નંદોત્સવ
નંદોત્સવ ગોકુલ, પુષ્ટિમાર્ગ નંદ મહોત્સવ શ્રીનાથજી દર્શન, નંદ ઉત્સવ પુષ્ટિમાર્ગ કીર્તન, નાથદ્વારા સેવા ક્રમ,પલના કે પદ, વ્રજ મહિમા , ક્રુષ્ણ જન્મોત્સવ.
તિથી : શ્રાવણ વદ નૌમ
” नंद घेर आनंद भयो.. जय कन्हैया लाल की
हाथी दीने, घोड़ा दीने और दीनी पालकी ll”
કાલ રાત્રે, કંસના કારાગારમાં પ્રભુનો જન્મ થયો. પછી, વસુદેવજી પ્રભુને યશોદાજીની પાસે પધરાવ્યા. આજ સવારે, ગોકુલમાં સમાચાર ફેલાયો. પછી, નંદરાઇજી આસપાસના ગામના વાસીઓને આમંત્રિત કરે છે.
વ્રજના વાસીઓ ને આનંદની લહર મહેસૂસ થાય છે. પ્રભુના આગમનથી પ્રકૃતિમાં અલગ છટા આવે છે. પ્રકૃતિના રંગો જીવંત થાય છે, અને પશુઓ અને પક્ષીઓ આનંદિત થાય છે. મીઠી, મધુર પવન ઉલ્લાસમાં નાચે છે. બધા વ્રજવાસી માં હર્ષોલ્લાસ છવાઈ જાય છે.
બધા લોકો અત્યંત ઉત્સાહ, આનંદ- પ્રમોદ ની સાથે , ક્રુષ્ણ જન્મોત્સવ – નંદ મહોત્સવ ઉજવે છે. નંદરાઈજી પ્રભુ ને પાલને જુલાવે છે. રમાડે છે. બધા વ્રજવાસી પ્રભુ ના દર્શન માટે આતુર થયા છે. પ્રભુ એ બધાના મન મોહવાનું આરંભ કરી દીધું છે. ભવ્ય જોશ ની સાથે પ્રભુ નો ગોકુલ માં જન્મોત્સવ ઉજવાય છે. જેને નંદ મહોત્સવ કહેવામાં આવે છે.
શ્રીનાથજી દર્શન – નંદોત્સવ
નંદ મહોત્સવ ના પદ – પાલના કીર્તન નીચે દર્શાવેલ ઈ-બૂક માં પ્રાપ્ય છે.
આ ઈ-બૂક પધ્ય સાહિત્ય માં પણ ઉપલબ્ધ છે.
कीर्तन – (राग : सारंग)
हेरि है आज नंदराय के आनंद भयो l
नाचत गोपी करत कुलाहल मंगल चार ठयो ll 1 ll
राती पीरी चोली पहेरे नौतन झुमक सारी l
चोवा चंदन अंग लगावे सेंदुर मांग संवारी ll 2 ll
माखन दूध दह्यो भरिभाजन सकल ग्वाल ले आये l
बाजत बेनु पखावज महुवरि गावति गीत सुहाये ll 3 ll
हरद दूब अक्षत दधि कुंकुम आँगन बाढ़ी कीच l
हसत परस्पर प्रेम मुदित मन लाग लाग भुज बीच ll 4 ll
चहुँ वेद ध्वनि करत महामुनि पंचशब्द ढ़म ढ़ोल l
‘परमानंद’ बढ्यो गोकुलमे आनंद हृदय कलोल ll 5 ll
कीर्तन – (राग : सारंग)
आज महा मंगल मेहराने l
पंच शब्द ध्वनि भीर बधाई घर घर बैरख बाने ll 1 ll
ग्वाल भरे कांवरि गोरस की वधु सिंगारत वाने l
गोपी ग्वाल परस्पर छिरकत दधि के माट ढुराने ll 2 ll
नाम करन जब कियो गर्गमुनि नंद देत बहु दाने l
पावन जश गावति ‘कटहरिया’ जाही परमेश्वर माने ll 3 ll