તૈલંગ તિલક

તૈલંગ તિલક શ્રીમદ્ વલ્લભ (૨)

કંઠ ઉપરણા સુંદર ધોતી

ભાલ તેજ જાણે ચમકે છે મોતી     તૈલંગ …..

નહી હીરા  મોતીની માળા

સાદી રચના તુલસીની માળા     તૈલંગ …..

મુખકાંતિની શોભા નિરાળી

મંદ હાસ્યને અમૃતવાણી     તૈલંગ …..

અમૃતધારા નયને ઝરતી

ગંભીર વાણી કરૂણા મૂરતી     તૈલંગ …..

ભવસાગર ને  તરવા માટે

ષોડશગ્રંથ નૌકા દીધી ત્યારે     તૈલંગ …..

સો સોમયજ્ઞ કર્યા ત્યારે

પ્રગટ થયા પુરૂષોત્તમ પ્યારે      તૈલંગ …..

જે જન શ્રીવલ્લભ શરણે આવે

ભાગ્ય તણો અમૃત રસ પાવે     તૈલંગ …..

પરમાનંદ પ્રભુ પરમ કૃપાળુ

ચરણ કમળમા ચિત્ત પ્રીતી રાખો     તૈલંગ …..

તૈલંગ તિલક શ્રીમદ્ વલ્લભ (૨)