કસુંબા છઠ
કસુંબા છઠ પુષ્ટિમાર્ગ વાર્તા પ્રસંગ , શ્રીનાથજી સેવા ક્રમ , કસુંબા છઠ કે પદ, ગૂસાઈજી અને શ્રીનાથજી ના વિરહનો કરૂણ પ્રસંગ, માહત્મ્ય દર્શન. આજે શ્રી વલ્લભાચાર્યજી મહાપ્રભુજીના લૌકિક પિતૃચરણ શ્રી લક્ષ્મણ ભટ્ટજી નો પ્રાકટયોત્સવ છે.
તિથી : અષાઢ સુદ છઠ
કસુંબા છઠ સાથે જોડાયેલ શ્રી ગૂસાઈજી અને શ્રીનાથજી નો વિરહ નો કરૂણ પ્રસંગ
ભૂતલ પર પ્રસંગ
એક વાર શ્રીનાથજીએ રાજભોગ પછી રામદાસજીને કહ્યું કે તેઓ ભૂખ્યા છે, અને રામદાસજીએ ગુસાઈજીને જણાવ્યું. ગુસાઈજીને ખબર પડી કે નિત્યલીલાનું એ અધૂરું કાર્ય હવે પૂર્ણ કરવાનો સમય નજીક છે.
માટે જેટલી સેવા મળે તેટલી કરી લેવી જોઈએ કારણ કે પછી સેવા મેળવવી મુશ્કેલ થઈ જશે. ગુસાઈજીએ બડીભાતની સામગ્રી અપરસમાં સિદ્ધ કરીને પ્રભુને ધરી. પછી ઠાકોરજી એ આરોગ્યા પછી, ગૂસાઈજી એ સ્વયં પ્રસાદી કણિકા ગ્રહણ કરી.
અને રંચક બધા વૈષ્ણવો એ પણ લીધી. જ્યારે બધા પસાદી કણિકા નો આનંદ લઈ રહ્યા હતા ત્યારે ત્યાં કૃષ્ણદાસજી પધાર્યા. એ અધિકારી હતા છતાં આ પ્રસંગ થી અવગત ન હતા. કૃષ્ણદાસજીએ વ્યંગમાં કહ્યું, “આપ જ કરનાર અને આપ જ ભોગવનાર! તો સ્વાદ કેમ ન આવે?”
ત્યારે શ્રી ગુસાઈજીએ કહ્યું, “હા, અમે અમારું કર્યું અમે જ ભોગવી રહ્યા છીએ” (વ્યંગ). આ પ્રસંગ અને નિત્યલીલા પ્રસંગ બંને સાથે જોડાયેલ છે. પહેલાં શ્રીજીબાવાએ કૃષ્ણદાસજીને આજ્ઞા આપી હતી કે “આપના દ્વારા એક દિવ્ય કાર્યનું નિર્માણ થવાનું છે. તેમાં આપનું લૌકિક અને અલૌકિક બંને બગડી શકે છે. શું આપ તે કરશો?”
ત્યારે કૃષ્ણદાસજીએ પ્રભુની આજ્ઞા પાળવા અને તેમના સુખ માટે કંઈપણ કરવાની તત્પરતામાં આજ્ઞા માની. અને કૃષ્ણદાસજીએ અધિકારી તરીકે શ્રી ગુસાઈજીને શ્રીનાથજીના દર્શન અને સેવા બંધાવી. અને,
શ્રી ગુસાઈજીને નિત્ય શ્રીજીબાવાનો સંયોગ મળતો હતો, તેથી “વિજ્ઞપ્તિ” નામના અદ્ભુત ગ્રંથની રચના કઠિન હતી. તેથી જો શ્રીજીબાવાનો વિરહ મળે તો જ આ ગ્રંથની રચના થઈ શકે છે. આ મુખ્ય કારણે આ સમગ્ર લીલાનું નિરૂપણ થયું હતું.

chandra sarovar parasoli
શ્રી ગુસાઈજી પરાસોલી ચંદ્રસરોવર પધાર્યા. શ્રીજીના મંદિરમાં પારસોલી તરફ એક ખિડકી હતી. શ્રીજી બાવાને ગુસાઈજીનો વિરહ થતો હોવાથી, કૃષ્ણદાસજીના જવા પછી શામે ખિડકી પર બિરાજમાન થઈને ગુસાઈજીને દર્શન આપતા.
એક દિવસ કૃષ્ણદાસજીએ આ દૃશ્ય જોયું અને તરત જ સવારે ખિડકી ચુનવા દીધી. આથી બંને તરફ વિરહ વધુ વધ્યો. શ્રી ગુસાઈજી ભોગ નહોતા આરોગતા. રામદાસજી રાજભોગ પછી ચરણોદક અને પ્રસાદી બીડા લઈને આવતા.
માળાજી ની સાથે વિજ્ઞપ્તિ રામદાસજી સાથે શ્રીજી બાવા માટે મોકલતા. શ્રીજી બાવા ગૂસાઈજી ની વિજ્ઞપ્તિ વાંચન કરે અને શ્રીજી બાવા આપકી બિડા કી પિક થી ઉત્તર લખી ને ગૂસાઈજી ને મોકલાવતા.
શ્રી ગુસાઈજીએ ઉત્તર વાંચીને અને પછી તે જ બીડાને પાણીમાં ઘોળીને ગ્રહણ કરતા. તેમણે માત્ર તેના પર જ છ માસનો સમય વિતાવ્યો. શ્રી ગુસાઈજીએ શ્રીનાથજીના ઉત્તર વાળા બીડાને પાણીમાં ઘોળીને ગ્રહણ કરવાથી શ્રીજીના ઉત્તર પ્રગટ થયા નહીં.
શ્રી ગુસાઈજીએ જે વિજ્ઞપ્તિ રચી તે જ પ્રગટ થઈ. આ ક્રમ છ માસ સુધી ચાલ્યો. બંને સ્વરૂપોને એકબીજાનો વિરહ થયો. પછી એક દિવસ બીરબલ ગોકુળ આવ્યા. ત્યાં શ્રી ગુસાઈજીના દર્શન ન થતાં તેમણે શ્રી ગિરધરજીને દંડવત પ્રણામ કર્યા.
અને પૂછ્યું કે શ્રી ગુસાઈજીના દર્શન ઘણા સમયથી કેમ નથી થયા. ત્યારે શ્રી ગિરધરજીએ આજ્ઞા આપી કે કૃષ્ણદાસજીએ શ્રી ગુસાઈજીના દર્શન બંધ કર્યા છે. અને તેથી તેઓ પારસોલીમાં વિરાજમાન છે. અને શ્રીનાથજીની સેવામાં ન હોવાનો ખેદ અનુભવી રહ્યા છે.
ત્યારે મથુરાની ફોજદારી બીરબલના હાથમાં હતી. તેમણે તરત જ મથુરા જઈને ૫૦૦ સૈનિકો મોકલીને કૃષ્ણદાસજીને મથુરા લાવ્યા અને ત્યાં તેમને બંદીખાનામાં બંધ કર્યા. આ સમાચાર ગોકુળ સુધી પહોંચ્યા. અને શ્રી ગિરધરજી રાત્રે જ ગોકુળથી પારસોલી પધાર્યા.
શ્રી ગુસાઈજીને ગિરિરાજજી પધારીને શ્રીનાથજીની સેવા શૃંગારની વિનંતી કરી. ત્યારે ગુસાઈજીએ પ્રશ્ન કર્યો, “શું કૃષ્ણદાસજી માની ગયા?” ત્યારે શ્રી ગિરધરજીએ કહ્યું કે નહીં, બીરબલે તેમને બંદીખાનામાં બંધ કર્યા છે.
તેથી હવે આપ પધારી શકો છો. ત્યારે ગુસાઈજીએ કહ્યું, “શ્રી મહાપ્રભુજીના સેવક પરમ ભગવદીય કૃષ્ણદાસજીને આટલી તકલીફ! તેઓ જ્યાં સુધી નહીં આવે ત્યા સુધી અમે અન્ન જલ નહીં લઈએ.” આ સાંભળી ગિરધરજી મથુરા આવ્યા. અને બિરબલ ને ગૂસાઈજી ની આજ્ઞા કહી.
“જો તમે ફરી કંઈ આવું કરશો, તો હું તમને માફ નહીં કરું,” શ્રી ગુસાઈજીએ ચેતવણી આપી. શ્રી ગિરધરજી કૃષ્ણદાસજીને લઈને પારસોલી પધાર્યા. કૃષ્ણદાસજીને જોઈને શ્રી ગુસાઈજી ખુશ થઈને ઊભા થયા.
કૃષ્ણદાસજીએ પ્રણામ કર્યા, ચરણસ્પર્શ કર્યા અને કહ્યું, “મારી આ ભૂલ માટે મને માફ કરો અને ફરી શ્રી ગોવર્ધનનાથજીની સેવામાં પધારો.” અષાઢ સુદ છઠ્ઠના દિવસે શ્રી ગુસાઈજી ફરી શ્રીગોવર્ધનનાથજીની સેવામાં આવ્યા.
તેમણે શ્રીજીનો કસુંબી પાઘનો શૃંગાર કર્યો. શયન સુધીની સેવા સંભાળ્યા પછી, શ્રી ગુસાઈજીએ ફરી કૃષ્ણદાસજીને અધિકારીનું દુશાળું શ્રીનાથજીની સમક્ષ ઓઢાડ્યું અને આજ્ઞા આપી, “અમારા ગોવર્ધનધરનો અધિકાર કરો.”
ત્યારે કૃષ્ણદાસજી ભાવુક થયા અને તેમણે એક પદની રચના કરી
परम कृपाल श्री वल्लभ नंदन करत कृपा निज हाथ दे माथे l
जे जन शरण आय अनुसरही गहे सोंपत श्री गोवर्धननाथे ll 1 ll
परम उदार चतुर चिंतामणि राखत भवधारा बह्यो जाते l
भजि ‘कृष्णदास’ काज सब सरही जो जाने श्री विट्ठलनाथे ll 2 ll