નવરત્નમ્ સ્તોત્રમ્ – ષોડશ ગ્રંથ

શ્રી વલ્લભાચાર્યજી મહાપ્રભુજી રચિત ષોડશ ગ્રંથ પૈકી એક નવરત્નમ્ સ્તોત્રમ્ ગ્રંથ.

નવરત્નમ્ સ્તોત્રમ્ ગ્રંથ સાથે જોડાયેલ વાર્તા પ્રસંગ :  

રચના પ્રસંગ

ખેરાળુ ગામના બ્રામ્હણ ગોવિંદ દુબે ના માતા પિતા આર્થિક રીતે સધ્ધર હતા,પણ ધાર્મિક વૃતિ ન હતી. જ્યારે ગોવિંદ દુબે નાનપણ થી જ વૈરાગી હતા. તીર્થ યાત્રા કરવા જ્યારે એમના માતા પિતા ના માન્યા ત્યારે પોતે એકલા યાત્રા કરવા ગયા.

બધા તીર્થો ની યાત્રા કરી દ્વારકા ગયા, ત્યાં થોડા દીવસ રોકાઈ કાશી ગયા. કાશી ના પંડિતો ને જોઈ એમને મન પંડિત બનવાની ઈચ્છા થઈ ત્યારે ત્યાં ઘાટ પર બેઠા હતા ત્યારે શ્રી મહાપ્રભુજી ત્યાં પધાર્યા. ત્યારે ગોવિદ દુબે એ આપશ્રી ના દર્શન કર્યા, વિનતિ કરી કે શાસ્ત્ર નું જ્ઞાન આપે.

શ્રી મહાપ્રભુજી એ એમની ઈચ્છા ને માન આપી બીજા દીવસ થી ભગવદ્ ગીતા ના શ્લોક શીખવાડી ભાવાર્થ કહ્યો પછી ગોવિંદ દુબે ને આજ્ઞા કરી બીજા શ્લોક ના અર્થ કરે. આમ ધીરે ધીરે આખી ભગવદ્ ગીતા નું જ્ઞાન એમને થયું, અને મહાપ્રભુજી માં સંપૂર્ણ વિશ્વાસ બેસ્યો એટલે બ્રમ્હસંબંધ ની વિનંતિ કરી.

મહાપ્રભુજી એ કહ્યું કે બ્રમ્હસંબંધ પછી વૈષ્ણવે પ્રભુ ની સેવા કરવી એ મુખ્ય કાર્ય છે. ત્યારે બ્રમ્હસંબંધ લઈ ગોવિંદ દુબે એમના ઘરે બિરાજતું ભગવદ સ્વરૂપ લઈ શ્રી મહાપ્રભુજી પાસે પુષ્ટ કરાવી પાછા ખેરાળુ ગામ આવી સેવા ચાલુ કરી,પરંતુ સેવા મા મન ન લાગે, ઠાકોરજી એમની સેવા સ્વીકારતા હશે કે નઇ એવા ઘણા પ્રશ્નો વિચાર્યા કરે.  ત્યારે એમને શ્રી મહાપ્રભુજી ને આ સમસ્યા ને લગતો પત્ર લખ્યો.

ત્યારે શ્રી મહાપ્રભુજી એ ચિંતા ને દૂર કરી સંપૂર્ણ ધ્યાન સેવા માં લગાવવું આજ્ઞા કરવા નવ શ્લોકો ની રચના કરી ને પત્ર માં આ ગ્રંથ મોકલ્યો અને નિત્ય પઠન કરવાની આજ્ઞા કરી. આ શ્લોકો પઠન કરી ને ગોવિંદ દુબે ની ચિંતા દૂર થઈ અને એમનું મન સેવા માં કેળવાયુ. આ નવ શ્લોકો રત્ન જેવા છે એટલે “નવરત્નમ્ સ્તોત્રમ્” નામ પડયું.

નવરત્નમ્ સ્તોત્રમ્

ચિન્તા કાપિ ન કાર્યા, નિવેદિતાત્મભિઃ કદાપીતિ |
ભગવાનપિ પુષ્ટિસ્થો, ન કરિષ્યતિ લૌકિકીં ચ ગતિમ્ ||૧||

નિવેદનં તુ સ્મર્તવ્યં, સર્વથા તાદૃશૈર્જનનૈ: |
સર્વેશ્વરશ્ચ સર્વાત્મા, નિજેચ્છાતઃ કરિષ્યતિ ||૨||

સર્વેષાં પ્રભુ સંબંધો ,ન પ્રત્યેકમિતિ સ્થિતિઃ |
અતોન્ય વિનિયોગેડપિ, ચિંતા કા સ્વસ્યસોપિ ચેત્ ||૩||

અજ્ઞાનાદથવા. જ્ઞાનાત, કૃતમાત્મનિવેદનમ્ |
યૈ: કૃષ્ણસાત્કૃતપ્રાણૈ – સ્તેષાં કા પરિદેવના ||૪||

તથા નિવેદને ચિંતા, ત્યાજયા શ્રી પુરુષોત્તમે |
વિનિયોગેડપિ સા ત્યાજ્યા, સમર્થો હિ હરિઃસ્વતઃ ||૫||

લોકે સ્વાસ્થ્યં તથા વેદે, હરિસ્તુ ન કરિષ્યતિ |
પુષ્ટિમાર્ગ સ્થિતો યસ્માત્, સાક્ષિણો ભવતાખિલાઃ ||૬||

સેવા કૃતિગુૅરોરાજ્ઞા – બાધનં વા હરીચ્છયા |
અતઃ સેવા પરં ચિત્તં, વિધાય સ્થીયતાં સુખમ્ ||૭||

ચિત્તોદ્વેગં વિદ્યાયાપિ, હરિયૅઘત્ કરિષ્યતિ |
તથૈવ તસ્ય લીલેતિ, મત્વા ચિન્તાંદુતં ત્યજેત્ ॥૮॥

તસ્માત સર્વાત્મના નિત્યં, શ્રીકૃષ્ણઃ શરણં મમ |
વદદભિ૨ેવ સતતં , સ્થેયમિત્યેવ મે મતિઃ ||૯||

|| ઈતિ શ્રીમદ્ વલ્લભાચાર્યવિરચિતં નવરત્ન સ્તોત્ર સંપૂર્ણમ્ ||

Like 23