શ્રી મધુરાષ્ટકમ્

તોટક છંદ
અધરં મધુરં વદનં મધુરં, નયનં મધુરં હસિતં મધુરમ્ |
હૃદયં મધુરં ગમનં મધુરં, મધુરાધિપતે-રખિલં મધુરમ્ ||૧||
વચનં મધુરં ચિરતં મધુરં, વસનં મધુરં વિલતં મધુરમ્ |
ચલિતં મધુરં ભ્રમિત મધુરં, મધુરાધિપતે-રખિલં મધુરમ્ ||૨||
વેણુ-ર્મધુરો રેણુ-ર્મધુરઃ, પાણિ-ર્મધુરઃ પાદૌ મધુરૌ |
નૃત્યં મધુરં સખ્યં મધુરં, મધુરાધિપતે-રખિલં મધુરમ્ ||૩||
ગીતં મધુરં પીતં મધુરં , ભુક્તં મધુરં સુપ્તં મુધરમ્ |
રૂપં મધુરં તિલકં મધુરં, મધુરાધિપતે-રખિલં મધુરમ્ ||૪||
કરણં મધુરં તરણં મધુર, હરણં મધુરં ૨મણં મધુરમ્ |
વિમતં મધુરં શમિતં મધુરં, મધુરાધિપતે-રખિલં મધુરમ્ ||૫||
ગુંજા મધુરા માલા મધુરા, યમુના મધુરા વીચી મધુરા |
સલિલં મધુરં કમલં મધુરં, મધુરાધિપતે-રખિલં મધુરમ્ ||૬||
ગોપી મધુરા લીલા મધુરા, યુક્તં મધુરું મુક્તં મધુરમ્ |
ઈષ્ટં મધુરં શિષ્ટં મધુરં, મધુરાધિપતે-રખિલં મધુરમ્ ||૭||
ગોપા મધુરા ગાવો મધુરા, યષ્ટિ-ર્મધુરા-સૃષ્ટિ-ર્મધુરા |
દલિતં મધુરં ફલિતં મધુરં, મધુરાધિપતે-રખિલં મધુરમ્ ||૮||
|| ઈતિ શ્રીમદ્ વલ્લભાચાર્ય વિરચિતં મધુરાષ્ટકં સંપૂર્ણમ્ ||

રચના પ્રસંગ :

વીં. સં. ૧૫૪૯ માં જ્યારે શ્રી ભગવદ આજ્ઞા થી જીવો ના ઉદ્ધાર હેતુ શ્રી મહાપ્રભુજી ભારત પરિક્રમા કરવા પધાર્યા ત્યારે શ્રાવણ સુદ અગીયારસે આપશ્રી ઠકરાની ઘાટ પર ચિંતામગ્ન થઈ વિરાજમાન હતા, કે આ કલિયુગ ના જીવો દોષો થી ભરેલા છે અને પ્રભુ તો કોમળ છે કેવી રીતે આ જીવો નો ઉદ્ધાર કરવો…. ત્યારે સાક્ષાત પ્રભુ શ્રી ગોકુળચંદ્રમાજી સ્વરૂપે પ્રકટ થયા અને આજ્ઞા કરી “હે વલ્લભ આપ જીવો ને બ્રમ્હસંબંધ ની દીક્ષા આપી ને શરણ માં લ્યો. એક વાર બ્રમ્હસંબંધ થશે પછી કદાચિત આપ જીવ ને છોડી શકો પણ હું ક્યારેય એનો હાથ નહીં છોડું.” ત્યારે શ્રી મહાપ્રભુજી પ્રસન્ન થય ને ૩૬૦ તાર નું સૂતર નું પવિત્રું ધરી ને શ્રી ગોકુળચંદ્રમાં જી ને મીશ્રી ભોગ ધર્યો અને “શ્રી મધુરાષ્ટકમ્ “ થી પ્રભુ ની સ્તુતિ કરી.

Like 1