દિવાળી
દિવાળી પુષ્ટિમાર્ગ સેવા ક્રમ, દીપોત્સવ શ્રીનાથજી દર્શન, દિવાળી કીર્તન, કાન જગાઈ- ગોકર્ણ જાગરણ નો અર્થ, દીપ મલિકા ભાવ, હટરી નો અર્થ અને શ્રી ક્રુષ્ણ લીલા જાણકારી.
તિથી : આસો વદ અમાસ
આજે દિવાળી નો મંગલ દિવસ છે. આમ તો સમગ્ર ભારત વર્ષ માં આ ઉત્સવ ભવ્ય ઉત્સાહ થી મનાવાય છે. પુષ્ટિમાર્ગ ની અંદર અમુક વિશેષ ભાવ થી આ ઉત્સવ ને મનાવાય છે. પુષ્ટિમાર્ગ ના સેવા ક્રમ માં પ્રભુ ની વ્રજ ની લીલા ની ઝાંખી જોવા મળે છે.
આજે પ્રભુને શરદ પૂર્ણિમા ની જેમજ પોંઢાવતા સમયે શૃંગાર વડા નથી થતાં. તેમજ સેવામાં પોંઢાવવા ના કીર્તન તથા બીજે દિવસે જગાવવા ના કીર્તન નથી ગવાતા. આજના દિવસે દીપ માલિકા, કાન જગાઈ અને હટરી જેવા મનોરથ થાય છે.

દીપ માલિકા
આજે ઠાકોરજી ની સનમુખ વિશેષરૂપે દીપમાળા પ્રગટાવવામાં આવે છે. તે એવી રીતે ધરાઇ છે કે પ્રભુના શ્રી મુખારવિંદ પર પ્રકાશ પડે નઈ.
દીવાનો ભાવ :
દીવો માટીનો બનેલો છે. અને માટી એ દીનતા નો ભાવ છે, દીનતા ભાવ વાળો જીવ પાત્રતા ધરાવે છે. વાટ કપાસની બનેલી છે. જે કોમળ અને કોઈપણ પરિસ્થિતિમાં પ્રભુ ની સેવાને લાયક બનવા માટે તત્પર રહે છે. એવો ભાવ અહી રહેલો છે.
ઘી એ રસિક જનો ની વાણી અને સત્સંગનો ભાવ છે. ઘી થી પ્રગટેલો દીવો દીનતા ભાવ ધરાવતો , સત્સંગથી પોષાયેલો અને પ્રભુની સેવા કરવાની તત્પરતા ધરાવતા જીવ નો ભાવ છે.
કાન જગાઈ
કાન જગાઈ ના ભાવ વિષે ની સમજૂતી મેળવવા નીચે આપેલ લિન્ક પર ટચ કરીને અથવા ઉપર આપેલ ચિત્રજી પર સ્પર્શ કરીને અમારા વાર્તા પ્રસંગ ના સેક્શન પર જાઓ.
“ગોકર્ણ જાગરણ”
હટડી મનોરથ
હટડી મનોરથ ના ભાવ ની સમજૂતી માટે નીચે આપેલ લિન્ક પર ટચ કરીને અથવા ઉપર આપેલ ચિત્રજી પર સ્પર્શ કરીને અમારા વાર્તા પ્રસંગ ના સેક્શન પર જાઓ.
” હટડી ભાવ “
શ્રીનાથજી દર્શન
ધન તેરસ થી દેવ પ્રબોધિની એકાદશી સુધી ના બધા ઉત્સવ ના પદ – કીર્તન નીચે આપેલ ઈ-બૂક માં પ્રાપ્ય છે.
આ બુક અમારા પધ્ય સાહિત્ય શેકશન માંથી પણ પ્રાપ્ય છે.