ધન તેરસ
ધન તેરસ પુષ્ટિમાર્ગ મહત્વ, શ્રીનાથજી દર્શન, ધન તેરસ કે પદ, શ્રી ક્રુષ્ણ વ્રજ લીલા પ્રસંગ, ધન તેરસ પુષ્ટિમાર્ગ સેવા ક્રમ, ધન તેરસ પુષ્ટિમાર્ગ કથા. આજના દિવસે પ્રભુ ના ૧૭ માં અવતાર ધનવંતરી ભગવાન નું પ્રાકટ્ય થયું છે. સમસ્ત જગત ના આયુર્વેદ ના જનક, દેવો ના વૈધ ધનવંતરી ભગવાન સમુદ્ર મંથન દરમિયાન પ્રકટ થયા હતા.
તિથી : આસો વદ તેરસ
શ્રી ક્રુષ્ણ લીલા
વ્રજ માં ગૌવંશ ને જ પોતાનું વાસ્તવિક ધન માને છે. વ્રજ માં ગૌધન નું અધિક મહત્વ છે. આ કારણ થી પ્રભુ શ્રીનાથજી આપની ગવાલ મંડળી સાથે ગાયો ના શૃંગાર કરે છે. એમનું પૂજન કરે છે. ગાય ને ધૂલિ ખવડાવે છે.
गोधन पूजा करके गोविंद सब ग्वालन पहेरावत l
आवो सुबाहु सुबल श्रीदामा ऊंचे लेले नाम बुलावत ll 1 ll
अपने हाथ तिलक दे माथे चंदन और बंदन लपटावत l
वसन विचित्र सबन के माथें विधिसों पाग बंधावत ll 2 ll
भाजन भर भर ले कुनवारो ताको ताहि गहावत l
‘चत्रभुज’प्रभु गिरिधर ता पाछे धोरी धेनु खिलावत ll 3 ll
આજે યશોદા મૈયા ભૌતિક લક્ષ્મીજી ની પ્રતિમા ને સ્નાન કરાવી શૃંગાર ધરી , પૂજન કરીને પ્રભુ ની સન્મુખ ધરે છે. પોતાના લાલ ને ધરાવવા ના શૃંગાર ને ધોવે છે. આ કારણ થી આજે મંગલા પશ્ચાત ધન ધોવત નંદરાની જેવા પદ ગવાય છે. આજ થી ચાર દિવસ વ્રજ માં દીપદાન નું વિશેષ મહત્વ છે. આજે સંધ્યા માં સમગ્ર વ્રજ માં દીપ સજાવવા માં આવે છે.
કીર્તન :
પ્યારી અપનો ધન જો સંભારે ,વારંવાર દેખ નયનસોં લે જુ હૃદય મેં ધારે
રૂચિસો સરસ સંભારત પીયોં આભૂષણ બહુ સોહે આગમ નિરખ દીવારી ક્રો મન દ્વારકેશ મોઢે
ભાવાર્થ :
શ્રીસ્વામીનીજી આપનું ધન (પ્રભુ) જે છે તે નું જતન કરે છે. રાધારાની આપના ધનને વારંવાર નિહારી રહી છે. આપના જ નયનોથી, જે ભાવથી નિહાર્યા છે , તે ભાવને હૃદયમાં ધારણ કરી ને રાખે છે.
આપને જેવો મનોરથ થાય છે તે પ્રકારે સુંદર પ્રકારે રસપૂર્વક તે મનોરથોને સાચવે છે. (સંભારત), પીયુએ શ્રીઅંગ ઉપર જે આભૂષણો ધારણ કર્યા છે, તે પીયુના કારણે બહુ સોહાય રહ્યા છે, બીજું પોતે જ આભૂષણ રૂપ થઈને પ્રીતમ સાથે શોભે છે.
ગો. શ્રી દ્વારકેશજી આ લીલાના દર્શન કરે છે કેમકે આજે પીય-પ્યારીના સમાગમનો પ્રથમ દિવસ છે.
શ્રીનાથજી દર્શન – ધન તેરસ
ધન તેરસ થી દેવ પ્રબોધિની એકાદશી સુધી ના બધા ઉત્સવ ના પદ – કીર્તન નીચે આપેલ ઈ-બૂક માં પ્રાપ્ય છે.
આ બુક અમારા પધ્ય સાહિત્ય શેકશન માંથી પણ પ્રાપ્ય છે.