શ્રી કૃષ્ણાશ્રયઃ – ષોડશ ગ્રંથ

શ્રી વલ્લભાચાર્યજી મહાપ્રભુજી રચિત ષોડશ ગ્રંથ પૈકી એક શ્રી કૃષ્ણાશ્રયઃ ગ્રંથ.

શ્રી કૃષ્ણાશ્રયઃ ગ્રંથ સાથે જોડાયેલ વાર્તા પ્રસંગ :  

પંજાબ રાજ્ય ના લાહોર શહેર માં એક બ્રામ્હણ રહેતા તેમના પુત્ર નું નામ બુલારામ હતું. તેમની અટક મિશ્ર હતી. લોકો બુલારામને બુલા મિશ્ર કહી ને બુલાવતા. તેમના પિતા એ તેમને પંડિત ને ત્યાં ભણવા મોકલ્યા.

ત્યાં ૫ રૂપિયા માંગીયા તેથી બુલામીશ્ર પાછા આવી ગયા. પછી પિતા ને કાશી ભણવા જવાની વાત કરી ત્યારે પિતાએ કહ્યું એકલા બાર જવાની હિંમત નથી ને ભણવા જવું છે આવું સાંભળી ને બુલામિશ્ર ને ખોટું લાગ્યું અને ઘર છોડી ને નિકળી ગયા.

કાશી પહોંચ્યા. ત્યાં એક પંડિત ને મનાવીને વિધ્યા પ્રાપ્ત કરવાનું ચાલુ કર્યું. પંડીતે ત્રણ વર્ષ સુધી ભણાવવાની કોશિશ કરી છેલે કંટાળી ને કીધું કે ત્યારે જ્યાં જવું હોય ત્યાં જા. બુલામીશ્ર જીવન થી કંટાળી ને કાશી ના ઘાટે આત્મહત્યા ના હેતુ થી ત્રણ દીવસ સુધી અન્ન જળ ત્યાગી ને બેઠા.

ત્યારે જળ માંથી અવાજ આવ્યો કે “હું સરસ્વતી છું, ભગવાન ની ઈચ્છા નથી તેથી હું કઈ નઇ કરી શકું તેથી તું આત્મહત્યા નો વિચાર ટાળી દે. બુલામીશ્ર એ વિચાર્યું કે ભગવાન ની જ ઈચ્છા નથી કે મને વિધ્યા મળે તો હું એમની ભક્તિ કરી ને એમની ઈચ્છા બદલીશ.

તેથી તેમણે ત્રણ દીવસ થી અન્ન જળ ત્યાગી ને વિષ્ણુ નામ નો જાપ કર્યો. ત્યારે તેમણે પ્રભુ ના ચતુર્ભુજ સ્વરૂપ ના દર્શન થયા આજ્ઞા કરી કે તું અડેલ માં શ્રી વલ્લભ ને ત્યાં જા તને વિધ્યા મળશે. બુલામીશ્ર અડેલ માં જઈ શ્રી મહાપ્રભુજી ના દર્શન કર્યા.

ત્યારે શ્રી મહાપ્રભુજી એ સામે થી તેમને બોલાવ્યા અને આજ્ઞા કરી કે “તમે ભાગ્યશાળી છો કે ભગવાને તમને દર્શન આપ્યા. શું હજી તમને વિધ્યા લેવાની ઈચ્છા છે ?” ત્યારે બુલામિશ્ર એ કીધું કે તમારા દર્શન કર્યા હવે મને વિધ્યા ઈચ્છા નથી પરંતુ ભગવાન ના દર્શન થી હજી મારુ મન ભરાણું નથી તેથી મારે વિધ્યા ની બદલે ભક્તિ પ્રાપ્ત કરવી છે.

ત્યારે શ્રી મહાપ્રભુજી એ પ્રસન્ન થઈ શ્રી યમુનાજી માં સ્નાન કરાવી બ્રમ્હસંબંધ આપ્યું અને ૧૧ શ્લોકો નો ગ્રંથ “શ્રી કૃષ્ણાશ્રય” નું દાન આપી ને શીખવાડયુ. કહ્યું કે કલિયુગ માં પ્રભુ પ્રાપ્તિ ના બધા જ માર્ગ ભ્રષ્ટ થયા છે ત્યારે માત્ર શ્રી કૃષ્ણ નો આશ્રય જ જીવ નો ઉદ્ધાર કરી શકે છે.

શ્રી કૃષ્ણાશ્રય ગ્રંથ

(શ્રી કૃષ્ણાશ્રયઃ નો પાઠ શ્રી પ્રભુની સન્મુખ કરવો.)

સર્વમાર્ગેષુ નષ્ટેષુ, કલૌચ ખલ ધર્મિણિ |
પાષંડ પ્રચુરે લોકે, કૃષ્ણ એવ ગતિર્મમ ||૧||
મ્લેચ્છાક્રાન્તેષુ દેશેષુ, પાપૈકનિલયેષુ ચ ।
સત્પીડા વ્યગ્રલોકેષુ, કૃષ્ણ એવ ગતિર્મમ ॥૨॥
ગંગાદિ તીર્થવર્યેષુ, દુષ્ટૈરેવાવૃતેષ્વિહ ।
તિરોહિતાધિદૈવેષુ, કૃષ્ણ એવ ગતિર્મમ ॥૩॥
અહંકાર વિમૂઢેષુ, સત્સુ પાપાનુવર્તિષુ |
લાભ પૂજાર્થ યત્નેષુ, કૃષ્ણ એવ ગતિર્મમ II૪॥
અપરિજ્ઞાન નષ્ટેષુ મંત્રેષ્વવૃત યોગિષુ |
તિરોહિતાર્થ દેવેષુ, કૃષ્ણ એવ ગતિર્મમ II૫||
નાના વાદ વિનષ્ટેષુ, સર્વ કર્મ વ્રતાદિષુ ।
પાષંડૈક પ્રયત્નેષુ, કૃષ્ણ એવ ગતિર્મમ ||૬||
અજામિલાદિ દોષાણાં, નાશકોનુભવે સ્થિતઃ |
જ્ઞાપિતાખિલ માહાત્મ્યઃ, કૃષ્ણ એવ ગતિર્મમ ||૭||
પ્રાકૃતાઃ સકલા દેવા, ગણિતાનન્દકં બૃહત્ |
પૂર્ણાનંદો હરિસ્તસ્માત્, કૃષ્ણ એવ ગતિર્મમ ॥૮॥
વિવેકધૈર્ય-ભક્ત્યાદિ-રહિતસ્ય વિશેષતઃ |
પાપાસક્તસ્ય દીનસ્ય, કૃષ્ણ એવ ગતિર્મમ ||૯||
સર્વ સામર્થ્ય સહિતઃ, સર્વત્રૈવાખિલાર્થકૃત્ |
શરણસ્થ સમુદ્ધારં, કૃષ્ણ વિજ્ઞાપયામ્યહમ્ ||૧૦||
કૃષ્ણાશ્રયમિદં સ્તોત્ત્રં, યઃ પઠેત્ કૃષ્ણ સન્નિધૌ |
તસ્યાશ્રયો ભવેત્ કૃષ્ણ, ઈતિ શ્રી વલ્લભોબ્રવીત્ ।।૧૧।।
।। ઈતિ શ્રીમદ્ વલ્લભાચાર્ય-વિરચિતં કૃષ્ણાશ્રય સ્તોત્રં સંપૂર્ણમ્ ॥

Like 7