પવિત્રા અગ્યારસ
પવિત્રા અગ્યારસ પુષ્ટિમાર્ગ ભાવ , ઉત્સવ સેવા ક્રમ, ઉત્સવ કીર્તન, પવિત્રા નો ભાવ અને પવિત્રા ધરાવવા ની રીત, શ્રીનાથજી દર્શન, વાર્તા પ્રસંગ ની જાણકારી.
તિથી : શ્રાવણ સુદ અગ્યારસ
પવિત્રા અગ્યારસ વાર્તા પ્રસંગ
શ્રી મહાપ્રભુજી જ્યારે મધ્ય રાત્રિ સમયે ગોવિંદ ઘાટ પર ચિંતાતુર અવસ્થા માં બિરાજમાન હતા. એ રાત્રિ શ્રાવણ સુદ અગ્યારસ હતી. આપશ્રી ચિંતાતુર મુદ્રા માં વિચાર કરી રહ્યા હતા.
ત્યારે શ્રી વલ્લભ એ પ્રભુ ના દર્શન કર્યા અને કહ્યું “હૈ પ્રભુ ! આપની આજ્ઞા થઈ છે. દૈવી જીવો નો ઉદ્ધાર કરવાની. પરંતુ જીવ તો દોષ યુક્ત છે. એમને આપની સન્મુખ કેવી રીતે લાઉ.”
ત્યારે શ્રી ઠાકોરજી સુંદર આજ્ઞા કરે છે “હૈ વલ્લભ !, આપ જીવને શરણ માં લાવો, એમને પંચાક્ષર મંત્ર નું જ્ઞાન આપો. એમને મારી સાથે સંબંધ કરાઓ-બ્રમ્હ સંબંધ કરાવો. પછી એ જીવ દોષ મુક્ત થઈ જશે. પછી કદાચ આપ એમનો હાથ છોડી શકો પણ હું ક્યારેય નહીં છોડું.” આ જ વાણી સિદ્ધાંત રહષ્ય ના રૂપ માં પ્રકટ થઈ.
આ સાંભળી ને શ્રી વલ્લભ અતિ આનાંદિત થયા. આપશ્રી એ પવિત્રા એકાદશી નિમિત સ્વયં સિદ્ધ સુત્તર ના 360 તાર નું, કેસર રંગ માં રંગેલું પવિત્રા શ્રી ગોકુલ ચંદ્રામાંજી ને ધરાવ્યું. પછી મીશ્રી નો ભોગ ધરાવ્યો. એ સમયે પ્રભુ ના દર્શન કરતાં કરતાં પ્રભુ ના સ્વરૂપ ના ગુણગાન કરતાં એક અદભૂત અને દિવ્ય ગ્રંથ ની રચના કરી. આ રીતે ‘મધુરાષ્ટકમ’ ગ્રંથ ની રચના કરી. અમારા નિત્ય નિયમ શેકશન માં ગ્રંથ અવેલેબલ છે. લિન્ક નીચે આપેલ છે.
