જન્માષ્ટમી – ક્રુષ્ણ જન્મોત્સવ
જન્માષ્ટમી પુષ્ટિમાર્ગ મહા મહોત્સવ, ક્રુષ્ણ જન્મોત્સવ તિથી, જન્માષ્ટમી કે પદ, પાલના કીર્તન, શ્રીનાથજી જાગરણ દર્શન, જન્માષ્ટમી પૂજન , જન્માષ્ટમી સેવા ક્રમ, ક્રુષ્ણ જયંતી.
તિથી : શ્રાવણ વદ આઠમ
જન્માષ્ટમી મહામોત્સવ ની મંગલ વધાઈ. આજનો ઉત્સવ સમગ્ર સૃષ્ટિ માટે અત્યંત મહત્વપૂર્ણ છે. આજ આપના પ્રિય ભગવાન, પરમ બ્રહ્મ શ્રી કૃષ્ણ નો જન્મમોત્સવ છે. મથુરાના રાજા કંસના કારાગારમાં, માતા દેવકી અને પિતા વાસુદેવના પુત્ર રૂપ માં આપનો જન્મ થયો છે.
પુષ્ટિમાર્ગ ની નિત્ય સેવા પ્રણાલિકા, ઉત્સવ પ્રણાલિકા, શૃંગાર પ્રણાલિકા આજથી પ્રારંભ થાય છે.
શ્રી મહાપ્રભુજીએ પુષ્ટિમાર્ગમાં ભગવાન વિષ્ણુના દસ અવતારોમાંથી ચાર અવતારોને વિશેષ મહત્વ આપ્યું છે:
- નૃસિંહ અવતાર
- વામન અવતાર
- રામ અવતાર
- કૃષ્ણ અવતાર
આ અવતારોના કાર્યોમાં પ્રભુએ પોતાના નિસાધન ભક્તો પર અપાર કૃપા વરસાવી છે. ‘કૃપા’નો એક અર્થ ‘પુષ્ટિ’ પણ છે. એટલે પુષ્ટિમાર્ગમાં, આ ચાર અવતારોના પ્રગટ્ય ઉત્સવને આ ચાર જયંતીઓમાં ઉપવાસની પરંપરા છે.
ઉપવાસ કરવાનું મુખ્ય કારણ એ છે કે આ ઉત્સવ પર પ્રભુ આપણી વચ્ચે પધારે છે, અને આપણે તેમના દર્શન કરવા તેમની સમક્ષ જઈએ છીએ. તેમની સમક્ષ હોવાની પહેલાં, આપણે ઉપવાસ કરીને આંતરિક શુદ્ધિ કરીને પ્રભુની સમક્ષ હોઈએ છીએ.
આજ, પ્રભુનું પંચામૃત સ્નાન થાય છે. મંદિરોમાં સાજ બધી નવી આવે છે. આ દિવસે ભારી શૃંગાર થાય છે. મધ્યરાત્રે, પ્રભુનો જન્મોત્સવ ઉજવાય છે. સંધ્યા આરતીની પછી રાતની જાગરણ ના દર્શન થાય છે, જે મધ્ય રાત્રિ સુધી ચાલે છે. મંદિર હવેલીઓમાં, તેમની વિશેષ પ્રણાલિકાની આધારે જાગરણ ના દર્શન થાય છે. સંખનાદ સાથે પ્રભુ નો જન્મોત્સવ ઉજવાય છે. ત્યારે બાળકૃષ્ણજીને પંચામૃત સ્નાન થાય છે. સમગ્ર રાત્રિ સમયે મહાભોગ ધરાય છે. વહેલી સવારે નંદોત્સવને ઉજવાય છે.
વૈષ્ણવો ના ઘરે સેવામાં પ્રભુ ને રાત્રિ જાગરણ નો ક્રમ નથી. પ્રભુ ને પોંઢાળવાનો જ ક્રમ હોય છે. હવેલી – વૈષ્ણવ ઘરો ની સેવા પ્રણાલિકા ભિન્ન હોય છે.
શ્રીનાથજી દર્શન – જન્માષ્ટમી
જન્માષ્ટમી ના પદ, પાલના ના પદ – કીર્તન નીચે દર્શાવેલ ઈ-બૂક માં પ્રાપ્ય છે.
આ ઈ-બૂક પધ્ય સાહિત્ય માં પણ ઉપલબ્ધ છે.
જાગરણ કીર્તન : –
राग : मालव
पद्म धर्यो जन ताप निवारण ।
चक्र सुदर्शन धर्यो कमल कर भक्तनकी रक्षा के कारण ॥१॥
शंख धर्यो रिपु उदर विदारन गदाधरी दुष्टन संहारन ।
चारौ भुजा चारौ आयुध धरे नारायण भुव भार उतारन ॥२॥
दीनानाथ दयाल जगत गुरू आरति हरन चिंतामनि ।
परमानंद दासकौ ठाकुर यह औसर छांडो जिन किनि ॥३॥
राग : कान्हरो
आठें भादोंकी अँधियारी |
गरजत गगन दामिनी कोंधति गोकुल चले मुरारि ॥१॥
शेष सहस्र फन बूँद निवारत सेत छत्र शिर तान्यौ।
बसुदेव अंक मध्य जगजीवन कहा करैगौ पान्यो ॥२॥
यमुना थाह भई तिहिं औसर आवत जात न जानयी ।
परमानंददासको ठाकुर देव मुनिन मन मान्यो ॥३॥
राग : कान्हरो
हरे जनमतही आनंद भयौ ॥
नवविधि प्रगट भई नंदद्वारे सब दुख दूरि गयौ ॥१॥
वसुदेव देवकी मतोौ उपायो पलना बॉस लयी ।
कमलाकांत दियौ हुंकारो यमुना पार दयौ ॥२॥
नंदजसोदाके मन आनंद गर्ग बुलाय लयो ।
परमानंददासकौ ठाकुर गोकुल प्रकट भयौ ॥३॥