ડોલોત્સવ – ધુરેટી
પુષ્ટિમાર્ગ ડોલોત્સવ નો અર્થ, પુષ્ટિમાર્ગ ધુરેટી ભાવ, ડોલોત્સવ સેવાક્રમ, શ્રી ક્રુષ્ણ હોળી લીલા,ડોલો ઉત્સવ ભાવ શ્રીનાથજી દર્શન, ધૂલિવન્દન, ધુરેન્ડી, ડોલ ઉત્સવ કીર્તન.
હોલિકા ઉત્સવ | હોલિકા પૂજન | હોલિકા દહન | ડોલોત્સવ ( ડોલ ) , ધૂલિવંદન ( ધુરેન્ડી ).
તિથી : ફાગણ સુદ પૂનમ
ડોલોત્સવ મહામહોત્સવ કહેવાય છે. શ્રી ચંદ્રાવલીજી ની સેવા નો આ મુખ્ય ઉત્સવ છે. શ્રી હરિરાઈ મહાપ્રભુજી ની ડોલોત્સવ ભાવના અનુસાર આ ઉત્સવ અત્યંત ગોપનીય લીલા છે.
ડોલોત્સવ ભાવ :
ડોલ – હિંડોલ
ડોલ નો અર્થ હિંડોલ માને જૂલો. લતા, વેલ, ફૂલ અને પાંદડા થી બનેલ જૂલો જેમાં પ્રભુ જુલે છે. આ બધી સામગ્રી ને ‘ડોલ’ રૂપ માં અંગીકાર કરી પ્રભુ ભક્તો ના હૃદય માં જુલે છે.
શ્રી ક્રુષ્ણ ડોલોત્સવ લીલા :
ગોકુલ માં નંદાલય માં યશોદા મૈયા અગ્નિકુમારિકા ની સહાય થી ડોલ નું નિર્માણ કરે છે. સાથે સાથે શ્રી રાધારાની ને આપની સખીઓ શ્રી ચંદ્રાવલીજી અને શ્રી લલિતાજી ની સાથે આમંત્રિત કરે છે. પછી યશોદા મૈયા રાધાજી ને પ્રભુ ને ડોલ જુલાવાની આજ્ઞા આપે છે.|
રાધાજી નંદાલય માં હોવાથી બાહીરી બાલ ભાવ અને આંતરિક માધુર્ય ભાવ થી ડોલ જુલાવે છે. બધી સખીઓ રાધાજી સાથે પ્રભુ ને ભારે ખેલ ખેલાવે છે. નંદજી અને યશોદાજી પણ પ્રભુને ભારી ખેલ ખેલાવે છે. પૂર્ણ પરિવાર મળી ને હોરી ખેલે છે. બધા વૃજ વાસી પણ ખેલ ના દર્શન કરે છે અને હોરી ખેલે છે.
શ્રી વૃષભાનજી અને શ્રી કિરતીજી પ્રભુ શ્રી ક્રુષ્ણ ને પોતાને ત્યાં આમંત્રિત કરે છે. પોતાના જમાઈ ને આમંત્રિત કરી વિવિધ પ્રકાર ની સામગ્રી આરોગાવે છે. અને પછી ગુલાલ,અબીર છાંટી ને હોળી ખેલાવે છે.
ડોલોત્સવ પ્રભુની ગુપ્ત અને દિવ્ય ક્રીડા છે. ડોલોત્સવ રાસ લીલા છે. આ કારણ થી આ લીલા ગિરિરાજજી, કુંજ આદિ સ્થાનો માં થાય છે.
મુખ્યતઃ ડોલ ૪ સ્થાને થાય છે.
१ શ્રી ગોવર્ધન માં ડોલ

२ કુંજ માં ડોલ

३ શ્રીમદ ગોકુલ માં ડોલ

४ યમુનાજી ના તટ પર ડોલ

कीर्तन – (राग : सारंग)
डोल झुलावत लाल बिहारी,नाम लेले बोले लालन प्यारी ।
हे दुल्हा दुलहनी दुलारी सुंदर सरस कुमारी ।।
नखसिख सुंदर सिंगारी केसु कुसुम सुहस्त सम्हारी ।
श्याम कंचुकी सुरंग सारी चाल चले छबि न्यारी।।१।।
वारंवार बदन निहारी अलक तिलक झलमलारी ।
रीझ रीझ लाल ले बलिहारी पुलकित भरत अंकवारी ।।
कोककला निपुन नारी कंठ सरस सुरहि भारी ।
सुयश गावत लाल बिहारी बिहारिन की बलिहारी ।।२।।
કુંજ માં બધી સ્વામીનીજી માધુર્ય ભાવથી ડોલ નું નિર્માણ કરે છે. પછી યુગલ સ્વરૂપ ને ડોલ માં બિરાજીત કરે છે. પછી આપને હોરી ના રંગ થી, કેસુડાં જલ થી ભારી ખેલ ખેલાવે છે. એક બીજા સાથે ખેલે છે. આ ચંદ્રાવલીજી ની સેવા નો ક્રમ છે. ડોલ આ ૪૦ દિવસ હોરી ખેલ નો ઉત્તમ ઉત્સવ છે જેથી મહા મહોત્સવ કહેવામાં આવે છે.
પુષ્ટિમાર્ગીય હવેલી માં ડોલ નું અધિવાસન થાય છે.
પુષ્ટિમાર્ગમાં દોલોત્સવને કામ-વિજય ઉત્સવ પણ કહેવાય છે. વસંત પંચમી (જેને મદન પંચમી પણ કહેવાય છે) પર કામદેવનું પ્રાદુર્ભાવ થયું. અને તેમણે આપણા યોગેશ્વર પ્રભુ શ્રીકૃષ્ણને પોતાના અર્થાત કામના વશમાં કરવાની ઠાની.
ગુલાલ, અબીર, ચોવા, ચંદન, અરગજા વગેરે સુગંધિત સાધનો અને રંગો કામોદ્દીપક માનવામાં આવે છે. અને દરરોજ તેના ઉપયોગથી પ્રભુ કામના વશમાં થશે એ કામદેવનું ભ્રમ હતું. આ ઉપરાંત સ્ત્રી વેશ (વિવિધ પ્રકારની ચોલીઓ) પહેરીને પણ કામદેવે પ્રભુને કામના વશમાં કરવાની કુચેષ્ટા કરી પરંતુ શ્રી કૃષ્ણને યોગેશ્વર એમ જ નથી કહેવાતા.
કેટલાક વાદ્ય યંત્રોની ધ્વનિ પણ કામોદ્દીપક માનવામાં આવે છે. અતઃ ઢપ, ઢોલ વગેરે વાજંત્રો વગાડીને, રસિયા (બેઠા અને ઊભા), ધમાર અને અમર્યાદિત ગાળો ગાઈને પ્રભુને ભોગી સિદ્ધ કરવાનો નિરર્થક પ્રયાસ કર્યો. અંતતોગત્વા ચાલીસ દિવસના નિરર્થક પ્રયાસ પછી કામદેવે પ્રભુ પાસે ક્ષમા માંગી.
ત્યારે યોગેશ્વર પ્રભુ શ્રીકૃષ્ણે દોલોત્સવના રૂપમાં કામ-વિજય ઉત્સવ મનાવ્યો. આજે સૌથી વધુ ગુલાલ કામ પર વિજયના ભાવે ઉડાડવામાં આવે છે.
વસંત પંચમી કે પદ, હોરી દંડા રોપણ કે પદ, કુંજ એકાદશી કે પદ, શ્રી ગૂસાઈજી ની અષ્ટપદી, ડોલ કે પદ, હોળી ખેલ ના 40 દિવસ દરમિયાન નિત્ય સેવા ના કીર્તન નીચે આપેલ ઈ-બૂક માં છે.
જે અમારા પધ્ય સાહિત્ય શેકશન માં અવેલેબલ છે.