રૂપ ચૌદસ
રૂપ ચૌદસ પુષ્ટિમાર્ગ ભાવ, નર્ક ચતુરદશી અભ્યંગ સ્નાન, શ્રીનાથજી સેવાક્રમ, રૂપ ચતુરદશી કથા મહત્વ, રૂપ ચૌદસ કે પદ ની જાણકારી. આ ઉત્સવ દેશ ના વિવિધ વિસ્તારો માં અલગ અલગ નામ થી ઉજવાય છે.
તિથી : આસો વદ 14
- રૂપ ચતુરદશી
- નર્ક ચતુરદશી,
- કાળી ચૌદસ,
- છોટી દિવાલી
નામો થી ઓળખાય છે.
શ્રી ક્રુષ્ણ દ્વારિકા લીલા કથા :
ભૂદેવી અને વરાહ ભગવાન ના પુત્ર ભોમાશુર ( નરકાશૂર ) સમગ્ર પૃથ્વી ના બધા સ્થાને થી માણેક, હીરા, ધન સંપત્તિ યુદ્ધ માં જીતીને પ્રાપ્ત કરી લીધી હતી. આવી રીતે એ સમગ્ર પૃથ્વી નો રાજા બની ગયો હતો.
એને દેવતાઓ ને હરાવીને માતા અદિતી ના કાન ની બાલી લઈ લીધી હતી. એને 16100 કુંવરિકાઓ નું અપહરણ કરી લીધુ હતું. નરકાસુર ને વર પ્રાપ્ત હતો કે તેનો અંત માત્ર એમને જન્મ આપનારા જ કરી શકે. ત્યારે શ્રી ક્રુષ્ણ સ્વયં એના વધ માટે ગરુડ પર સવાર થય વધ કરવા ગયા. રાણી સત્યભામા એમની સાથે ગયા. શ્રી ક્રુષ્ણ અને નરકાસુર વચ્ચે ભીષણ યુદ્ધ થયું. અસુર વર ને કારણે એને પરાસ્ત કરવો કઠિન હતો. તેથી શ્રી ક્રુષ્ણ એ નરકાસુર ના અસ્ત્ર થી મૂર્છિત થવાનો સ્વાંગ કર્યો. ત્યારે રાણી સત્યભામાં એ સ્વયં યુદ્ધ નું નેતૃત્વ કર્યું. તેઓ નરકાસૂર સાથે યુદ્ધ માં અતિ ભારી સિદ્ધ થઈ રહ્યા હતા. કારણકે તેઓ સ્વયં શ્રી ભૂદેવી ના અવતાર છે.
ત્યારે બલિરાજા એ એક વર એ માંગ્યો કે આસો વદ ચૌદસ થી કારતક સુદ એકમ , ત્રણ દિવસ સુધી એમની પ્રજા પર સાસન કરવા દેવામાં આવે. પ્રભુએ એમને વર આપ્યું.
ત્યારથી આ ત્રણ દિવસો માં શાસ્ત્રોક્ત વિધિ થી સ્નાન કરવાથી રોગો થી મુક્તિ મળે છે. નર્ક ની યાતનાઓ નથી થતી. એના લીધે આ દિવસ ને નર્ક ચતુરદશી પણ કહેવાય છે. આ દિવસે સ્નાન કરવાથી સંપત્તિ પ્રાપ્ત થાય છે.
શ્રી ક્રુષ્ણ વ્રજ લીલા
આજે સ્નાન ના મહત્વ ના કારણે યશોદા મૈયા પોતાના લાલ ને જલ્દી જગાડે છે. પછી મંગલ ભોગ પછી યશોદાજી પોતાના લાલ ને કેસર, ફુલેલ (સુગંધિત તેલ) થી સારી રીતે શાસ્ત્રોક્ત રીત અનુસાર પ્રભુ ને સ્નાન કરાવે છે. જેનાથી પ્રભુ નું રૂપ વધારે નીખરી ને આવે છે. આ કારણે થી આજ ના પર્વ ને રૂપ ચૌદસ કહેવાય છે. પછી પ્રભુ ને શૃંગાર ધરાવે છે. ત્યાર બાદ પ્રભુ ગાયો ને શણગારવા પધારે છે.
राग : देवगंधार
न्हावावत सुतकों नंदरानी ।
मानत पर्व रूपचौदस को, तिलक उबटनो कर हरखानी ।। 1 ।।
वस्त्र लाल जरी आभूषण, पहरावत रुचिसों मनमानी ।
मेवा ले चले गाय सिंगारन, व्रजजन देखदेख विहंसानी ।। 2 ।।
શ્રીનાથજી દર્શન
ધન તેરસ થી દેવ પ્રબોધિની એકાદશી સુધી ના બધા ઉત્સવ ના પદ – કીર્તન નીચે આપેલ ઈ-બૂક માં પ્રાપ્ય છે.
આ બુક અમારા પધ્ય સાહિત્ય શેકશન માંથી પણ પ્રાપ્ય છે.