નિરોધલક્ષણમ્ ગ્રંથ – ષોડશ ગ્રંથ 

શ્રી વલ્લભાચાર્યજી મહાપ્રભુજી રચિત ષોડશ ગ્રંથ પૈકી એક ગ્રંથ : નિરોધલક્ષણમ્ ગ્રંથ.

નિરોધલક્ષણમ્ ગ્રંથ સાથે જોડાયેલ વાર્તા પ્રસંગ :

રાજા દુવે અને માધો દુવે નામના ૨ જીવ મહાપ્રભુજી ના શરણે આવ્યા. વૈષ્ણવ થયા. ત્યારે શ્રીઆચાર્યજી કહે, જાવ, મુકામેથી શ્રીઠાકુરજીને લઈ આવો. એટલે માધો દુવે જઈને શ્રીઠાકુરજીની ઝાંપી લઈ આવ્યા.
પછી શ્રીઆચાર્યજીએ શ્રીઠાકુરજીને પંચામૃત સ્વરાત કરાવી રાજા દુવે અને માધો દુવેના માથે પધરાવ્યા, અને આજ્ઞા કરી કે બધી જગ્યાએ થી મન છોડીને નિરોધ કરી ભગવદ સેવા કરજો. ત્યારે રાજા દુવે અને માધો દુવેએ વિનંતી કરી, જે મહારાજ ! નિરોધનું સ્વરૂપ શું છે ?
ત્યારે શ્રીઆચાર્યજી કહે, નિરોધ બે પ્રકારના છે. એક સાધન દશાનો અને બીજો સિદ્ધ દશાનો સાધન દશાના નિરોષનું લક્ષણ એ જ સંસાર લૌકિક વૈદિક મનમાં ગમે નહીં. એમ જ મનમાં રહે કે ક્યારે ભગવદસેવા કરું, ક્યારે કથાવાર્તા કરું એમાં રુચિ થાય, મન કદી લૌકિકમાં જાય તે ફરી સેવામાં ખેંચીને લગાઈ.
એમ જાણે કે ભગવાનના જ આશ્રયથી બધું કાર્ય સિદ્ધ થાય છે. આ સાધનદશાનો નિરોધ કહેવાય, બીજો ફલ દશાનો નિરોધ. એ કે મનનો આપમેળે જ એવો સ્વભાવ પડે કે તે શ્રીઠાકુરજીના સ્વરૂપના ધ્યાન વિના બીજી જગ્યાએ જાય નહીં.
લૌક્રિક વૈદિક કાર્ય કરે પરંતુ મન શ્રીઠાકુરજી વિના બીજી જગાએ જાય નહીં એ ફલ દશાનો નિરોધ. તેને આ સંસારનું સુખ દુઃખ અનેક તાપ બીજાને જે લાગે છે. તે લાગે નહીં. મન શ્રીઠાકુરજી અને તેમની લીલા રસમાં મગ્ન રહે, આ નિરોધનો બીજો પ્રકાર છે.
ત્યારે રાજા દુવે અને માધો દુવેએ વિનંતી કરી, મહારાજાધિરાજ ! અમને તો બંને પ્રકારનો નિરોધ દુર્લભ છે. તેથી આપ જેમ અમને સંસાર સમુદ્રમાંથી ડુબતાં હાથ પકડીને શરણે લીધા છે. તે જ પ્રકારે નિરોધનું દાન આપ કરશો તો અમને કંઈક સિદ્ધ થશે.
બીજી પ્રકારે અમારું તો કોઈ સામર્થ્ય નથી. એ પ્રકારે બંને ભાઈની દીનતા અને સરલ સ્વભાવ જોઈને દશમસ્કંધ જેને નિરોધસ્કંધ કહે છે. તેનો આપશ્રીએ ‘નિરોધલક્ષણ‘ ગ્રંથ કરી તેનું જ્ઞાન બંને ભાઈને આપ્યું. ત્યારે તત્કાલ બંને ભાઈનું મન અલૌકિક થઈ ગયુ. લીલારસનો અનુભવ થવા લાગ્યો.
પછી શ્રીઆચાર્યજી કહે, હવે તમારા ઘરે જઈ સેવા કરો, જેને નિરોધ કર્યો તેને બહુ બોલવું કે દેશોમાં ફરવું નહીં. તેથી ઘરે જાવ. દેવી જીવ આવે તેને નામ આપજો. તમને નિરોધ સિદ્ધ થયો છે.

॥ નિરોધલક્ષણમ્ ।।

યચ્ચ દુ:ખં યશોદાયા નન્દાદીનાં ચા ગોકુલે ।।

ગોપિકાનાંતુ યદ્દ્દુ:ખ તદ્દ્દુઃખં સ્યાન્ મમ ક્વચિત્ ।।૧||

ગોકુલે ગોપિકાનાં ચ સર્વેષાં વ્રજવાસિનામ્ ।। 

યત્ સુખ સમભૂત્ તન્મે ભગવાન્ કિં વિધાસ્યતિ ||૨||

ઉદ્ધવાગમને જાત ઉત્સવ: સુમહાન્ યથા ।।

વૃન્દાવને ગોકુલે વા તથા મે મનસિ  ક્વચિત્ ||૩||

મહતાં કૃપયા યાવદ્ ભગવાન દયયિષ્યતિ ।।

તાવદ્ આનન્દ-સન્દોહ: કીર્તમાનઃ સુખાય હિ ।।૪।।

મહતાં કૃપયા યદ્વત કીર્તનું સુખદં સદા ।।

ન તથા લૌકિકાનાં તુ સ્નિગ્ધ-ભોજન -રૂક્ષવત્ ।।પ।। 

ગુણગાને સુખાવાપ્તિઃ ગોવિન્દસ્ય પ્રજાયતે ।।

યથા તથા શુકાદીનાં નૈવાત્મનિ કુતોડન્યત: ||૬||

ક્લિશ્યમાનાન જનાન દષ્ટ્રા કૃપાયુક્તો યદા ભવેત્ ॥

તદા સર્વ સદાનન્દં  હદિસ્થં નિર્ગત બહિ: ।।૭।।

સર્વાનન્દ-મયસ્યાપિ કૃપાનન્દો સુદુર્લભઃ ।।

હૃદ્રતઃ સ્વગુણાન શ્રુત્વા પૂર્ણ : પ્લાવયતે જનાન્ ||૮||

તસ્માત્ સર્વ પરિત્યજ્ય નિરુદ્ધ: સર્વદા ગુણા: ||

સદાનન્દ-પરૈર્ ગેયાઃ સચ્ચિદાનન્દતા તતઃ ।।૯।।

અહં નિરુદ્ધો રોધેન નિરોધપદવીં ગતઃ ||

નિરુદ્ધાનાં તુ રોધાય નિરોધ વર્ણવામિ તે ।।૧૦||

હરિણા યે વિનિમુંકૃતાસ તે મગ્ના ભવસાગરે ।।

પે નિરુદ્ધાસ્ તએવાત્ર મોદમ્ આયાન્ત્યહર્નિશમ્ ||૧૧||

સંસારાવેશ-દુષ્ટાનામ: ઇન્દ્રિયાણાં હિતાય વૈ  || 

કૃષ્ણસ્ય સર્વવસ્તુનિ ભૂમ્ન ઈશસ્ય યોજયેત્ ॥૧૨||

ગુણેષ્વાવિષ્ટ-ચિત્તાનાં સર્વદા મુરવૈરિણઃ ||

સંસાર-વિરહ-ક્લેશૌ  ન સ્યાતાં હરિવત્ સુખમ્  ।।૧૩||

તદા ભવેદ્ દયાલુત્વમ્ અન્યથા ક્રૂરતા મતા|| 

બાધ-શંકાપિ નાસ્ત્યત્ર તદધ્યાસોડપિ સિધ્યતિ ||૧૪||

ભગવદ્-ધર્મ-સામર્થ્યાદ્ વિરાગો વિષષે સ્થિર: ||

ગુણૈર્ હરિ -સુખ-સ્પર્શાત્ ન દુઃખં ભાતિ કર્હિચિત્ ।।૧૫।। 

એવં  જ્ઞાત્વા જ્ઞાન-માર્ગાદ્ ઉત્કર્ષો  ગુણ-વર્ણને ।। 

અમત્સરૈર્ અલુબ્ધૈશ્ચ  વર્ણનીયા: સદા ગુણા: ||૧૬||

હરિમૂર્તિ સદા ધ્યેયા સંકલ્પાદ્ અપિ તંત્ર હિ ||

દર્શન સ્પર્શનં સ્પષ્ટં  તથા કૃતિ-ગતી સદા ।।૧૭।।

શ્રવણું કીર્તનં  સ્પષ્ટં  પુત્રે કૃષ્ણપ્રિય રતિ।। 

પાયોર્ મલાંશ-ત્યાગેન શેષભાગં  તેનૌ  નયેત્ ।।૧૮।।

પ્યસ્ય  વા ભગવત્કાર્ય યદા સ્પષ્ટં ન દશ્યતે ||

તદા વિનિગ્રહસ તસ્ય કર્તવ્ય ઇતિ નિશ્ચય:।।૧૯।।

નાત: પરતરો મન્ત્રો  નાતઃ પરંતર: સ્તવઃ ||

નાત: પરતરા  વિદ્યા તીર્થ નાતઃ પરાત્ પરમ  ।।૨૦।। 

।। ઇતિ શ્રીવલ્લભાચાર્યપ્રકટિત નિરોધલક્ષણમ્ સમ્પૂર્ણમ્ ।।

Like Like