યમુનાષ્ટકમ્ – ષોડશ ગ્રંથ

શ્રી વલ્લભાચાર્યજી મહાપ્રભુજી રચિત ષોડશ ગ્રંથ પૈકી પ્રથમ ગ્રંથ યમુનાષ્ટકમ્ ગ્રંથ.

શ્રી યમુનાષ્ટકમ્ ગ્રંથ સાથે જોડાયેલ વાર્તા પ્રસંગ :  

રચના – પ્રસંગ : વિ.સં. ૧૫૪૯ માં શ્રી મહાપ્રભુજી માત્ર ૧૪ વર્ષ ની વયે જીવો ના ઉધ્ધાર હેતુ ભારત પરિક્રમા કરવા પધાર્યા ત્યારે વ્રજભૂમિ માં ગોકુળ માં પધાર્યા. આપની સાથે આપના શિષ્યો શ્રી દમલાજી અને કૃષ્ણદાસ મેઘન પણ ગોકુળ આવ્યા હતા.

શ્રી મહાપ્રભુજી વિચારે છે કે પુરાણો માં જે ગોકુળ,ગોવિંદ ઘાટ, અને ઠાકુરાની ઘાટ નું વર્ણન કરવામાં આવ્યું છે એવા કોઈ પુરાવા કે અવશેષ દેખાતા નથી. ત્યારે શ્રી યમુનાજી ના જળ માંથી દૂર એક સ્વરૂપ ના દર્શન થયા.

એક અલૌકિક શ્યામસુંદર સુંદરી ધીરે ધીરે શ્રી ચરણો ના પાયલ ની જનકાર ના મધુર ધ્વનિ સાથે નજીક પધારે છે. મુકુટ કાચની ના શૃંગાર ધારણ કર્યા છે. શ્રી મુખ પર દિવ્ય અલૌકિક તેજ છે. શ્રી મહાપ્રભુજી નજરચૂક થયા વગર દર્શન કરી રહ્યા છે.

અને હાથ જોડી ને નમન કરે છે અને આપશ્રી ના મુખ માંથી “નમામિ યમુના મહમ..” સ્વર પ્રકટ થાય છે અને સાક્ષાત શ્રી યમુનાજી શ્રીમહાપ્રભુજી ને દર્શન આપે છે. જેમ જેમ શ્રી યમુનાજી નજીક પધારે છે તેમ તેમ શ્રી વલ્લભ આપની સ્તુતિ.. આપના ગુણગાન પૃથ્વી છંદ માં ગાય છે અને આ રીતે શ્રી મહાપ્રભુજી દ્વારા “શ્રી યમુનાષ્ટક” ની રચના થાય છે.

આમ “ઠકરાંની ત્રીજ” ના દિવસે શ્રી યમુનાષ્ટક ની રચના થઈ.

વૈષ્ણવ ને ગ્રંથ ની સમજ :

પરમાનંદ દાસજી અષ્ટછાપ કવિ જ્યારે શ્રી મહાપ્રભુજી ના શરણે આવી વૈષ્ણવ બન્યા. પછી એમના મન માં વ્રજ અને પ્રભુ લીલા નો તાપ જોતાં શ્રી મહાપ્રભુજી એમને સાથે લઈ વ્રજ પધાર્યા. ગોકુલ માં શ્રી નવનીત પ્રિયાજી ના દર્શન પછી શ્રી મહાપ્રભુજી પરમાનંદદાસજી અને અન્ય વૈષ્ણવ સાથે યમુનાજી ના ઠકુરાણી ઘાટ પર પધાર્યા.

ત્યાં શ્રી આચાર્યજી પોતે સ્નાન કરી છોકરની નીચે પોતાની બેઠકમાં બિરાજયા હતા. અને બધા વૈષ્ણવો પરમાનંદદાસ સહિત સ્નાન કરી પ્રભુની પાસે બેઠા હતા. પછી શ્રી આચાર્યજીએ શ્રી યમુનાષ્ટકનો પાઠ પરમાનંદદાસને શીખવ્યો.

ત્યારે પરમાનંદદાસના હૃદયમાં શ્રી યમુનાજીનું સ્વરૂપ સ્ફૂર્યું એટલે શ્રીયમુનાજીનો યશ તેમણે વર્ણન કર્યો તે પદ-

રાગ રામકલી : શ્રી યમુનાજી! વહ પ્રસાદ હો પાઉ ।। તિહારે નિકટ રહો નિસબા સર રામકૃષ્ણ ગુન ગાઉ ||૧|| મજ્જન કરી બિમલ જલ પાવન ચિંતા કલહ બહાઉં ।। તિહારી કૃપા તેં ભાનુકી તનયા હરિ પદ પ્રીત બઢાઉ ||ર|| વિનંતિ કરો યહ વર માંગો અધમસંગ બિસરાઉ ॥ ‘પરમાનંદ’ ચારિ ફલ દાતા મદનગોપાલ લડાઉ ।।૩।।

રાગ રામકલી : શ્રી યમુનાજી દીન જાનિ મોહિ દીજે ।। નંદકો લાલ સદવર માંગો ગોપિનકી દાસી મોહી કીજે ।।૧।। તુમ હો પરં ઉદાર કૃપાનિધી ચરન શરન સુખકારી । તિહારે બસ લાડિલી વર્તત, નિર્તત ગિરિવરધારી ||૨|| શ્રમજલ ભરિ ન્હાત, બ્રજસુદિર, જલક્રીડા સુખકારી ।। મનહું તારા મધ્ય ચંદ બિરાજત ભરિ ભરિ છિરકત નારી ।।૩।। રાની જુ કે પાંઈ પરો નિત્ય ગૃહકારજ સબ કીજે ॥ ‘પરમાનંદદાસ’ દાસી વ્હે, ચરન ક્રમલ સુખ દીજે ||૪||

રાગ રામકલી : કાલિંદી-કલ્મષ હરની । રવિતનયા યમ અનુજા શ્યામા સુંદરી ગોવિંદ ધરની ||૧|| જય શ્રી કૃષ્ણવલ્લભા પતિતનકો પાવન ભવ તરની । સરનાગત કૉ દેતિ અભય પદ, જનની તજત જૈસે સુત કી કરની ||૨|| શીતલ મંદ સુંગંધ સુધાનિધી, ધારા ધરિ વધુ ઉતરી ધરની । પરમાનંદ પ્રભુ પદમ પાવની, જસ જુગ સાંખિ નિગમ નિત બરની ।।૩।।

યમુનાષ્ટક મહાત્મ્ય:
શ્રી યમુનાજી ન કેવળ જીવ ને સ્વભાવ માં વિજય અપાવે છે પરંતુ પ્રભુ જો જીવ પર કૃપા સહેલાઈ થી ન કરે ત્યારે પ્રભુ ના સ્વભાવ ને પણ જીતીને જીવ ને પ્રભુ ની શરણે લઈ જાય છે. કિશોરી બાઈ યમુનાષ્ટક ના ચોથા શ્લોક ના નિત્ય દૃઢ ભાવ થી પાઠ કરતાં તેમને શ્રી યમુનાજી એ અલૌકિક ફળ સ્વરૂપ સ્વયં ઘરે પધારતા નો પ્રસંગ આપણે જાણ્યો છે.

સેવા સમયે.. :
સેવા માં આપણે જ્યારે જારીજી ભરવાની સેવા કરીએ ત્યારે યમુનાષ્ટક ના પાઠ કરવા જોઈએ. સમય નો પ્રશ્ન હોય તો.. “વિશુદ્ધમથુરાતટે સકલ ગોપગોપીવૃતે,
કૃપા જલધિ સંશ્રિતે મમ મન: સુખમ ભાવય” શ્લોક નું પઠન કરવું જોઈએ.

શ્રી યમુનાષ્ટક ગ્રંથ શબ્દાર્થ અને ભાવાર્થ સહ નીચે આપેલ ઈ-બૂક પર..

Yamunashtak in gujrati writing with meaning , bhav arth pdf

|| શ્રી યમુનાષ્ટકમ્ ||

નમામિ યમુનામહં, સકલસિદ્ધિ હેતું મુદા |
મુરારિ પદ પંકજ- સ્ફુરદમન્દ રેણૂત્કટામ્ ||
તટસ્થ નવ કાનન – પ્રકટ મોદ પુષ્પામ્બુના |
સુરાસુરસુપૂજિત-સ્મરપિતુઃ શ્રિયં બિભ્રતીમ્ ||૧||
કલિન્દ ગિરિ મસ્તકે, પતદમન્દ પૂરોજ્જવલા |
વિલાસગમનોલ્લસત્ – પ્રકટ ગણ્ડ શૈલોન્નતા ||
સઘોષ ગતિ દન્તુરા, સમધિ રુઢ દોલોત્તમા |
મુકુન્દ રતિ વર્ધિની, જયતિ પદ્મ બન્ધોઃ સુતા ||૨||
ભુવં ભુવન પાવની- મધિગતામને કસ્વનૈઃ |
પ્રિયા ભિરિવ સેવિતાં, શુક મયૂર હંસાદિભિઃ ||
તરંગ ભુજ કંકણ-પ્રકટ મુક્તિકા વાલુકા |
નિતમ્બ તટ સુન્દરીં, નમત કૃષ્ણ તુયૅ પ્રિયામ્ ||૩||
અનન્ત ગુણ ભૂષિતે, શિવ વિરંચિ દેવસ્તુતે |
ઘના ઘન નિભે સદા, ધ્રુવ પરાશરા ભીષ્ટદે ||
વિશુદ્ધ મથુરા તટે, સકલ ગોપ ગોપી વૃતે |
કૃપા જલધિસંશ્રિતે, મમ મનઃ સુખં ભાવય ||૪||
યયા ચરણ પદ્મજા, મુરરિપોઃ પ્રિયં ભાવુકા |
સમાગમનતો ભવત્, સકલ સિદ્ધિદા સેવતામ્ ||
તયા સદ્શતામિયાત્, કમલજા સપત્નીવયત્ |
હરિ પ્રિય કલિન્દયા, મનસિ મે સદા સ્થીયતામ્ ॥૫॥
નમોસ્તુ યમુને સદા, તવ ચરિત્રમત્યદ્ભુતં |
ન જાતુ યમયાતના, ભવિત તે પયઃ પાનતઃ ||
યમોપિ ભગિની સુતાન્, કથમુ હન્તિ દુષ્ટાનપિ |
પ્રિયો ભવતિ સેવનાત્, તવ હરેર્યથા ગોપિકાઃ ||૬||
મમાસ્તુ તવ સન્નિધૌ, તનુ નવત્વ મેતાવતા |
ન દુર્લભતમા રતિ -મુૅરરિપૌ મુકુન્દ પ્રિયે ||
અતોસ્તુ તવ લાલના, સુરધુની પરં સંગમાત્ |
તવૈવ ભુવિ કીર્તિતા, ન તુ કદાપિ પુષ્ટિસ્થિતૈઃ ||૭||
સ્તુતિં તવ કરોતિકઃ, કમલજાસપત્નીપ્રિયે |
હરેર્યદનુ સેવયા, ભવતિ સૌખ્ય મામોક્ષતઃ ||
ઈયં તવ કથાધિકા, સકલ ગોપિકા સંગમ- |
સ્મરશ્રમજલાણુભિઃ, સકલ ગાત્રજૈઃ સંગમઃ ||૮||
તવાષ્ટકમિદં મુદા, પઠતિ સુરસૂતે સદા |
સમસ્તદુરિતક્ષયો, ભવતિ વૈ મુકુન્દે રતિઃ ||
તયા સકલસિદ્ધયો, મુરરિપુશ્ચ સંતુષ્યતિ |
સ્વભાવવિજયો ભવેત્ , વદતિ વલ્લભઃ શ્રી હરેઃ ||૯||
||ઈતિ શ્રીમદ્ વલ્લભાચાર્ય વિરચિતં શ્રી યમુનાષ્ટક સ્તોત્રંસંપૂર્ણમ્||

Like 25