સેવાફલમ્ – ષોડશ ગ્રંથ

શ્રી વલ્લભાચાર્યજી મહાપ્રભુજી રચિત ષોડશગ્રંથ પૈકી એક ગ્રંથ સેવાફલમ્ ગ્રંથ.

સેવાફલમ ગ્રંથ સાથે જોડાયેલ પ્રસંગ :

84 વૈષ્ણવ માં ના વિષ્ણુદાસ છીપા જે પ્રથમ અષ્ટછાપ કવિ મંડળ ના ભાગ હતા. જ્યારે શ્રી મહાપ્રભુજી ના શરણે આવ્યા. પછી શ્રીઆચાર્યજી શ્રીયમુનાજીના તીરે પધારી વિષ્ણુદાસને ન્હવડાવી નામ સંભળાવ્યું અને બ્રહ્મસંબંધ કરાવ્યું.

ત્યારે વિષ્ણુદાસે વિનંતી કરી મહારાજ ! હું મૂર્ખ છું, તેથી એવી કૃપા કરો કે શ્રીભાગવત આદિ આપના ગ્રંથનું કંઈક જ્ઞાન થાય, આપના માર્ગનો સિદ્ધાંત સમજાય ત્યારે શ્રીઆચાર્યજી ‘સેવા-ફલમ્‘ ગ્રંથ કરી વિષ્ણુદાસને સંભળાવ્યો.

તે સાંભળીને વિષ્ણુદાસે વિનંતી કરી મહારાજ ! ‘સેવા- ફલ’ ગ્રંથના સાંભળવાથી બધા શાસ્ત્ર-પુરાણનું જ્ઞાન થયું. પરંતુ ‘સેવા-ફલ’ ગ્રંથનો અભિપ્રાય સમજવામાં ન આવ્યો. ત્યારે શ્રીઆચાર્યજી કહે, જે ‘સેવા-ફલ’ ગ્રંથ એવો જ કઠણ છે.

સારું કર્યું તે પૂછયું. પછી આપે ‘સેવા-ફલ’ની ટીકા કરીને સંભળાવી ત્યારે માર્ગનો સમગ્ર સિદ્ધાંત વિષ્ણુદાસને હૃદયારૂઢ થયો. તેમાં મગન થઈ ગયા.

।। સેવાફલમ ।।

યાદથી સેવના પ્રોકતા તત્સિદ્ધૌ ફલમ ઉચ્યતે ।।
અલૌકિકસ્ય’ દાને હિ ચાદ્યઃ સિધ્યેનું મનોરથ: ।।૧।।
કુલ” વા હ્યધિકારો” વા ન કાલો-ડત્ર નિયામક: ||
ઉદ્વેગ: પ્રતિબંધો વાભોગો વા સ્યાત્ તુ બાધકામ્ ||૨||
અકર્તવ્યે ભગવતઃ ” સર્વથા ચેદ્ ગતિર્ ન હિ ||
યથા વા તત્વનિર્ધારો વિવેક: સાધનં મતમ્ ||૩||
બાધકાનાં પરિત્યાગો ભાગે ડપ્યેકં તથા પરમ્ ।।
નિષ્પ્રત્યૂહં મહાન ભોગ: પ્રથમે વિશતે સદા ।।૪।।
સવિઘ્નો-ડલ્પો ઘાતકઃ સ્યાદ્ બલાદ્ એતો સદા મતો ।।
દ્વિતીયે’ સર્વથા ચિન્તા ત્યાજ્યા સંસાર-નિશ્ચયાત્ ||૫||
ન ત્વાદ્યે દાતૃતા નાસ્તિ તૃતીયે બાધક ગૃહમ ।।
અવશ્યેયં સદા ભાવ્યા સર્વમ્ અન્યન્ મનોભ્રમ: ।।૬।।
તદીયૈર્ અપિ તત્કાર્ય પુષ્ટૌ નૈવ વિલમ્બયેત્ !!
ગુણક્ષોભેડપિ દ્રષ્ટવ્યમ્ એતદેવેતિ મે મતિઃ ।।૭।।
કુસૃષ્ટિર અત્ર વા કાચિદ્ ઉત્પદ્યેત સ. વૈ ભ્રમઃ ।।
।। ઈતિ શ્રીવલ્લભાચાર્ય વિરચિતં સેવાફલમ સમ્પૂર્ણમ્ ।।

Like Like