રાધાષ્ટમી
રાધાષ્ટમી પુષ્ટિમાર્ગ શ્રીનાથજી દર્શન નાથદ્વારા, રાધા અષ્ટમી પુષ્ટિમાર્ગ કીર્તન, રાધારાણી જન્મ ઉત્સવ કીર્તન, રાધાષ્ટમી વ્રત કથા, રાધા રાણી જન્મ કથા , શ્રીનાથજી સેવાક્રમ.
તિથી : ભાદરવા સુદ આઠમ
આપના પ્રભુ શ્રી ક્રુષ્ણ ની સ્વામિનીજી શ્રી રાધારાણી ના પ્રાકટ્ય ઉત્સવ ની ખૂબ ખૂબ મંગલ વધાઈ.
રાધારાણીજી પણ પ્રભુ ની જેમ અજન્મા છે.
શ્રી રાધારાનીના દિવ્ય પ્રાકટ્ય સમયે નારદ મુનિ, ગર્ગાચાર્યજી, અને શાંડિલ્ય મુનિ આદિ પાધર્યાં, જેમણે અલૌકિક બાલિકાની દર્શન કર્યા.
શ્રી રાધારાની પ્રભુની અલૌકિક આનંદમયી શક્તિનું પ્રાકટ્ય છે. શ્રી રાધારાણીજીએ પ્રભુની સાથે સમગ્ર માં વ્રજકમલમાં દાનલીલા, માનલીલા, ચીરહરણ લીલા, અને રાસ લીલા જેવી અનેક અનેક લીલાઓ કરી છે. એક નિશ્છલ, નિસ્વાર્થ અલૌકિક પ્રેમનું ઉદાહરણ સ્થાપે છે.
આજનો ઉત્સવ જન્માષ્ટમીની જેમ જ મહત્વપૂર્ણ છે. અને તે અત્યંત આનંદ અને હર્ષ – ઉલ્લાસથી ઉજવાય છે.
श्रीनवनागरी प्यारी तू वृंदावनकी रानी
શ્રીનાથજી દર્શન – રાધાષ્ટમી
શ્રી રાધાષ્ટમી ની વધાઈ ના પદ – કીર્તન નીચે દર્શાવેલ ઈ-બૂક માં પ્રાપ્ય છે.
આ ઈ-બૂક પધ્ય સાહિત્ય માં પણ ઉપલબ્ધ છે.