બ્રમ્હસંબંધ નો ભાવાર્થ

ભગવાન શ્રી કૃષ્ણથી વિખુટા (છુટા) પડયે હજારો વર્ષોનો સમય વ્યતીત (પસાર) થવાથી ભગવાનની પ્રાપ્તિને માટે હૃદયમાં જે તાપ-કલેશ નો આનંદ  થવો જોઈએ (તથા તેમના દર્શન-મિલન માટે જે આર્તિ થવી જોઈએ) તેનો આનંદ જેને તિરોધાન થયો છે એવો હું જીવ, ભગવાન- ષડ્ ગુણ સંપન્ન, અને રસાત્મક કૃષ્ણ (શ્રી ગોપીજન વલ્લભ)ને   પત્ની (સ્ત્રી), ઘર, છોકરાં, કુટુંબીઓ, દ્રવ્ય, આ લોક તથા પરલોકના પાપ, પુણ્ય તથા દેહ, ઈન્દ્રિયો, પ્રાણ, મન તથા બુધ્ધિ, અને તેમનાં ધર્મો તેમની ક્રીયાઓ, જીવાત્મા સહિત “હું” અર્પણ કરૂં છું (નિવેદન કરૂં છું)

હે કૃષ્ણ ! હું તમારો દાસ(સેવક) છું,

હે કૃષ્ણ ! હું તમારો દાસ છું,

હે કૃષ્ણ ! હું તમારો દાસ છું.

અર્થ :

આ બ્રહ્મસંબંધની પ્રતિજ્ઞા લેનાર-નિવેદન કરનાર જીવ છે, તે પોતાને માટે અહં-હું શબ્દનો પ્રયોગ કરીને નિવેદન કરે છે.

કયા ભગવાન ને ? તો ત્યાં કહે છે કે કૃષ્ણાય – અર્થાત કૃષ્ણને,

કેવો જીવ ? હજારો વર્ષોના ભગવાનથી થયેલા વિરહને લીધે જેનામાં તાપ અને કલેશનો આનંદ જતો રહ્યો છે. એવો જીવ

તે શું સર્મપણ કરે છે ? સ્ત્રી, ઘર, છોકરાં, ફુટુંબીજનો, ધન તથા આલોક ને પરલોકનાં પાપ અને પુણ્યને ઉપરાંત પોતાના શરીર, ઈન્દ્રિયો, પ્રાણ, મન, બુદ્ધિ તથા તેના ધર્મો એ બધું પોતાના જીવાત્માની સાથે અર્પણ કરે છે, ને અર્પણ કરી ને પોતે ભગવાનનો દાસ છે, એમ કહીને પોતાની કૃત કૃત્યતા જણાવે છે.

Like 1