંભ કર્યો.
જે ઘરો માં બાલ સ્વરૂપ પ્રધાન છે, એ મંદિરો માં પ્રભુ ના રથ ની સાથે ઘોડા નથી હોતા. પ્રભુ બાલ સ્વરૂપ થી બિરાજે છે. બાળક ને અશ્વ થી ભય ના લાગે; એ કારણે અશ્વ નથી હોતા.
જયા કિશોર ભાવ પ્રધાન હોય છે, એ મંદિરો માં કાષ્ઠ ના અશ્વ અવશ્ય ધરવામાં આવે છે.
નાથદ્વારા માં શ્રીજી સન્મુખ ચાંદી નો રથ આજથી અષાઢ સુદ પૂનમ સુધી રાજભોગ દર્શન માં ધરવામાં છે. શ્રીજી સિવાય અન્ય ઘરો માં ચાર યૂથ ના ભાવ થી ચાર રાજભોગ ના દર્શન થાય છે.
બાલ ભાવ
જયા બાળ ભાવ સાથે ઉજવવામાં આવે છે ત્યાં માતા યશોદા ભગવાનને રથમાં બેસાડી સંપૂર્ણ વ્રજ માં પરિભ્રમણ કરે છે. અને ભગવાન ચારેય યુથની મનોકામના પૂર્ણ કરે છે.બાલભાવ માં રથમાં અશ્વ નથી હોતા કારણ કે પ્રભુ બાળક છે, તેઓ અશ્વ થી દરે નહીં એનું ધ્યાન રાખવામાં આવે છે. એટલે જ રથ પ્રભુ ના બાલ સખા જ ખેંચે છે. ગોપીઓ પ્રભુને રથયાત્રા દરમિયાન પોતાના ઘરમાં પધરાવે છે.
કિશોર ભાવ
કિશોર ભાવના સાથે રથયાત્રા ઉજવવામાં આવે છે.
જેમાં ઠાકોરજી સ્વામિનીજી સાથે રથમાં બિરાજે છે અને બે સખીઓ અર્શ્વની ભાવનાથી રથને સાજે છે.
રથયાત્રા શ્રીનાથજી દર્શન | શ્રીનાથજી સેવા ક્રમ
