હા હા દૈન્યાષ્ટકમ

(અનુષ્ટુપ)

હાહા શ્રીવલ્લભાધીશ હાહા કૃષ્ણમુખામ્બુજ |

હાહા વિયોગભાવાગ્ને  દેહિ મે નિજદર્શનમ્ ॥૧॥

(અત્ર ‘હાહા’  શબ્દ વિયોગ સહી ન શકવાથી ખેદનો પ્રદર્શક  છે.)

હૈ  શ્રીવલ્લભાષીશ ! હે શ્રીકૃષ્ણચન્દ્રના મુખારવિન્દ સ્વરૂપ ! હૈ વિયોગના ભાવથી  અગ્નિસ્વરૂપ ! મને આપનું દર્શન આપો.

હાહા વિશાલનયન હાહા ફુલ્લતમાનન ।

હાહા સુનાસિકાશોભ દેહિ મે નિજદર્શનમ્ ॥૨॥

હે  વિશાલ નેત્રવાળા !  હૈ  પ્રફુલ્લિત નેત્રવાળા ! હૈ સુંદર  નાસિકાની શોભાવાળા પ્રભુ ! મને આપનું દર્શન આપો. 

હાહાલકાવૃતમુખ હાહામિતસુધાધર |

હાહાતિરમ્યચિબુક દેહિ મે નિજદર્શનમ્ ||૩||

હે કેશથી આવૃત્ત મુખવાળા ! હૈ  અમિત સુધા જેના અધરમાં છે એવા ! હૈ  અતિ સુન્દર ચિબુક-હડપચીવાળા ! મને આપનું દર્શન આપો. 

હાહા નિજ્જનાધાર હાહા દીનજનાશ્રય ।

હાહા દયાર્દ્ર હૃદય દેહિ મે નિજદર્શનમ્ ॥૪॥

હૈ નિજજનના આધાર ! હૈ દીનજનોના આશ્રયદાતા ! હૈ  દયાથી પીગળેલ હૃદયવાળા શ્રીમહાપ્રભુજી ! મને આપનું દર્શન આપો. 

હાહા સ્વકીયસર્વસ્વ હાહાઽધનમનોધન ।

હાહાતિમૃદુલસ્વાન્ત દેહિ મે નિજદર્શનમ્ ||પ||

હૈ સ્વકીય ભકતોના સર્વસ્વરૂપ ! હૈ નિર્ધનજનોના  મનના  ધનરૂપ ! હે અતિ કોમલ અન્તઃકરણવાળા શ્રીમહાપ્રભુજી ! મને આપનું દર્શન આપો. 

હાહા કૃતસ્વકીયાર્ત  હાહા ભાવાર્તિદાયક ।

હાહા હૃદયભાવજ્ઞ  દેહિ મે નિજદર્શનમ્ ॥૬॥

હે- સ્વકીયોને આર્તિનું દાન કરનાર ! હે ભાવરૂપી આર્તિ  આપનાર ! હે હૃદયના ભાવને જાણનાર શ્રીમહાપ્રભુજી ! મને આપનું દર્શન આપો. 

હાહા નિજજન પ્રાણ હાહા નિજજનાવૃત્ત |

હાહા પુષ્ટિપથાચાર્ય દેહિ મે નિજદર્શનમ ||૭||

હૈ સ્વકીય જનોના પ્રાણ ! હૈ સ્વકીય જનોથી ઘેરાયેલા ! હૈ પુષ્ટિ-અનુગ્રહ માર્ગના આચાર્ય શ્રીમહાપ્રભુજી ! મને આપનું દર્શન આપો. 

હાહા વિજિતકન્દર્પ હાહા સ્વાનન્દતુન્દિલ ।

હાહા હરિવિહારાત્મન્ દેહિ મે નિજદર્શનમ્ ॥૮॥

હે કામદેવને જીતનાર ! હૈ પોતાના આનન્દથી ભરપૂર ! હે શ્રીહરિના વિહારસ્વરૂપ મહાપ્રભુજી ! મને આપનું દર્શન આપો. 

|| ઇતિ શ્રીહરિદાસોકતં  હાહાદૈન્યાષ્ટકં સમ્પૂર્ણમ્ ॥