નાગ પાંચમ – ઊર્ધ્વ ભુજા પ્રાકટ્ય
નાગ પાંચમ ભારત વર્ષ માં અલગ અલગ તિથી એ મનાવાય છે. આપના વ્રજ માં આજ ના દિવસે ઉત્સવ મનાવાય છે. પુષ્ટિમાર્ગ માં આ ઉત્સવ ગિરિરાજજી ના ભાવ થી મનાવાય છે. આજ નો દિવસ પુષ્ટિ શ્રુષ્ટી માટે અત્યંત મંગલ – હર્ષ અને ઉત્સાહ નો દિવસ છે.
તિથી : શ્રાવણ સુદ પાંચમ
આજ ના દિવસે આપણા શ્રી ગોવર્ધનધર શ્રી ગોવર્ધનનાથજી ની ઊર્ધ્વ ભુજા નું પ્રાકટ્ય નું દર્શન થયું હતું. આજના દિવસે ગાય ને ગોતવા આવેલ વ્રજ વાસી ને આપની ઊર્ધ્વ ભુજા ના દર્શન થયા.
દ્વાપર યુગ માં ભગવાન શ્રી ક્રુષ્ણ ના ગુરુ મહર્ષિ શ્રી ગર્ગાચાર્યજી એ હજારો વર્ષ પૂર્વ રચિત ગર્ગ સંહિતા માં ગિરિરાજ ખંડ માં ભવિષ્ય લખ્યું હતું કે કલિયુગ માં શ્રી ક્રુષ્ણ અહી પ્રકટ થશે.
येन रूपेण कृष्णेन घृतो गोवर्धनो गिरि: l
तद्रूपं विद्यते तत्र, राजन् श्रृंगारमंडले ll
अब्जाश्र्वतु: सहस्त्राणि तथा पंचशतानि च l
गतास्तत्र कलेरादौ क्षेत्रे श्रृंगारमंडले ll
गिरिराज गुहामध्यात् सर्वेषां पश्यंता नृप l
स्वतः सिद्धं च तद्रूपं हरे: प्रादुर्भविष्यति ll
श्रीनाथं देवदमनं च वदिष्यन्ति सज्जना: ll
અર્થાત ભગવાન ક્રુષ્ણ ને જે સ્વરૂપ માં ગિરિરાજ પર્વત ધારણ કર્યો હતો એ સ્વરૂપ વર્તમાન માં વ્રજ માં ગુપ્ત રૂપ થી બિરાજમાન છે. કલિયુગ ના 4500 વર્ષ પૂર્ણ થયા પછી. શ્રી ક્રુષ્ણ નું સ્વયં સિદ્ધ સ્વરૂપ વ્રજ માં શ્રી ગિરિરાજજી ના મધ્ય શીખર દેવ શિખર ની કંદરા માંથી સ્વતઃ પકટ થશે. અને આ સ્વરૂપ ને સજ્જન લોકો દેવ દમન કહીને બોલાવશે.
ગર્ગાચાર્યજી ની વાણી અક્ષરક્ષ સત્ય સિદ્ધ થઈ. વી.સં. 1466 ગુર્જર અષાઢ વદ ત્રીજ ના સૂર્યોદય થતાં શ્રી ગિરિરાજી ના મધ્ય શિખર દેવ શિખર માંથી પ્રભુ ની ઊર્ધ્વ ભુજા નું પ્રાકટ્ય થયું. પછી શ્રાવણ સુદ પાંચમ ના દિવસે એક વ્રજવાસી જે પોતાની ગાય ગોતવા આવેલ એને આપની ઊર્ધ્વ ભુજા ના દર્શન થયા.
પછી 69 વર્ષ સુધી ભુજા ના પૂજન નો ક્રમ ચાલ્યો. પછી વી.સં 1535 ના ચૈત્ર વદ અગયારસ એ પ્રભુના મુખારવિંદ નું પ્રાકટ્ય થયું. ત્યારે પ્રભુ માત્ર દહી દૂધ ની સામગ્રી આરોગતા. પછી 14 વર્ષ પછી શ્રી મહાપ્રભુજી એ વી.સં. 1549 માં પ્રભુ ને ગિરિરાજજી માંથી બહાર પધરાવ્યા.
સંપૂર્ણ વાર્તા પ્રસંગ નીચે આપેલ વિડિયો માંથી જાની શકાસે.
શ્રીનાથજી ના પ્રાકટ્ય નું ધોળ અમારા નિત્ય નિયમ શેકશન માંથી પ્રાપ્ત થય શકશે. લિન્ક નીચે આપેલ છે.