શ્રી સુદર્શનકવચ

|| શ્રી ગોપીજનવલ્લભાય નમઃ ||

|| શ્રીગોવર્ધનધારિણે નમઃ ।।
વૈષ્ણવાનાં હિ રક્ષાર્થ શ્રી વલ્લભનિરૂપિતઃ |
સુદર્શનમહામંત્રો વૈષ્ણવાનાં હિતાવહઃ ||૧||

વૈષ્ણવોની રક્ષા માટે શ્રી વલ્લભાચાર્યે પ્રગટ કરેલો સુદર્શનકવચ નામનો મહામંત્ર વૈષ્ણવોનો પરમ હિતકારી છે. || ૧ ||

મંત્રા મધ્યે નિરૂપ્યન્તે ચક્રાકારં ચ લિખ્યતે |
ઉત્તરાગર્ભરક્ષા ચ પરીક્ષિતહિતે રતઃ ॥૨॥

મંત્રો ચક્રની મધ્યમાં નિરૂપવામાં આવે છે અને ચક્રાકારે લખવામાં આવે છે. એ મંત્ર વાંચીને હૃદયમાં ધારણ કરવાથી દરેક વ્યાધિનો નાશ થાય છે. જેમ ઉત્તરાના ગર્ભમાં પરીક્ષિત રાજાનો અશ્વત્થામાએ છોડેલા બ્રહ્માસ્ત્રથી બચાવ થયો હતો. ||૨||

બ્રહ્માસ્ત્રવારણં ચૈવ ભક્તાનાં ભયભંજનઃ |
વધં ચ દુષ્ટદૈત્યાનાં ખંડં ખંડં ચ કારયેત્ ||૩||

(પરીક્ષિત જયારે ગર્ભમાં હતા ત્યારે તેમને મારવા અશ્વત્થામાએ (દ્રોણાચાર્યના પુત્રએ) છોડેલા બ્રહ્માસ્ત્રનું સુદર્શન ચક્રએ વારણ કર્યું હતું.)તેવી જ રીતે, ભગવાન ભક્તો તરફ આવતા ભયને દૂર કરે છે અને દુષ્ટોનું ખંડન કરી નાશ કરે છે. ||૩||

વૈષ્ણવાનાં હિતાર્થાય ચક્ર ધારયતે હરિઃ |
પીતામ્બરો પરબ્રહ્મ વનમાલી ગદાધરઃ ||૪||

વૈષ્ણવોના હિતને માટે પિતાંબર પરબ્રહ્મ, પ્રભુ વનમાળાધારી હાથમાં
ગદા તથા સુદર્શન ચક્ર ધારણ કરીને ભક્તોનું રક્ષણ કરે છે. ॥૪॥

કોટિ કન્દર્પ લાવણ્યો ગોપિકા પ્રાણ વલ્લભઃ |
શ્રી વલ્લભઃ કૃપાનાથો ગિરિધરઃ શત્રુમર્દનઃ ||૫||

પ્રભુ કેવા છે ? કરોડ કામદેવ જેવા સુંદર અને ગોપીઓના પ્રાણધાર, પ્રાણવલ્લભ, કૃપાળુ અને ભક્તોને માટે ગોવર્ધન
પર્વત ધારણ કરીને ઈન્દ્રના ગર્વનું ખંડન કરવાવાળા છે. ॥૫॥

દાવાગ્નિદર્પ. હર્તા ચ ગોપીનાં ભયનાશનઃ |
ગોપાલો ગોપ કન્યાભિઃ સમાવૃત્તોડધિતિષ્ટતે ॥૬॥

દાવાનળ અગ્નિથી અને દર્પ (ગર્વ)થી બચાવનાર, ગોપીઓના ભયનો નાશ કરવાવાળા, ગોવાળ (એટલે ઈંદ્રિયોના સ્વામી અને ગાયોમાં પ્રેમભાવ રાખવાવાળા), ગોપ કન્યાઓથી વિંટાયેલા (પ્રસન્ન રહેવાવાળા) છે. ||૬||

વ્રજ મણ્ડલ પ્રકાશી ચ કાલિન્દી વિરહાનલ: |
સ્વરૂપાનન્દ દાનાર્થ તાપનોત્તર ભાવનઃ ॥૭॥

વ્રજમંડળને પ્રકાશ આપવાવાળા તથા શ્રી યમુના મહારાણીના હૃદયમાં વિરહના અગ્નિરૂપ, ગોપીઓને સુંદર સ્વરૂપના આનંદનું દાન દેવાવાળા, પ્રથમ તાપથી તપાવી
(ઘણી રાહ-વાટ જોવડાવનારા) પછી પ્રકટ થનારા પ્રભુ છે. ||૭||

નિકુંજ વિહાર ભાવાગ્ને દેહિ મે નિજ દર્શનમ્ |
ગો ગોપિકા શ્રુતાકિર્ણો વેણુવાદનતત્પરઃ ||૮||

હે ! વ્રજની કુંજોમાં વિહાર કરવાવાળા અને ભાવનારૂપી અગ્નિમાં તપાવનાર અમને નિત્ય દર્શન આપો. કર્ણપ્રિય વેણુનાદનું શ્રવણ કરાવી ગાયો અને ગોપિકાઓને આપ મદ-મસ્ત (મોહિત) કરવાવાળા છો. ||૮||

કામરૂપી કલાવાંશ્ચ કામિન્યાં કામદો પ્રભુઃ |
મન્મથો મથુરાનાથો માધવો મકરધ્વજઃ ||૯||

કામરૂપી એટલે કિશોર અવસ્થાવાળા, કામકળાઓમાં નિપુણ, કામિનીઓને કામથી વિહ્વળ કરનાર, કામદેવ જેવા, જેમની ધ્વજામાં મકર છે તેવા, હે, માધવ ! આપ મથુરાના નાથ છો. ।|૯।।

શ્રીધર: શ્રીકરશ્ચૈવ શ્રીનિવાસઃ સતાં ગતિઃ |
મુક્તિદો. ભુક્તિદો વિષ્ણુઃર્ભૂધરો ભૂતભાવનઃ ||૧૦||

આપ દિવ્ય સંપત્તિને ધારણ કરનારા, જેનો હાથ લક્ષ્મીરૂપ અને કલ્યાણકારી છે એવા લક્ષ્મીજીના હૃદયમાં નિવાસ કરવાવાળા, સત્પુરુષોના ગતિરૂપ, મોક્ષ દેનારા, ભોગ દેનારા છો. હે ! વિષ્ણુ સ્વરૂપ ! (સર્વ રીતે સર્વત્ર વ્યાપક રહેનાર), પૃથ્વીને ધારણ કરનારાં, સર્વ ભૂતોની ઉત્પત્તિ અને વૃદ્ધિ કરનારા છો. ||૧૦||

સર્વદુઃખહરો વીરો દુષ્ટદાનવનાશકઃ |
શ્રી નૃસિંહો મહાવિષ્ણુઃ શ્રીનિવાસઃ સતાંગતિઃ ||૧૧||

સર્વના દુઃખ હરવાવાળા, વીર પુરૂષ, દુષ્ટ દાનવોનો નાશ કરવાવાળા, શ્રી નૃસિંહ, મહાવિષ્ણુ, કમલાના પતિ, અમને સદગતિ આપો. ||૧૧||

ચિદાનન્દમયો નિત્યઃ. પૂર્ણબ્રહ્મ. સનાતનઃ |
કોટિ ભાનુ પ્રકાશી ચ કોટિ લીલા પ્રકાશવાન્ ||૧૨||

આપ સત્-ચિત્-આનંદમય-નિત્ય પૂર્ણ બ્રહ્મ, સનાતન (સૌથી પહેલાં અને સદા સર્વત્ર રહેનારા છો). કરોડો સૂર્યના પ્રકાશવાળા અને કરોડો લીલાઓને પ્રકટ કરવાવાળા છો. ||૧૨||

ભક્તિપ્રિયઃ પદ્મનેત્રો ભક્તાનાં વાંચ્છિતપ્રદઃ |
હ્યદિ કૃષ્ણો. મુખે. કૃષ્ણો નેત્રે કૃષ્શ્ચ કર્ણયોઃ ॥૧૩||

આપ ભક્તોના પ્યારા કમળ જેવા નેત્રવાળા, ભક્તોને મનવાંચ્છિત ફળ પ્રદાન કરનારા છો. મારા હૃદયમાં કૃષ્ણ, મુખમાં કૃષ્ણ, નેત્રમાં કૃષ્ણ, કાનમાં કૃષ્ણ, કૃષ્ણધ્વનિ અહર્નિશ સાંભળી હું એવું કરો. ||૧૩||

ભક્તિપ્રિયશ્ચ. શ્રીકૃષ્ણઃ સર્વ કૃષ્ણમયં જગત્ |
કાલં મૃત્યું ચમં, દૂતં ભૂતં પ્રેતં ચ પૂર્યતે ॥૧૪॥

ભક્તિ કૃષ્ણને વહાલી છે અને આખું જગત કૃષ્ણમય છે.
કાળ-મૃત્યુ યમ-યમદૂત-ભૂત-પ્રેત પણ કૃષ્ણમાં સમાયેલા છે. ||૧૪||

ૐ નમો ભગવતે મહાપ્રતાપાય મહાવિભૂતિપતયે વજ્ર દેહ-વજ્ર કાય
વજ્ર તુંડ-વજ્ર નખ-વજ્રમુખ-વજ્રબાહુ-વજ્ર નેત્ર-વજ્ર દંત-વજ્ર ક૨
કમઠભૂમાત્મ કરાય.

‘‘ૐ નમો ભગવતે વાસુદેવાય’’ મંત્ર સ્વીકારવાવાળા, આપ મહાપ્રતાપી છો. મહાન વિભૂતિના સ્વામી છો, આપ વજ્ર સમાન હૃદયવાળા અને શરીરવાળા છો. આપ વજ્ર સમાન મોઢાવાળા તથા વજ્ર સમાન નખવાળા છો, આપનું મુખારવિંદ સુંદર પરંતુ વજ્ર સમાન છે. આપના બાહુ, નેત્ર, દંત, હાથ વિગેરે વજ્ર સમાન છે. આપ વજ્ર સમાન પીઠવાળા છો. આપ કચ્છપરૂપે મેરૂ પર્વતને ધારણ કરવાવાળા છો.

શ્રી મકર પિંગલાક્ષ-ઉગ્રપ્રલય કાલાગ્નિ-રૌદ્રવીર-ભદ્રાવતાર-
પૂર્ણબ્રહ્મ પરમાત્મને ઋષિમુનિવન્ધ-શિવાસ્ત્ર-બ્રહ્માસ્ત્ર-વૈષ્ણવાસ્ત્ર નારાયણાસ્ત્ર- કાલશક્તિ-કાલદંડ-કાલપાશ-અધોરાસ્ત્ર નિવારણાય પાશુપતાસ્ત્ર-મૃડાસ્ત્ર-સર્વશક્તિ પરાસ્ત કરાય.

હે ! પ્રભુ આપ મત્સ્ય જેવાં પીળાં નેત્રવાળા, ઉગ્ર પ્રલયમાં કાળઅગ્નિનુ રૂપ લેનાર, ભયંકરમાં ભયંકર થઈને રૌદ્રરૂપ ધારણ કરવાવાળા, અને પછી ભદ્ર અવતાર લઈને પછી સૌમ્ય થઈને પૂર્ણ પરબ્રહ્મ, ઋષિમુનિઓને વંદન કરવા યોગ્ય થયા હતા. શંકરનું ત્રિશૂલ, યમદંડ, વૈષ્ણવાસ્ત્ર, નારાયણાસ્ત્ર, કાલશક્તિ અને કાળદંડ, કાળપાશ એટલે યમફાંસી અને અઘોરાસ્ત્રનું નિવારણ કરવાવાળા, પાશુપતાસ્ત્ર, મૃડાસ્ત્રનું નિવારણ કરવાવાળા છો. આપ સર્વશક્તિમાન અને સર્વને પરાસ્ત કરવાવાળા છો.

પર વિદ્યા નિવારણાય અતિ દીપ્તાય અથર્વવેદ ઋગ્વેદ સામવેદ-યજુર્વેદ-સિદ્ધ કરાય નિરાહારાય.

પરવિંઘા એટલે (મારણ-સંમોહિત કરનાર વિદ્યા) અને ઉચ્ચાટન (ઉત્પાત) કરાવનારી તાંત્રિક વિદ્યાથી ઉત્પન્ન થતાં ભયનું નિવારણ કરનાર છો. આપ અતિ દિવ્યમાન (તેજવાળા) અથર્વવેદ, ઋગવેદ, સામવેદ, યજુર્વેદને જાણીને સિદ્ધ કરવાવાળા છો. આપ નિરાહારી છો.

વાયુવેગ–મનોવેગ શ્રી બાલકૃષ્ણ પ્રતિષ્ઠાનન્દકર સ્થલ જલાગ્નિ-ગમને ભયં ભેદિભેદિ

હે વાયુના જેવા વેગવાળા, મનના વેગવાળા, હે બાલકૃષ્ણ, (ભક્તોની) પ્રતિષ્ઠામાં આનંદ પામનાર, સ્થળ, જળ અને અગ્નિથી ઉત્પન્ન થતાં ભયને ભેદી નાંખો ભેદી નાંખો ને અમારી રક્ષા કરો.

સર્વશત્રુન્ છેદિ છેદિ, મમ વૈરિણઃ ખાઘોત્ખાઘં , સંજીવન દુઃખ પર્વતાનુચાટયોત્ચાટય, ડાકિની-શાકિની વિધ્વંસકરાય મહા પ્રતાપાય નિજલીલા પ્રદર્શકાય |

હે, પ્રભુ ! સર્વ શત્રુઓનું છેદન કરો. હે ! મહાપ્રભુ, મારા શત્રુઓનો નાશ કરો. હે સંજીવન પ્રભુ ! મારા દુઃખના પર્વતોને ઉખેડી નાખો. ડાકણી અને શાકણીનો વિધ્વંસ કરો. આપ મહાપ્રતાપી છો. પોતાની લીલાઓનું દર્શન કરાવનાર છો.

નિષ્કલંકૃત નન્દકુમાર બટુક બ્રહ્મચારિન્ નિકૂંજસ્થ -ભક્ત સ્નેહકરાય દુષ્ટજનસ્તંભનાય સર્વ પાપગ્રહ-કુમાર્ગ ગ્રહાન્ છેદય છેદય, ભિન્દિ ભિન્દિ, ખાદ્ય ખાદ્ય કંટકાન્ તાડય, તાડય મારય મારય શોષય શોષય, જવાલય જવાલય |

ભક્તોને નિષ્કલંક કરનાર હે નંદકુમાર, બટુક બ્રહ્મચારી, કુંજમાં વિહારકરવાવાળા, ભક્તોના સ્નેહી, દુષ્ટ વિરોધીજનોને સ્તંભન એટલે મૂઢ બનાવનાર, આપને નમસ્કાર. મારા સર્વ પાપગ્રહો અને પાપગ્રહોનું છેદન કરો, છેદન કરો; ભેદી નાખો; ભેદી નાખો; ખાઈ જાઓ ખાઈ જાઓ; કાંટારૂપ શત્રુઓને પ્રહાર કરો, મારો; સુકવી નાખો, સૂકવી નાખો, સળગાવી મૂકો, સળગાવી મૂકો.

સહાંરય સંહારય (દેવદત્ત) નાશય નાશય અતિ શોષય, શોષય, મમ સર્વત્ર રક્ષ રક્ષ મહાપુરુષાય સર્વદુઃખવિનાશનાય ગ્રહમંડલ-
ભૂતમંડલ પ્રેતમંડલ-પિશાચમંડલ-ઉચ્ચાટન-ઉચ્ચાટનાય.

મારા વેરીઓનો સંહાર કરો, સંહાર કરો, નાશ કરો, નાશ કરો, ખૂબ સૂકવી નાખો, સૂકવી નાખો, મારી સર્વત્ર રક્ષા કરો, રક્ષા કરો. આપ મહાપુરુષ અને સર્વ દુઃખોનો નાશ કરનારને નમસ્કાર. ગ્રહમંડળ-ભૂતમંડળ પ્રેત મંડળ અને પિશાચમંડળને ઉખેડી નાખો.

અંતર્ભ વાદિકજવર માહેશ્વરજવર-વૈષ્ણવજવર-બ્રહ્મજવર-
વિષમજવર શીતજવર-કફજવ૨-એકાહિક-દ્વાહિક-ત્ર્ચાહિક-
ચાતુર્થિક-અર્ધમાસિક માસિક-ષાણ્માાસિક-સંવત્સરાદિકર-ભ્રમિ ભ્રમિ છેદ્દય છેદ્દય ભિન્દિ ભિન્દિ ।

આંતરિક-માહેશ્વર (તમોગુણથી આવતો તાવ), વૈષ્ણવ જવર (સત્વગુણથી આવતો તાવ), બ્રહ્મ જ્વર (રજોગુણથી આવતો તાવ), વિષમ-ટાઢિયો,વાયુ, કફ, પિત્તથી આવતો તાવ, એકાંતરો, બેઆંતરો, તરિયો-ચોથીયો પાક્ષિક, માસિક, છમાસિક કે વાર્ષિક વિગેરે કોઈપણ પ્રકારના તાવને મૂંઝવી નાખો-છેદી નાખો. કાપી નાખો ને ભેદી નાખો.

મહાબલ પરાક્રમાય મહાવિપત્તિ નિવારણાય ભક્તજન
કલ્પના-કલ્પ દ્રુમાય દુષ્ટજન મનોરથ-સ્તંભનાય.

હે, મહાબલી ! હૈ, મહાપરાક્રમી ! આપ મોટી વિપત્તિઓનું નિવારણ કરવાવાળા છો. ભક્તજનોની કલ્પનાઓને પૂર્ણ કરવા માટે આપ કલ્પવૃક્ષ સમાન છો. દુષ્ટ શત્રુઓના ખોટા મનોરથોને રોકનાર છો.

કલીં કૃષ્ણાય ગોવિંદાય ગોપીજન વલ્લભાય નમઃ

હે કૃષ્ણ ! હે ગોવિંદ ! હે ગોપીજનોના પ્રાણ વલ્લભ એવા પ્રભુને નમન કરીએ છીએ.

પિશાચાન્ રાક્ષસાન્ ચૈવ હ્રદીદિ રોગાંશ્ચ દારુણાન્ ।
ભૂચરાન ખેચરાન્ સર્વ ડાકિનીઃ શાકિની સ્તથા ||૧૫॥

હૈ! પ્રભુ, આપ મારા વિરોધી પિશાચ, રાક્ષસ અને હૃદયરોગ તથા દારુણ એવા રાજ રોગોથી તથા પૃથ્વી ઉપર વિચરવાવાળા ડાકિણી-શાકિણીથી મારી રક્ષા કરો. ||૧૫||

નાટકં ચેટકં ચૈવં છલછિદ્રં ન દૃશ્યતે |
અકાલે મરણં તસ્ય શોકદોષો ન લભ્યતે ।।૧૬।।

હે, પ્રભુ ! દુષ્ટ અભિનયવાળા તેમજ ખરાબ ચેષ્ટા કરનારાઓથી મારી રક્ષા કરો. ખરાબ સ્વપ્નો વિગેરે ન જોઈ શકાય તેમજ અકાળે મૃત્યુ તેમજ શોક પ્રાપ્ત ન થાય તેમ કરો. ।।૧૬||

સર્વવિઘ્નં ક્ષયં યાતિ રક્ષમે ગોપિકાપ્રિય |
ભયં દાવાગ્નિચોરાણાં વિગ્રહે રાજસંકટે ||૧૭||

મારાં તમામ વિઘ્નોનો નાશ કરો. દાવાનળ ચોર આદિ તેમજ યુદ્ધ અને રાજસંકટના ભયથી હે , ગોપીજનોના પ્રિય એવા શ્રીકૃષ્ણ ભગવાન મારું રક્ષણ. ||૧૭||

વ્યાલ વ્યાધ મહાશત્રુ વૈરિ બંધો ન લભ્યતે |
આધિ વ્યાધિહરશ્ચૈવ ગ્રહપીડાવિનાશને ||૧૮||

સર્પ, વાઘ આદિ ભયંકર પ્રાણીઓથી તેમજ મહાશત્રુઓ તરફથી વેર બંધન ન થાય એમ કરો. તેમજ કોઈપણ પ્રકારના ગ્રહોની પીડા તથા સંસારની આધિ-વ્યાધિ, ઉપાધિઓનું આપ સર્વ પ્રકારે હરણ કરનાર થાઓ. ||૧૯||

સંગ્રામ જયદસ્ત સ્માદ્ ઘ્યાયે દેવં સુદર્શનમ્ ।
સપ્તદશ ઈમે શ્લોકા યંત્રમધ્ય ચ લિખ્યતે ||

સમસ્ત જીવનમાં કોઈપણ પ્રકારના દુઃખરૂપી, પાપરૂપી, આચારો-વિચારોના ધોર સંગ્રામમાં વિજય આપવાવાળું આ કવચ છે. તેથી નાથદ્વારા મંદિર ઉપર મૂકવામાં આવેલા ચક્રનું ધ્યાન ધરવું તેમજ સુદર્શન દેવના સ્વરૂપનું ધ્યાન ધરવું. ઉપરના સત્તર શ્લોકો વાંચવાથી ચક્રાકારે બનાવેલા યંત્રમાં (ભોજપત્રમાં) લખીને પોતાની પાસે અથવા ઘરમાં રાખવાથી તમામ પ્રકારના ભયથી મુક્ત થવાય છે.

વૈષ્ણવાનામિદં યંત્રઅન્યેભ્ચશ્વન દીયતે ।
વંશવૃદ્ધિ ર્ભવેત્તસ્ય શ્રોતા ચ ફલમાપ્નયાત્ ॥

વૈષ્ણવ એટલે વિષ્ણુના ભક્તોએ ચક્રાકારે બનાવેલા યંત્રને પોતાની પાસે રાખવાથી અને શ્રદ્ધાપૂર્વક પાઠ કરવાથી વંશની વૃદ્ધિ થાય છે તેમ જ સાંભળનારને પણ ફળ દેનાર છે.

સુદર્શનમહામંત્રો લભતે જયમંગલમ્ ।
સર્વદુઃખહરશ્વેદઃ અંગશૂલ-અક્ષશૂલ-ઉદરશૂલ-ગુદાશુલ-કટિશુલ કુટિશુલ -જાનુશૂલ-જંઘાશૂલ-હસ્તશૂલ-પાદશૂલ-વાયુશૂલ-સ્તનશૂલ સર્વશૂલાન્ નિર્મૂલ્ય દાનવ-દૈત્ય-કામિની-વેતાલ-બ્રહ્મ-રાક્ષસ-
હલાહલઅનંત-વાસુકિ-તક્ષક-કર્કોટક-કાલિય-સ્થલરોગ-જલરોગ-નાગપાશ કાલપાશ-વિષં નિર્વિષં (કરોતિ).

આ સુદર્શન કવચ એક મહામંત્ર છે. જે જય મંગળ લાવી આપે છે. આસુર્શન કવચનો પાઠ કરવાથી તમામ દુઃખો જેવાં કે અંગનાં દર્દો, આંખનાં દર્દો, પેટનાં દર્દો, હરસ, કમરનો દુઃખાવો, આંખ દુઃખથી, સાથળનું દુઃખવું. હાથ દુઃખવા, પગ દુઃખવા, વાયુથી થતાં શૂળ, છાતીનું શૂળ, વગેરે સર્વ શૂળો ને નિર્મૂળ થાય છે. દાનવ-દૈત્ય, કામણ-ટૂમણ-મંત્ર-તંત્ર, બ્રહ્મરાક્ષસ, હળાહળ ઝેર તથા અનંત, વાસુકિ, તક્ષક, કર્કોટક, કાલિયનાગ, એ પાંચે
કુળોના નાગના તથા સ્થળરોગ,જળરોગ,નાગપાશ,કાળપાશ વગેરેના ઝેરને નિર્મૂલ કરે છે.

કૃષ્ણ તત્વામહં. શરણાગત: |
વૈષ્ણવાર્થં કૃતં યન્ત્રં શ્રી વલ્લમભ નિરુપિતમ ||

| ઈતિ શ્રી વલ્લભાચાર્યકૃતં સુદર્શનકવચં સંપૂર્ણમ્ |

એવા કૃષ્ણપ્રભુ, હું આપને શરણે આવ્યો છું આ સુદર્શન કવચ વૈષ્ણવ જનતાના હિતને માટે શ્રી વલ્લભાચાર્યે બનાવેલું છે. એ પ્રમાણે શ્રી વલ્લભાચાર્યે રચેલું સુદર્શન કવચ સંપૂર્ણ થયું.

સમાપ્ત

(આ સુદર્શન કવચનો જે પાઠ ન કરી શકે તેઓને આ સત્તર શ્લોકોનું કવચ લખીને શ્રદ્ધાથી માદળિયામાં નાખી પહેરાવવાથી એમનાં સર્વ સંકટો પ્રભુ દૂર કરે છે. તેમ જ કવચનો પાઠ કરી બાળકોને માથે હાથ ફેરવવા એમનાં તમામ જાતનાં કષ્ટો દૂર થાય છે.)

Like 24