રામ નવમી
રામ નવમી પુષ્ટિમાર્ગ સેવા ક્રમ, શ્રીનાથજી દર્શન, પુષ્ટિમાર્ગ કીર્તન, રામ જયંતી મહિમા, રામ નવમી ના પદ, વ્રત, શ્રી રામ ની પુષ્ટી લીલા.
તિથી : : ચૈત્ર સુદ નૌમ
શ્રી મહાપ્રભુજીએ પુષ્ટિમાર્ગમાં ભગવાન વિષ્ણુના દસ અવતારોમાંથી ચાર અવતારોને વિશેષ મહત્વ આપ્યું છે:
- નૃસિંહ અવતાર
- વામન અવતાર
- રામ અવતાર
- કૃષ્ણ અવતાર
આ અવતારોના કાર્યોમાં પ્રભુએ પોતાના નિસાધન ભક્તો પર અપાર કૃપા વરસાવી છે. ‘કૃપા’નો એક અર્થ ‘પુષ્ટિ’ પણ છે. એટલે પુષ્ટિમાર્ગમાં, આ ચાર અવતારોના પ્રગટ્ય ઉત્સવને આ ચાર જયંતીઓમાં ઉપવાસની પરંપરા છે.
ઉપવાસ કરવાનું મુખ્ય કારણ એ છે કે આ ઉત્સવ પર પ્રભુ આપણી વચ્ચે પધારે છે, અને આપણે તેમના દર્શન કરવા તેમની સમક્ષ જઈએ છીએ. તેમની સમક્ષ હોવાની પહેલાં, આપણે ઉપવાસ કરીને આંતરિક શુદ્ધિ કરીને પ્રભુની સમક્ષ હોઈએ છીએ.
આજે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ નો પ્રાકટ્ય ઉત્સવ છે. સમગ્ર ભારત દેશ માં આજના ઉત્સવ નું વિશેષ મહત્વ છે. આજનો ઉત્સવ અનીતિ પર નીતિ ની વિજય, અન્યાય પર ન્યાય ની વિજય, અધર્મ પર ધર્મ ની વિજય ના ભાવ નો ઉત્સવ છે.
શ્રી ગોપીનાથ પ્રભુચરણ રામનવમીની ભાવનાને સમજાવતા આજ્ઞા કરે છે.
श्रीकृष्ण हस्यारूपेण प्रमदाभावकारक: ।
तदर्थे प्रकटाय त्वां भजामि रघुनायक ।।
यथैवाग्निकुमाराणाम भावम उत्पाध्य दत्तवान
वरं में कृपया देहि तथा देव नमोस्तुते।
“હે રઘુનાયક, આપ પ્રભુ શ્રીકૃષ્ણનું હાસ્ય રૂપ છો. તમારા દર્શનથી પ્રમદા ભાવ (સંપૂર્ણ સમર્પણ અને ભક્તિનો ભાવ) પ્રગટ થાય છે. પ્રભુ! આપે દંડકારણ્યમાં અગ્નિકુમારોને દર્શન આપી, તેમને પ્રમદા ભાવ જાગ્યો અને તેમને વરદાન પણ આપ્યુ હતુ કે કૃષ્ણાવતારમાં તમારી ઇચ્છાઓ પૂરી થશે.
મારા માં પણ પ્રમદા ભાવ ઉત્પન્ન થાય એ ભાવ થી આપની સેવા કરુ છું. શ્રી રામ અને શ્રી કૃષ્ણ એ સમાન જ માનવામાં આવ્યા છે. પરંતુ આપની પુરુષોત્તમતા તો મર્યાદામાં જ બિરાજીને પ્રગટ કરો છો.
પરમાનંદદાસજીએ આ અનુલક્ષી ને પદ રચ્યું છે :
*हमारे मदन गोपाल हैं राम*
પ્રભુ શ્રી રામ ની પુષ્ટિ લીલા :
1 ] જ્યારે લંકા જવાની જરૂર હતી, તો સમુદ્રમાં પથ્થરોથી બાંધ બનાવવો પડે એમ હતો. પરંતુ પથ્થરો ડૂબી જતા. ત્યારે પ્રભુ શ્રી રામનું નામ પથ્થરો પર લખવામાં આવ્યું, તેઓ તૈરવા લાગ્યા. આ દર્શાવે છે કે જે પણ પ્રભુની સાથે જોડાય છે. એ તરી જાય છે. જો પ્રભુથી જોડાતો નથી, તે સંસારમાં ડૂબી જાય છે.
2 ] પ્રભુ શ્રી રામને ભીલ જાતિની સબરીએ આપેલા જુઠા બોર પણ આરોગ્યા. સબરીનું પ્રભુ પ્રત્યે શુદ્ધ પ્રેમ હતો. તેની ભક્તિથી પ્રભુ તેના ઘર પધાર્યા અને તેને આશીર્વાદ આપ્યા. આ પણ પ્રભુની પુષ્ટિ લીલા છે.
3 ] ગૌતમ ઋષિએ પ્રભુ તેમની પત્ની અહલ્યા જી ને પથ્થર બનવાનો શ્રાપ આપ્યો હતો. પ્રભુએ આપના ચરણ ધરીને તેમને પત્થરમાંથી પુન: માનવ રૂપમાં બદલ્યા. આ ઘટના પણ પ્રભુ શ્રી રામની પુષ્ટિ લીલાનો એક ભાગ છે.
4 ] પ્રભુ શ્રી રામે અયોધ્યાના વાસીઓને વૈકુંઠની પ્રાપ્તિ આપી. અયોધ્યાના લોકોએ કોઈ સાધન નથી કર્યા, પરંતુ તેમને પ્રભુની કૃપાથી આ આશીર્વાદ મળ્યો. આ પણ પ્રભુ શ્રી રામની પુષ્ટિ લીલાનો ભાગ છે.