હોળી
હોળી પુષ્ટિમાર્ગ , હોલિકોત્સવ, હોળી પૂજન, શ્રીનાથજી ની હોળી માં અનુંઠિ પરંપરા, હોળી દહન કથા, શ્રીનાથજી સેવા ક્રમ, હોળી કીર્તન.
તિથી : ફાગણ સુદ ચૌદસ
વાર્તા પ્રસંગ :
કથા તો બધાને ખબર છે કે હિરણ્યકશ્યપુએ પોતાના પુત્ર ભક્ત પ્રહલાદને, જે ભગવાન વિષ્ણુના ઉપાસક હતા, મારવા માટે ઘણા પ્રયાસો કર્યા. તેમાંનો એક પ્રયાસ એ હતો કે તેની બહેન હોલિકાને વરદાન હતું કે જો તે ઓઢણી ઓઢીને અગ્નિમાં પ્રવેશ કરે તો અગ્નિ તેને કોઈ નુકસાન નહીં પહોંચાડે.
આ કારણસર હોલિકા પોતાના ભાઈના પુત્ર પ્રહ્લાદને લઈને અગ્નિમાં બેઠી. જેમ જ અગ્નિ પ્રજ્વલિત થઈ, તેની અંદરની મમતા જાગી. તેને પ્રહલાદની ભક્તિ પર સ્નેહ આવ્યો અને તેણે તે ઓઢણી પ્રહ્લાદને ઓઢાડી. જેના કારણે તે પોતે જ બળી ગઈ અને પ્રહલાદને કશું જ ન થયું.
આ કારણે આ ઉત્સવને ‘હોલિકા પૂજન’ કહે છે.”

નાથદ્વારામાં સામાન્ય રીતે હોલિકોત્સવ અને હોલિકા પ્રદીપન તિથિ પ્રધાન હોવાથી ફાલ્ગુન શુક્લ પૂર્ણિમાના દિવસે, અને ડોલોત્સવ નક્ષત્ર પ્રધાન હોવાથી જે દિવસે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર હોય તે દિવસે મનાવાય છે.
ઘણીવાર તિથિ વૃદ્ધિ થાય તો હોલિકોત્સવ ચતુર્દશીના દિવસે મનાવાય છે. હોલી પ્રદીપન પૂર્ણિમાના દિવસે સૂર્યોદય પૂર્વ મુહૂર્ત અનુસાર કરવામાં આવે છે. નાથદ્વારામાં શ્રીજીની સૌથી ઊંચી (32 ફૂટ) હોલી તૈયાર થાય છે. નાથદ્વારામાં સર્વ પ્રથમ શ્રીજીની હોળીનું દહન કરવામાં આવે છે ત્યારબાદ બધી હોલિકાદહન થાય છે.

શ્રીનાથજી દર્શન – હોળી ઉત્સવ
વસંત પંચમી કે પદ, હોરી દંડા રોપણ કે પદ, કુંજ એકાદશી કે પદ, શ્રી ગૂસાઈજી ની અષ્ટપદી, ડોલ કે પદ, હોળી ખેલ ના 40 દિવસ દરમિયાન નિત્ય સેવા ના કીર્તન નીચે આપેલ ઈ-બૂક માં છે.
જે અમારા પધ્ય સાહિત્ય શેકશન માં અવેલેબલ છે.