પુષ્ટિમાર્ગ સાંઝી પ્રારંભ
પુષ્ટિમાર્ગ સાંઝી પ્રારંભ, સાંઝી નો અર્થ, સાંઝી વ્રજ રીત, પ્રભુ ની શ્યામા સખી લીલા, સાંઝી કલા ની પૂર્ણ સમજ, શ્રીનાથજી સેવા ક્રમ સાંઝી, સાંઝી માતા અને વ્રજ ના ગોપી જન, વ્રજ ની સાંઝી કલા, શ્રીનાથજી દર્શન, સાંઝી ના પદ , સહિત ની જાણકારી.
તિથી : ભાદરવા સુદ પૂનમ
સાંઝિ ના દિવસો માં પ્રભુ ની લીલા
સારસ્વત કલ્પમાં આ દિવસોમાં રાધાજીને કહેવાયું કે તેમને પ્રેમ સ્વરૂપ સંધ્યાદેવીની પૂજા કરવી જોઈએ. જેમને સાંજી પણ કહેવાય છે. તેમની પૂજા કરવાથી એક ઉત્તમ વરની પ્રાપ્તિ થાય છે. રાધાજીનો મનોરથ એક જ છે, નંદલાલનું વરના સ્વરૂપમાં મળવું. એટલે રાધારાણી તેમની સખીઓ સાથે આ ઉત્સવની તૈયારીમાં જોડાઈ ગઈ.
પ્રભુને આ ઉત્સવ વિશે જાણ થઈ અને જોડાવાનો મનોરથ થયો. પરંતુ સમસ્યા એ હતી કે આ પૂજા માત્ર ગોપિકા જ કરી શકે છે. પ્રભુએ તો ઠાન લીધું હતું કે તેઓ આ પૂજામાં સખીઓ સાથે જોડાશે. પછી લીલાધર પ્રભુએ એક સખીનું વેશ ધારણ કર્યું અને શ્યામા સખી બનીને બરસાના ગયા.
બરસાના જઈને સખીઓ સાથે તૈયારીમાં જોડાઈ ગયા. પુષ્પો એકત્ર કરવા લાગ્યા.
આ પૂજા દરમિયાન, ગોપીઓ ભીંત પર સાંજી માંડતી (રચતી) હતી અને તેમને ભોગ ધરાવતી હતી.
બધી સખીઓ શ્યામા સખીની કલા કુશળતાથી અચંભિત હતી.
ઘણીવાર રાત્રે મોડું થવાથી પ્રભુ ત્યાં જ રોકાઈ જતા હતા.
સાંજીની ૧૪ દિવસની સાધના કરવામાં આવે છે, અને ૧૫મા દિવસે કોટ આરતી કરવામાં આવે છે. ૧૪ લોકના નાથ પ્રભુની પ્રાપ્તિ માટે જ આ ૧૪ દિવસ પૂજા કરવામાં આવે છે. સંધ્યાદેવીની પૂજાથી જ ગોપિકાઓએ પરમ ફળ સ્વરૂપ મહારાસમાં રાસેશ્વર પ્રભુ શ્રી કૃષ્ણને પ્રાપ્ત કર્યા.
પુષ્ટિમાર્ગ માં સાંઝી ની વિશેષતા
પુષ્ટિમાર્ગ વિવિધ પ્રકારની કલાઓથી સમૃદ્ધ માર્ગ છે. પ્રભુના સુખાર્થે સંપૂર્ણ વર્ષ દરમિયાન અનેક કલાઓ પ્રભુને સમર્પિત કરવામાં આવે છે. પાક કલા, સજાવટ, ક્રાફ્ટિંગ, ગાયન, વાદન, નૃત્ય, શૃંગાર, શૃંગાર બનાવટ, રંગોલી, અને અન્ય કલાઓની બારીકી અને પારંગતતા સાથે સેવામાં ઉપયોગ થાય છે. તેમાંથી એક કલા સાંજી ની છે.
પુષ્ટિમાર્ગમાં બધા મંદિરોમાં અને વૈષ્ણવના ઘરે બિરાજમાન સેવ્ય ઠાકુરજીના સન્મુખ આ દિવસોમાં સાંજીનું નિર્માણ કરવામાં આવે છે. વિવિધ પ્રકારની સાંજી પ્રભુના સન્મુખ ધરવામાં આવે છે.
પુષ્ટિમાર્ગ સાંજીના મૂળભૂત રૂપે ચાર પ્રકાર છે.
આચાર્ય શ્રી પરમ પૂજ્ય ગોસ્વામી શ્રી અન્વય બાવાશ્રી દ્વારા જલ ની સાંઝી સિદ્ધ કરવાની રીત.
આ ચાર પ્રકારથી પ્રભુના ૮૪ કોશ વ્રજમંડલની અલગ અલગ સ્થળ વન, ઉપવન, કુંડ, ઘાટ અને પ્રભુની ભિન્ન લીલાની સાંજી સજ્જ કરવામાં આવે છે. ગુરુ ઘરની પ્રણાલિકા અનુસાર કયા દિવસે કઈ સાંજી સજ્જ કરવી તેનો નિર્ણય લેવાની આગ્રહ રાખવો જોઈએ. સાંજીના બધા દિવસોના ઉદાહરણો આપ અમારા પ્લેટફોર્મ પર પ્રાપ્ત કરી શકો છો.
સાંઝી ના બધા ઉદાહરણ આપ અમારા પ્લેટફોર્મ માં ઝાંખી શેકશન માં ચિત્રજી શેકશન માં પ્રાપ્ત કરી શકાશે. લિન્ક નીચે મુજબ છે.