શ્રીનાથજી દ્વિતીયા પાટોત્સવ
પુષ્ટિમાર્ગ શ્રીનાથજી દ્વિતીયા પાટોત્સવ કેમ ઉજવવામાં આવે છે ? , ઇતિહાસ, શ્રી ગિવર્ધનનાથજી દ્વિતીય પાટોત્સવ સેવા ક્રમ, શ્રીનાથજી દર્શન, ઉત્સવ કીર્તન, દ્વિતીય પાટોત્સવ ઉત્સવ ભાવના, આજથી થતાં ઉષ્ણકાલીન સેવા ના ફેરફાર ની માહિતી.
તિથી : ફાગણ વદ એકમ
આજનો ઉત્સવ ચંદ્રાવલીજીની નો ઉત્સવ છે, માટે તેમની તરફથી રાજભોગમાં ચૈત્રી-ગુલાબના ફૂલોની મંડળીનો મનોરથ થાય છે. આજથી
૧૦ દિવસ કુંજલીલા યમુનાજીના ભાવના,
૧૦ દિવસ નિકુંજલીલા લલિતાજીના ભાવના,
૧૦ દિવસ નિબિડ નિકુંજલીલા ચંદ્રાવલીજીના ભાવના અને છેલ્લા
૧૦ દિવસ નિભૃત નિકુંજલીલા સ્વામિનીજીના ભાવના હોય છે.
આ ૪૦ દિવસની નિકુંજલીલા પછી શ્રી વલ્લભાધીશજીનું પ્રાગટ્ય છે. નિકુંજલીલાના સુંદર પદ આ દિવસોમાં ગવાય છે.
“नेक कुंज कृपा पर आईये…”(सूरदासजी)
“चलोकिन देखन कुंजकुटि…”(परमानंददासजी)
ઇતિહાસ :
જ્યારે શ્રીનાથજી વ્રજ થી મેવાડ પધાર્યા ત્યારે મહા વદ સાતમ તિથી પર સર્વ પ્રથમ જે સ્થાન આપ પાટ બીરાજ્યા હતા એ વર્તમાન સમય માં ખર્ચ ભંડાર તરીકે ઓળખાય છે. જે શ્રીનાથજી ની ચરણ ચોંકી તરીકે પણ જણાય છે.
અને, શ્રી ગોવર્ધનનાથજી વર્તમાન સમય માં જ્યાં પાટ બિરાજે છે એ સ્થાન પર આજની તિથી એ પાટ બિરાજ્યા હતા. આ કારણ થી આ ઉત્સવ દ્વિતીય પાટ ઉત્સવ કહેવાય છે.
શ્રી ક્રુષ્ણ વ્રજ લીલા – ઉત્સવ ભાવના :
આ ઉત્સવ સાથે એક મહત્વ નો ભાવ જોડાયેલ છે. વસંત પંચમી થી ડોલોત્સવ સુધી ના હોરી ખેલ ના ૪૦ દિવસ માં નંદ કુંવર આપના ભક્તો સાથે સાખ્ય ભાવ થી હોરી ખેલે છે. જેથી ભક્તો વગર સંકોચે સખા ભાવ થી હોરી ખેલ નો આનંદ લઈ શકે. જેથી ભક્ત પણ અધિકાર થી સખા ભાવ થી ફગવા મંગાવે, ઓઢણી ઓઢાડી ને સખી બનાવી નચાવે.
હવે આ ૪૦ દિવસ હોરી ખેલ પશ્ચાત ફરી વૈષ્ણવો માં દાસ્ય ભાવ સ્થાપિત થવો આવશ્યક છે. આ કારણ થી નંદરાઈજી પોતાના લાલન ને સ્નાન આદિ પશ્ચાત ફરીથી પાટ સિંહાશન પર બિરાજમાન કરી પૂર્વરત રીતે વ્રજરાજ કુંવર ના રૂપે ફરીથી સ્થાપિત કરે છે.
જેથી ફરીથી દાસ અને પ્રભુ ના સંબંધ ની સ્થાપના થાય. ભક્તો ના હૃદય માં પણ દાસ્ય ભાવ સ્થાપિત થાય છે. આ ભાવ થી આ ઉત્સવ મનાવાય છે.
આ સંદર્ભ માં પરમાનંદ દાસજી એ પદ ગાયું છે..
लाल नेक देखिये भवन हमारो |
द्वितीया पाट सिंहासन बैठे, अविचल राज तुम्हारो || 1 ||