અક્ષય નવમી – પુષ્ટિમાર્ગ

અક્ષય નવમી પુષ્ટિમાર્ગ સેવાક્રમ , અક્ષય નવમી કે પદ,  અક્ષય નવમી કથા, શ્રી ક્રુષ્ણ ઇન્દ્ર દમન લીલા,ગોવિંદાભિષેક, શ્રીનાથજી દર્શન

તિથી  : કારતક સુદ નૌમ

આજ ના ઉત્સવ ને આમલા નવમી પણ કહેવાય છે. આજે આમળા અર્થાત સફેદ પેઠા નું દાન થાય છે. પુષ્ટિમાર્ગ માં આમલા ભોગ નું વર્જન છે. તેથી બધા પુષ્ટિમાર્ગ મંદિરો માં પેઠા ની સામગ્રી સિદ્ધ કરી ને ઠાકોરજી ને ધરાવાય છે.

શ્રી ક્રુષ્ણ લીલા પ્રસંગ  :

ગોવર્ધન પૂજાના ઉત્સવ પર પ્રભુ શ્રી કૃષ્ણે વ્રજવાસીઓને ઇન્દ્ર દેવની પૂજા ન કરીને ગિરિરાજજી અને ગાયોની પૂજા કરવાની સલાહ આપી. ગોવર્ધન પૂજા અને અન્નકૂટનું આયોજન કરાયું. જ્યારે આ વાત ઇન્દ્રદેવને ખબર પડી, ત્યારે અહંકારવશ તેમણે વ્રજમંડલમાં ભારી વરસાદ શરૂ કરી દીધો અને પ્રલયની સ્થિતિ ઉત્પન્ન કરી દીધી.

गोविंदाभिषेक अक्षय नवमी

ત્યારે આપણા પ્રભુએ શ્રી ગોવર્ધનનાથજીના સ્વરૂપથી ગોવર્ધન ધારણ કર્યો અને સમગ્ર વ્રજને સનાથ કર્યું. જ્યારે સ્થિતિ વધુ વિકટ બની, ત્યારે વ્રજવાસીઓ ચિંતિત થયા. પ્રભુએ શ્રી ગોકુલનાથજીના સ્વરૂપથી એક હસ્ત થી ગોવર્ધન ધારણ કર્યો અને બીજા હસ્ત થી શંખ ધર્યો.

આ શંખે સમગ્ર જળ અને તોફાનનું શોષણ કર્યું.  અને વ્રજભક્તોને અનન્યાશ્રય સિદ્ધ કરવા માટે બે શ્રી હસ્ત પ્રગટ કરીને તેમનો ભય દૂર કર્યો અને આશ્રય દૃઢ કર્યો. સાત દિવસ સતત વરસાદ પછી પણ વ્રજમાં કોઈ હાનિ ન થઈ. સ્થિતિ જેમ હતી તેમ જ રહી.

गोविंदाभिषेक अक्षय नवमी
Gokulnathji Nidhi Swaroop

..

પછી ઇન્દ્રદેવનો મદ ભાંગ્યો. માતાની આજ્ઞાથી સુરભિ ગાય સાથે લઈને, ઐરાવત પર બિરાજીને પ્રભુના ચરણોમાં આવ્યા. અપરાધ માટે ક્ષમા યાચના કરી. સુરભિ ગાયના કારણે પ્રભુએ તેમને ક્ષમા કરી. સુરભિ ગૌ માતાએ પ્રભુને તેમના સ્વામી – ભગવાન માનીને “ગોવિંદ” કહીને પુકાર્યા. પ્રભુ ગાય – ગૌ અને ઇન્દ્રિયોના સ્વામી છે.

પછી ઇન્દ્ર દેવે ઐરાવતની સૂંઢથી જળનું અભિષેક અને સુરભિ ગાયના દૂધથી પ્રભુનું દુગ્ધ અભિષેક કર્યું. એટલે આ ઉત્સવને ગોવિંદાભિષેક પણ કહેવાય છે.

Akshay Navmi Mahatmya | Indra man bhang lila | Govind kund katha | Krishna leela darshan| Shrinathji

અભિષેક થી એક કુંડ નું નિર્માણ થયું. જે ગોવિંદ કુંડ તરીકે પ્રખ્યાત થયું. જ્યાં નિશ્છલ વૈષ્ણવો ને આજે પણ ભાવથી દર્શન કરવા પર દૂધ ની ધાર ના દર્શન થાય છે.

360view govind kund darshan

ઇન્દ્રદેવે પ્રભુ ના પ્રતિદિન ના આઠ ભોગ હોય ત્યારે સાત દિવસ ના કુલ છપ્પન ભોગ પ્રભુ ને ધરીને પ્રભુ ની સેવા કરી. પ્રભુ એ પ્રસન્ન થયને એમને આપનું શ્રી ગોકુલનાથજી નું સ્વરૂપ સેવા માં પધરાવ્યું. જે આજે ગોકુલ માં ચતુર્થ ગૃહ નિધિ ના રૂપે બિરાજમાન છે.

શ્રીનાથજી દર્શન – અક્ષય નવમી  

गोविंदाभिषेक अक्षय नवमी श्रीनाथजी दर्शन

आज अन्नकूट के वस्त्र, श्रृंगार ही होवे। पुरे दिन तुलसी की माला आवे। भोग आरती में तुलसी की गोवर्धन माला आवे।

वस्त्रः- चागदार बागा, चोली, कूल्हे सब फुलकशाही, रूपहरी जरी के। सुथन लाल सलीदार जरी की। पटका सुनहरी जरी को। ठाड़े वस्त्र अमरसी। गोकर्ण लाल जरी के। पिछवाई चितराम की, बड़ी गायन की। अब शीतकाल में चितराम की पिछवाई नहीं आवे।

आभरणः- श्रृंगार दो जोड़ी के। एक माणक की, एक पन्ना की। सब आभरण को मेल अन्नकूट जेसो मिलानो। टोडर, त्रवल दोनों आवे। चोटीजी धरावे। बनमाला को श्रृंगार। कस्तूरी, कली आदी सब आवे। श्रीमस्तक पे पांच मोर चन्द्रिका को जोड़ धरावे। वेणुजी हीरा के, वेत्र एक हिरा को, एक सोना को। पट नित्य को, गोटी जडाऊ।

आरती पीछे श्रीकंठ के श्रृंगार बड़े करके, छेड़ान के श्रृंगार करने। कूल्हे रहे जासु लूम तुर्रा नहीं आये। पिछवाई फुलक शाही जरी की धरावे।

शयन भोग में पेठा बड़ी को शाग अरोगे। केसर युक्त पेठा आवे।

मंगला – प्रथम गौचारण चले गोपाल 

राजभोग – सोहत लाल लकूट कर राती 

शयन – कैसे कैसे गाय चराई 

पोढवे – राय गिरधरन संग राधिका रानी

Seva kram  courtesy: Shrinathji Temple Nathdwara Management | 

ધન તેરસ થી દેવ પ્રબોધિની એકાદશી  સુધી ના બધા ઉત્સવ ના પદ – કીર્તન નીચે આપેલ ઈ-બૂક માં પ્રાપ્ય છે. ઇન્દ્રમાન ભંગ લીલા કે પદ નીચે આપેલ ઈ-બૂક માં પ્રાપ્ય છે.

धन त्रयोदशी से देव प्रबोधिनी एकादशी के पद

આ બુક અમારા પધ્ય સાહિત્ય શેકશન માંથી પણ પ્રાપ્ય છે.

પુષ્ટિમાર્ગ નિધિ સ્વરૂપ શ્રી ગોકુલનાથજી અને શ્રીનાથજી ની સ્વરૂપ ભાવના, લીલા, પ્રાકટ્ય પ્રસંગ, ઇતિહાસ ની જાણકારી નીચે આપેલ ઈ-બૂક માં પ્રાપ્ય છે.

Nidhi swaroop pushtimarg information

જે ગધ્ય સાહિત્ય માં પણ ઉપલબ્ધ છે.