વસંતોત્સવ ની ભાવના
પુષ્ટિમાર્ગ અને વ્રજમાં વસંત પંચમી થી 40 દિવસ સુધી વસંતોત્સવ મનાવાય છે, વસંતોત્સવ ની ભાવના પુષ્ટિમાર્ગ અનુસાર સમજીએ. પાનખર ઋતુ પછી નવી ઋતુ ના આગમન થી આખી પ્રકૃતિ ખીલી ઉઠે છે. આમ તો ફાગણ અને ચૈત્ર વસંત ઋતુના મહિના છે. પરંતુ આપણા પુરાણોમાં એક વાત કહેલી છે કે દરેક ઋતુનું ગર્ભાધાન ૪૦ દિવસ પહેલાં થાય છે.
તેથી પુષ્ટિમાર્ગમાં વસંતોત્સવ- હોળીખેલનો પ્રારંભ હોળીના ૪૦ દિવસ પહેલાં એટલે કે વસંતપંચમીથી થાય છે
કુલ ગોપીજનો – વ્રજભક્તો મુખ્ય 2 પ્રકાર ના હોય છે,
-સગુણ
-નિર્ગુણ
સગુણ ગોપીજનો માં મુખ્યત્વે 3 પ્રકાર હોય છે
-રાજસ
-તામસ
-સાત્વિક
એમ સગુણ ના કુલ ત્રણ પ્રકાર રાજસ,તામસ અને સાત્વિક ; અને નિર્ગુણ ગોપીજનો એમ કુલ ગોપીજનો ના ગુણ ના આધારે 4 યૂથ બને છે. અને હોરી ખેલ- વસંતોત્સવ એ દાસ્ય ભાવ ના સ્થાને સાખ્ય ભાવે પ્રભુ ની સેવા નો અનેરો અવસર છે. ભક્તો ના મનોરથ પૂર્ણ કરવા માટેનો ઉત્સવ છે. તેથી 4 યૂથ (રાજસ,તામસ,સાત્વિક અને નિર્ગુણ)ના ગોપીજનો માટે 10 -10 દિવસ એમ કુલ 40 દિવસ ગોપીજનો ના મનોરથ પૂર્વ કરવા માટે પ્રભુ હોરીખેલ ખેલે છે જે કારણ થી 40 દિવસ વસંતોત્સવ-હોરી ખેલ મનાવાય છે. અને 41 મો દિવસ ડોલોત્સવ.
વસંતોત્સવ ની ભાવના માં આ 41 દિવસ માં,
પેલા વસંત પંચમી થી 10 દિવસ વસંત ના ખેલ નંદ ભવન માં હોય છે , અને આ 10 દિવસ શ્રી યમુનાજી ની સેવા ના છે.
પછી હોરી દંડા રોપણ થી 10 દિવસ ધમાર ના ખેલ પોળ માં હોય છે. અને આ 10 દિવસ શ્રી ચંદ્રાવલીજી ની સેવા ના છે.
ત્યારબાદ , મહા વદ અગયારસ થી 10 દિવસ ફાગ ખેલ ગલિયો માં હોય છે. અને આ 10 દિવસ શ્રીલલિતાજી ની સેવા ના છે.
અને ફાગણ સુદ છઠ થી 10 દિવસ ફાગ ના ખેલ ગામ ની બહાર ના ચોક માં હોય છે. અને આ 10 દિવસ શ્રીરાધાજી ની સેવા ના છે
અને 41 મો દિવસ ડોલોત્સવ જેમાં પ્રભુ ડોલ જુલે છે.
વસંત પંચમી પ્રથમ 10 દિવસ વસંત ના દિવસો છે જેમાં વસંત પંચમી ના દિવસે એક કળશ માં આંબાના પાન, આમ્રમંજરી, ફૂલ ઇત્યાદિ ના કળશ નું અધિવાસન થાય જે પ્રેમ નું પ્રતિક છે. પ્રેમ ની પૂજા થાય. વસંત ના કીર્તન ગવાય છે , આ 10 દિવસ ખેલ હલકા હોય છે અને વસંત ઋતુ માં પ્રભુ ને પ્રકૃતિ પર દ્રષ્ટિ કરવવાનો મૂળ ભાર હોય છે. રાગ વસંત ગવાય છે અને ખેલ હલકા પ્રમાણ માં રમાય છે ધીરે ધીરે અધિક થતો જાય છે.
મહા સુદ પૂનમ પર હોરીદંડા રોપણ નો ઉત્સવ મનાવાય છે. વ્રજ રીતિ અનુસાર નંદબાબા સમગ્ર પરિકર સાથે શ્રીમદ ગોકુલ ના ચોહટા પર કિર્તનો ગાયન કરતાં આવે છે , ઉત્સવ મનાવે છે, લોકો ખૂબ નાચે ગાયન કરે અનદુલાસ કરે અને હોરી દંડા ઉપર લાલ ધ્વજા સાથે દંડા નું રોપણ કરે છે. જે નો મૂળ ભાવ એ હોય છે કે વ્રજ માં સમગ્ર ગામવાસીઓ આજથી ખેલ આરંભ કરે છે જે આ દિવસો માં હોરી ખેલ નિર્વિઘ્ન થાય એ ભાવ થી બ્રાંમ્હણ દ્વારા મંત્રોચાર કરી વિધિ વિધાન થી હોરી દંડા રોપણ થાય છે. ;જ્યારથી ધમાર ના પદ ગાયન પ્રારંભ થાય. હોરી દંડા રોપણ થી પ્રભુ ને કપોલ પર ગુલાલ રંગ થી ખેલાવાના આરંભ થાય છે, અબીર ગુલાલ ની ફેંટ (પોટલી) અને પિચકારી ધરાવવાનો આરંભ થાય છે. અને હોરી ગાળો પણ આ ઉત્સવથી ગાવાનો આરંભ થાય છે. આ દિવસ થી પ્રભુને કુલહે ના બાલભાવ ના શૃંગાર નથી ધરાવાતા , ટિપારા , મુકુટ , સેહરા ઇત્યાદિ ના શૃંગાર ધરાવવામાં આવે છે.
આ ચાલીસ દિવસ દરમિયાન પ્રભુ ને કેસર-કેસૂડો,ચોવા,અબીર ,ગુલાલ, ચંદન , ફૂલ ઇત્યાદિ થી હોરી ખેલાવવા માં આવે છે.
જેમાં,
કેસર – કેસુડો એ સ્વામીનીજી શ્રી રાધારાની ના ભાવ થી આવે છે.
અબીર એ શ્રી ચંદ્રાવલીજી ના
ભાવથી આવે છે.


ગુલાલ એ શ્રી લલિતાજી ના
ભાવ થી આવે છે.
ચોવા એ શ્રી યમુનાજી ના ભાવ થી આવે છે.
પ્રથમ 10 દિવસ એ શ્રી યમુનાજી ના ભાવ થી છે.

ફૂલ એ વ્રજ ભક્તો ના ભાવથી હોય છે.
.
હોરી દંડા રોપણ થી સેવા માં ફેરફાર થાય છે , પ્રથમ 10 દિવસ યમુનાજી ની સેવા ના હોય છે જે હોરી દંડા રોપણ થી
આ 40 દિવસ દરમિયાન પ્રભુ આરંભ નંદ મહેલ માં હોરી ખેલ થી કરે છે. ગોકુલ બરસના ની ગલીઓ માં ખેલે છે. ગિરિરાજજી તળેટી, યમુનાજી તટ પર હોળી ખેલે છે. પછી બગીચા માં હોરી ખેલવા પધારે છે. જે બગીચા નોમ (અમુક ઘર ની સેવા પ્રણાલિકા અનુસાર) અથવા બગીચા તેરસ (અમુક ઘર ની સેવા પ્રણાલિકા અનુસાર) થી ઉજવાય છે. અને પ્રભુ ભારી ખેલ માં કુંજ -નિકુંજ માં હોરી ખેલવા પધારે છે. જે “કુંજ એકાદશી” ઉજવાય છે.
આ દિવસો માં ભક્તો વસંત -ધમાર ના કીર્તન , રસભરી ગાળીઓ, રસિયા વગેરે નું ગાયન અને સંકીર્તન કરી પ્રભુની લીલા ની સુધી પ્રાપ્ત કરે છે.
વ્રજ માં ભિન્ન પ્રકાર ની હોળી રમાય છે જેમકે..
ફૂલો ની હોરી,રંગો ની હોળી,કાદવ-ગોબર ની હોળી,કેસુડાં રંગના જળ ની હોરી,લઠ્ઠમાર હોરી, લડ્ડુમાર હોરી (જે મુખ્યત્વે બરસના માં રમાય છે) જેવી ભિન્ન પ્રકાર ના હોરી ખેલ થાય છે.
આપણે પણ સૌ મળી ને આપના ઘરમાં બિરાજતા હોરી ના રસિયા રસરાજ ઠાકોરજી ને પણ આ ખેલ ના દિવસો માં સખા ભાવ થી ખૂબ આનંદ -ઉત્સાહ પૂર્વક હોરી ખેલાવીએ.
વસંત પંચમી કે પદ, હોરી દંડા રોપણ કે પદ, કુંજ એકાદશી કે પદ, શ્રી ગૂસાઈજી ની અષ્ટપદી, ડોલ કે પદ, હોળી ખેલ ના 40 દિવસ દરમિયાન નિત્ય સેવા ના કીર્તન નીચે આપેલ ઈ-બૂક માં છે.
જે અમારા પધ્ય સાહિત્ય શેકશન માં અવેલેબલ છે.