ભક્તિવર્ધિની – ષોડશ ગ્રંથ 

શ્રી વલ્લભાચાર્યજી દ્વારા રચિત ષોડશ ગ્રંથ પૈકી એક ગ્રંથ : ભક્તિવર્ધિની ગ્રંથ.

ભક્તિવર્ધિની ગ્રંથ સાથે જોડાયેલ પ્રસંગ :

પુરુષોત્તમ જોશી ગુજરાતમાં રહેતા. એ સમયગાળા માં મહાપ્રભુજી ગુજરાત પધાર્યા. પુરુષોત્તમ જોશીએ આપના દર્શન કર્યા. ત્યારે પુરૂષોત્તમ જોશીએ શ્રીઆચાર્યજી પાસે આવી નમસ્કાર કરીને પૂછયું, મહારાજ ! ક્રર્મ માર્ગ મોટો કે જ્ઞાનમાર્ગ મોટો ?
ત્યારે શ્રીઆચાર્યજી કહે, જેના મનમાં દઢ જે માર્ગ આવે, જેમાં જેનો વિશ્વાસ હોય તેના મનથી તો તે માર્ગ મોટો અને મોટો તો ભક્તિમાર્ગ છે. જેમાં જીવ કૃતાર્થ થાય અને જ્ઞાનમાર્ગ અને કર્મમાર્ગથી કૃતાર્થ કઠિલતાથી થાય.
તે કોઈથી બની શકે નહિ. કેમકે કષ્ટસાધ્ય છે. આ કાલમાં શરીરને કષ્ટ આપ્યું ન જાય. જો કોઈ વદી શરીરનું કષ્ટ સહે તો મન ઠેકાણે ન રહે. તેથી ભક્તિમાર્ગીય જીવ કૃતાર્થ થાય. બીજો આશય નથી.
ત્યારે પુરુષોત્તમ જોશીએ કહ્યું કે મહારાજ ! ભક્તિનું સ્વરૂપ શું ? તે કૃપા કરીને કહીએ ત્યારે શ્રીઆચાર્યજી કહૈ. ભક્તિનું સ્વરૂપ વર્ણન કરીએ તો પાર ન આવે, પરંતુ કંઈક તને કહું છું ત્યારે ‘ભક્તિવર્ધિની‘. ગ્રંથ કરી અગિયાર શ્લોક પુરુષોત્તમ જોશીને સંભળાવ્યા, કેમ કે એ ઉત્તમ અધિકારી છે. તેથી બધું જ્ઞાન તેમને થઈ ગયું.
ત્યારે શ્રીઆચાર્યજીને દંડવત કરી તેમણે વિનંતી કરી, મહારાજ ! આટલા દિવસ અમે કર્મમાર્ગમાં રચ્યાપચ્યા રહ્યા પરંતુ કંઈ હાથ આવ્યું નહીં. વૃથા જન્મ ખોયો. હવે આપ અમને શરણે લો. આજ્ઞા કરો તે અમે કરીએ.
ત્યારે શ્રીઆચાર્યજીએ દઢ પ્રીતિ જોઈને નામ સંભળાવી બ્રહ્મસંબંપ કરાવું અને માથા ઉપર ચરણ પર્યા, હૃદય ઉપર ચરણ પર્યા. અને કહે કે તને ભક્તિમાર્ગ સ્ફુરશે. કઈક આવી જ રીતે મહાપ્રભુજી એ ગદાધારદાસ વૈષ્ણવ ને પણ ‘ભક્તિવર્ધિની’ ગ્રંથ નું અધ્યયન કરાવ્યું.

|| ભક્તિવર્ધિની ||

યથા ભક્તિઃ પ્રવૃદ્ધા સ્યાત તથોપાયો નિરૂપ્યતે  ।। 

બીજ-ભાવે દઢે તુ સ્યાત્ ત્યાગાત્ શ્રવણ-કીર્તનાત્ ।।૧।।

બીજ-દાઢર્ય -પ્રકારસ્તુ ગૃહે સ્થિત્વા સ્વધર્મતઃ ।।

અવ્યાવૃત્તો ભજેત્ કૃષ્ણં  પૂજયા શ્રવણાદિભિઃ ॥૨||

વ્યાવૃત્તોડપિ હરૌં  ચિત્તું શ્રવણાદૌ  ન્યસેત્ સદા ।।

તતઃ પ્રેમ તથાસક્તિ: વ્યસનં ચ યદા ભવેત્ ||૩।। 

બીજં  તદ્ ઉચ્ચતે શાસ્ત્રે દઢં  યન્ નાપિ નશ્યતિ ।। 

સ્નેહાદ્ રાગવિનાશઃ સ્યદ્દ  આસક્ત્યા સ્યાદ્દ  ગૃહારુચિ: ||૪| 

ગૃહસ્થાનાં બાધકત્વમ્ અનાત્મત્વ ચ ભાસતે ।। 

યદા સ્યાદ્દ વ્યસન કૃષ્ણે કૃતાર્થઃ સ્યાત્ તદૈવ હિ ||૫|| 

તાદશસ્યાપિ સતતં ગેહસ્થાનં વિનાશકમ્ ||

ત્યાગં કૃત્વા યતેદ યસ્તુ તદર્થાર્થૈક -માનસઃ ||૬||

લભતે સુદઢાં ભક્તિં  સર્વતો-ડવ્યધિકાં પરામ્ ||

ત્યાગે બાધક-ભૂયસ્ત્વં દુઃસંસર્ગાત્ તથા-ડન્નતઃ ।।૭।।

અતઃ સ્થેયં હરિ-સ્થાને તદીયૈ: સહ તત્પરે: ।।

અરે વિપ્રકર્ષે વા યથા ચિત્તં  ન દુષ્યતિ ||૮|| 

સેવાયાં વા કથાયાં વા યસ્યાસક્તિર દઢા ભવેત્ । 

યાવજ્-જીવં તસ્ય નાશો ન કુક્વાપીતિ મતિર્ મમ ।।૯। 

બાધ-સમ્ભાવનાયાન્તુ નૈકાન્તે વાસ ઈષ્યતે ।।

હરિસ્તુ સર્વતો રક્ષાં કરિષ્યતિ ન સંશય: ||૧૦||

ઇત્યેવં ભગવચ્-છાસ્ત્ર ગૂઢતત્ત્વ નિરૂપિતમ્ । 

ય એતત્ સમધીયીત તસ્યાપિ સ્યાદ્ દઢા રતિઃ ।।૧૧।। ।

।ઇતિ શ્રીવલ્લભાચાર્યવિરચિતા ભક્તિવર્ધિની સમ્પૂર્ણા ।।

Like Like