(રાગ જેના મુખમાં રામનું નામ નથી)

શ્રીમદ્ વલ્લભ કહો શ્રીમદ્ વલ્લભ કહો,

વલ્લભ નામ વિના ઉદ્ધાર નહીં,

શ્રીમહાપ્રભુજી વિના ઉદ્ધાર નહીં,

શ્રીમહાપ્રભુજી વિના બેડો પાર નહીં,

શ્રીનાથજી વિના બીજું શરણ નહીં,

વિઠ્ઠલેશ વિના વિશ્રામ નહીં,

મથુરેશ વિના મન ગમતું નથી,

નવનિતલાલ વિના નવધાભક્તિ નહિ…શ્રીમદ્

દ્વારકાધિશ વિના નિકુંજ નહીં,

ગોકુળનાથજી વિના ગિરિરાજ નહીં,

ગોકુળચંદ્ર વિના રાસ વિલાસ નહીં,

બાલકૃષ્ણ વિના કોઈ પ્રબળ નહીં…

શ્રીમદ્ મદન મોહન વિના વેણુનાદ નહીં,

શ્રીયમુનાજી વિના કોઈ દયાળુ નહીં,

નટવર નીરખ્યા વિના મારા નેણ નહીં,

કલ્યાણરાયજી વિના કલ્યાણ નહીં…

શ્રીમદ્ ચંપારણ્ય વિના બીજું પ્રાગટ્ય નહીં,

ચરણાટ વિના નિજ ધામ નહીં,

હરિરાયજી વિના શિક્ષા પત્ર નહીં,

અષ્ટસખા જેવા કોઈ વૈષ્ણવ નહીં…શ્રીમદ્

વ્રજ ભૂમિ જેવું કોઈ ધામ નહીં,

વલ્લભ કુળ જેવું કોઈ કુળ નહીં,

પુષ્ટિ માર્ગ જેવો કોઈ ધર્મ નહીં,

શ્રીનાથજી જેવી કોઈ ઝાંખી નહીં…શ્રીમદ્

Like 1