ઠકુરાની ત્રીજ
ઠકુરાની ત્રીજ પુષ્ટિમાર્ગ સેવા ક્રમ, ઠકુરાની ત્રીજ શ્રીનાથજી દર્શન , ઉત્સવ માહાત્મ્ય, વાર્તા પ્રસંગ, ઉત્સવ ના કીર્તન,
પુષ્ટિમાર્ગ માં ત્રણ અલૌકિક અને એતિહાસિક મિલન ના પ્રસંગ છે.
- શ્રી મહાપ્રભુજી અને શ્રી દમલાજી
- શ્રી મહાપ્રભુજી અને શ્રી યમુનાજી (ઠકુરાણી ત્રીજ)
- શ્રી મહાપ્રભુજી અને શ્રી ઠાકોરજી (પ્રથમ મિલન)
ઉત્સવ સાથે જોડાયેલ પ્રસંગ :
વિ.સં. ૧૫૪૯ માં શ્રી મહાપ્રભુજી માત્ર ૧૪ વર્ષ ની વયે જીવો ના ઉધ્ધાર હેતુ ભારત પરિક્રમા કરવા પધાર્યા. ત્યારે વ્રજભૂમિ માં ગોકુળ માં પધાર્યા. આપની સાથે આપના શિષ્યો શ્રી દમલાજી અને કૃષ્ણદાસ મેઘન પણ ગોકુળ આવ્યા હતા.
શ્રી મહાપ્રભુજી વિચારે છે કે પુરાણો માં જે ગોકુળ,ગોવિંદ ઘાટ, અને ઠાકુરાની ઘાટ નું વર્ણન કરવામાં આવ્યું છે એવા કોઈ પુરાવા કે અવશેષ દેખાતા નથી. ત્યારે શ્રી યમુનાજી ના જળ માંથી દૂર એક સ્વરૂપ ના દર્શન થયા.
એક અલૌકિક સ્વરૂપ ધીરે ધીરે શ્રી ચરણો ના પાયલ ની જનકાર ના મધુર ધ્વનિ સાથે નજીક પધારે છે. મુકુટ કાચની ના શૃંગાર ધારણ કર્યા છે. શ્રી મુખ પર દિવ્ય અલૌકિક તેજ છે. શ્રી મહાપ્રભુજી નજરચૂક થયા વગર દર્શન કરી રહ્યા છે.
song credits @PushtiJanKirtan youtube Channel
હાથ જોડી ને નમન કરે છે અને આપશ્રી ના મુખ માંથી “નમામિ યમુના મહમ..” સ્વર પ્રકટ થાય છે. અને સાક્ષાત શ્રી યમુનાજી શ્રીમહાપ્રભુજી ને દર્શન આપે છે. જેમ જેમ શ્રી યમુનાજી નજીક પધારે છે તેમ તેમ શ્રી વલ્લભ આપની સ્તુતિ.. આપના ગુણગાન પૃથ્વી છંદ માં ગાય છે.
અને આ રીતે શ્રી મહાપ્રભુજી દ્વારા ષોડસ ગ્રંથ ના સર્વ પ્રથમ ગ્રંથ “શ્રી યમુનાષ્ટક” ની રચના થાય છે. શ્રી મહાપ્રભુજી યમુનાજી ના સ્વરૂપ નું વર્ણન 8 શ્ર્લોક માં કરે છે. જેથી આ ગ્રંથ અષ્ટક- યમુનાષ્ટક જણાયો, અને નવમા શ્ર્લોક માં ફળ નું જ્ઞાન આપે છે.
શ્રી યમુનાજી મહાપ્રભુજી ને ઠકુરાણી ઘાટ અને ગોવિંદ ઘાટ ની માહિતી આપે છે. આ અલૌકિક પ્રસંગ ઠકુરાણી ઘાટ પર થાય છે. જયા આજે પણ શ્રી મહાપ્રભુજી ના બેઠકજી બિરાજમાન છે. આમ “ઠકરાંની ત્રીજ” ના દિવસે શ્રી યમુનાષ્ટક ની રચના થઈ.
ઠકુરાની ઘાટ દર્શન
શ્રી યમુનાષ્ટક ગ્રંથ અન્ય ગ્રંથો અને નિત્ય નિયમ ના પાઠ સાથે અમારી વેબસાઇટ માં અવેલેબલ છે. જે આપ અમારા અધ્યયન સેકશન ના નિત્ય નિયમ સેકશન માં જઇ નિહાળી શકશો. જેની લિન્ક આ મુજબ છે :