સંન્યાસનિર્ણયઃ ગ્રંથ – ષોડશ ગ્રંથ 

શ્રી વલ્લભાચાર્યજી રચિત ષોડશ ગ્રંથ પૈકી એક ગ્રંથ સંન્યાસનિર્ણયઃ ગ્રંથ. 

સંન્યાસનિર્ણયઃ ગ્રંથ સાથે જોડાયેલ વાર્તા પ્રસંગ  :

ક્ષત્રિયના ૨ દીકરા આનંદદાસ અને વિશ્વંભરદાસ. બંને ને નાનપણ થી મન વૈરાગી. વૈરાગી સાથે જ રહે, કથા સાંભળે. એક સમય બંને ભાઈ યમુનાજી ના કિનારે બેસીને જ્ઞાન ની વાતો કરતાં હતા. આટલી કથા સાંભળી પણ ઠાકુરજી માં મન ના લાગ્યું. મન વશ ના થયું. જન્મ વૃથા ગાયો.

બંને ભાઈ માથું પીટીને રુદન કરવા લાગ્યા. રાતે ત્યાં જ પડ્યા રહ્યા. ત્યારે શ્રી ઠાકુરજી એ મહાપ્રભુજી ને આજ્ઞા કરી કે આ જીવ ને મારા પ્રત્યે ઘણો તાપ છે. આપ એમને શરણે લો. મહાપ્રભુજી કૃષ્ણદાસ મેઘન આદી વૈષ્ણવો ને જગાડી ને એજ સમયે ત્યાં જવા પધાર્યા.

વૈષ્ણવો નાવ ચલાવી આ બે ભાઈઓ સુધી પહોંચ્યા. મહાપ્રભુજી એ વેદ મંત્રો થી એમને બેહોશી હાલત માંથી જગાડ્યા અને પછી એમને નામ સંભળાવી બ્રમ્હસંબંધ કરાવ્યું. એમને પોતાની સાથે લાવ્યા.  સવાર થયું ત્યારે શ્રીઆચાર્યજી સ્નાન કરી શ્રીઠાકુરજીની સેવાથી પહોંચી બંને ભાઈને કહે તમે ભગવદ સેવા કરો.

ત્યારે બંને ભાઈએ વિનંતી કરી, મહારાજ ! અમારું મન તો સંન્યાસ લેવાનું છે. પરંતુ બીજી જગ્યાએ મન જતું નથી. અમારું મન ઠેકાણે રહે, ત્યાગ દશા છુટે તો ઘરમાં રહી શકાય, અને ત્યારે ભગવદસેવા બને.

ત્યારે શ્રીઆચાર્યજીએ ચરણામૃત આપ્યું. ‘સન્યાસ નિર્ણય’ ગ્રંથ ની રચના કરીને બને ભાઈ ને સંમળાવ્યો. તેથી રસ જે ઊછલિત હતો તે ભગવદરસ હૃદયમાં સ્થિર થયો. મનનો ઉદ્વેગ મટી ગયો.

એક સમય નરહર સન્યાસી નામક મહાપ્રભુજી ના સેવક વૈષ્ણવ ફરતા ફરતા બદ્રીકાશ્રમ આવ્યા. ત્યાં આચાર્યશ્રી મહાપ્રભુજી પણ પધાર્યા હતા. નરહર સન્યાસી એ આપના દર્શન કર્યા. શ્રીઆચાર્યજી મહાપ્રભુને વિનંતી કરી, મહારાજ ! મેં પહેલાં સંન્યાસ ગ્રહણ કર્યો હતો, પછી આપની કૃપાથી ભક્તિ માર્ગમાં આવ્યો.

સંન્યાસનો પ્રકાર તો હું જાણું છું, પરંતુ ભક્તિમાર્ગનો શો પ્રકાર છે. તે હું જાણતો નથી. માટે મને કૃપા કરી કહો. ત્યારે શ્રીઆચાર્યજી કહે, તને ભક્તિ માર્ગનાં સંન્યાસનો પ્રકાર કહું છું. પછી શ્રીઆચાર્યજીએ ‘સંન્યાસ નિર્ણય’ ગ્રંથ કરી નરહર સંન્યાસીને ભણાવી તેનો ભાવ કહી સંભળાવ્યો.

એટલે નરહર સંન્યાસીના હૃદયમાં પુષ્ટિમાર્ગનો સિદ્ધાંત સ્થિર થયો. ત્યારે શ્રીઠાકુરજીની લીલાનો અનુભવ થયો અને લીલામાં મગ્ન થઈ ગયા. પછી શ્રીઆચાર્યજી ત્યાંથી આગળ પધાર્યા. નરહર સંન્યાસી સ્વરૂપાનંદમાં મગન થઈ ફર્યા કરતા. તે નરહર સંન્યાસી શ્રીઆચાર્યજીના એવા કૃપાપાત્ર ભગવદીય હતા.

।। સંન્યાસનિર્ણયઃ।।

પશ્ચાત્તાપ-નિવૃત્ય  પરિત્યાગો વિચાર્યત્તે ।। 

સ માર્ગદ્વિતયે પ્રોકૃતો ભક્તૌ  જ્ઞાને વિશેષતઃ ||૧||

કર્મમાર્ગે ન કર્તવ્ય: સુતરાં કલિકાલતઃ ।।

અત આદૌ  ભક્તિમાર્ગે કર્તવ્યત્વાદ્ વિચારણા ।।૨।। 

શ્રવણાદિ-પ્રસિધ્યર્થ કર્તવ્યર્થી ચેત્ સ. નેષ્યતે ।। 

સહાય-સંગ-સાધ્યત્વાત સાધનાનાં ચ રક્ષણાત ।।૩।।

અભિમાનાદ્ નિયોગાત્’ ચ તદ્દ-ધર્મેશ્ય વિરોધત:’ ।। 

ગુહાદેઃ બાધકત્વેન સાધનાર્થ  તથા યદિ ।।૪।। 

અગ્રેડપિ તાદશૈર્ એવ સંગો ભવતિ નાન્યથા ।। 

સ્વયં ચ વિષયાક્રાન્તઃ પાષંડી સ્યાત તુ કાલતઃ ||૫||

વિષયાક્રાન્ત-દેહાનાં નાવેશ: સર્વદા હરે :  || 

અતો-ડત્ર સાધને ભક્તો નૈવ ત્યાગ: સુખાવહ: ।।૬।।

વિરહાનુભવાર્થ તુ પરિત્યાગ: પ્રશસ્ય તે ।।

સ્વીય-બન્ધ-નિવૃત્યર્થ વેશઃ સોડત્ર ન ચાન્યથા ।।૭।।

કૉંડિન્યો ગોપિકા: પ્રોક્તા: ગુરવા સાધનં ચ તદ્દ-।।

ભાવો ભાવનયા સિદ્ધ : સધનં નાન્યદ્ ઇષ્યતે ||૮|| 

વિકલક્ત્વ તથા-ડસ્વાસ્થ્ય પ્રકૃતિ: પ્રાકૃતં ન હિ ।।

જ્ઞાનં ગુણાશ્ચ તસ્યૈવં વર્તમાનસ્ય બાધકા: ।।૯।।

સત્ય-લોકે સ્થિતિર જ્ઞાનાત્ સંન્યાસેન વિશેષિતાત્ ।।

ભાવના સાધનં યત્ર કુલં ચાપિ તથા ભવેત્ ।।૧૦।। 

તાદશા: સત્યલોકાદૌ  તિષ્ઠન્ત્યેવ  ન સંશય: ।। 

બહિશ્ ચેત્ પ્રકટઃ સ્વાત્મા વહિનવત્ પ્રવિશેદ્ યદિ ।। ૧૧ ।। 

તદૈવ સકલો બન્ધો નાશમેતિ ન ચાન્યથા ।। 

ગુણાસ્તુ સંગ-રાહિત્યાદ્ જીવનાર્થ ભવન્તિ હિ ।।૧૨।।

ભગવાન ફલરૂપત્વાત્ નાત્ર બાધક ઈષ્યતે ||

સ્વાસ્થ્ય-વાક્ય ન કર્તવ્યં દયાલુર ન વિરુધ્યતે ॥૧૩॥

દુર્લભો–ડયું પરિત્યાગ: પ્રેમ્ણા  સિધ્યતિ નાન્યથા ।। 

જ્ઞાનમાર્ગે તુ સંન્યાસો દ્વિવિધૉડપિ વિચારિત:।।૧૪।

જ્ઞાનાર્થમ ઉત્તરાંગ’ ચ સિદ્ધિર જન્મશતેઃ ૫રમ્।।

જ્ઞાનં ચ સાધનાપેક્ષં  યજ્ઞાદિ-શ્રવણાન્ મતમ્ ||૧૫||.

અતઃ કલૌ  સ સંન્યાસઃ પશ્ચાત્તાપાય નાન્યથા ।। 

પાષંડિત્વ ભવેત્ ચાપિ તસ્માદ્ જ્ઞાને ન સંન્યસેત્ ।।૧૬||

સુતરાં કલિદોષાણાં પ્રબલત્વાદ્ ઇતિ સ્થિતિઃ ||

ભક્તિમાર્ગેડપિ ચેદ્દ દોષ: તદા કિં કાર્યમ ઉચ્ચતે ।।૧૭।

અત્રારમ્ભે  ન નાશઃ સ્યાદ્દ  દષ્ટાન્તસ્યાપ્યભાવત: ।।

સ્વાસ્થ્ય-હેતોઃ પરિત્યાગાદ્ભાધઃ કેનાસ્ય સમ્ભવેત્ ||૧૮||

હરિર્ અન્ન ન શક્નોતિ કતું બાધાં કુતો-ડપરે !

અન્યથા માતરો બાલાન્ ન સ્તન્યૈ:  પુપુષુ: કવચિત્ ।।૧૯।। 

જ્ઞાનિનામ્ અપિ વાક્યેન  ન ભક્ત મોહયિષ્યતિ ।। 

આત્મપ્રદઃ પ્રિયશ્યાપિ કિમર્થ મોહયિષ્યતિ ।।૨૦।।

 તસ્માદ્ ઉક્ત-પ્રકારેણ પરિત્યાગો વિધીયતામ્ || 

અન્યથા ભ્રશ્યતે સ્વાર્થાદ્ ઇતિ મે નિશ્ચિતા મતિ:।।૨૧।।

ઇતિ કૃષ્ણ-પ્રસાદેન વલ્લભેન વિનિશ્ચિતમ્ ।।

સંન્યાસ-વરણં ભકતો અન્યથા પતિતો ભવેત્ ।।૨૨।।

।। ઇતિ શ્રીવલ્લભાચાર્યવિરચિતઃ સંન્યાસનિર્ણય: સમ્પૂર્ણતા:  ।।

Like Like