શિક્ષા શ્ર્લોકી
મહાપ્રભુજી રચિત શિક્ષા શ્ર્લોકી ગ્રંથ અને આસુર વ્યામોહ લીલા પ્રસંગ.
શ્રી વલ્લભાચાર્યજી મહાપ્રભુજી આસુરવ્યામોહ લીલા
વિક્રમ સંવંત 1587 માં શ્રી ઠાકોરજી એ શ્રી મહાપ્રભુજી ને અડેલ માં ત્રીજી વખત ભૂતલ ત્યાગ ની આજ્ઞા કરી. શ્રી મહાપ્રભુજી એ ઠાકોરજી ની આજ્ઞા ને શીરોધાન કરીને ગૃહસ્થાશ્રમ નો ત્યાગ કરી, ત્રિદંડ સન્યાસ ધારણ કર્યો. મૌન ધારણ કર્યું.
39 દિવસ સન્યાસ પછી 40 માં દિવસે ગંગાજી ના હનુમાન ઘાટ પર શ્રી ગૂસાઈજી અને શ્રી ગોપીનાથજી બાલકો મહાપ્રભુજી પાસે આવ્યા. મહાપ્રભુજી ને મૌન હતું. મહાપ્રભુજી એ એમને અંતિમ ઉપદેશ તરીકે ‘સાર્ધયત્ર’ અર્થાત સાડા ત્રણ શ્લોક રેતી પર લખ્યા. જે ‘શિક્ષા શ્ર્લોકી’ તરીકે ઓળખાયું.
શિક્ષા શ્ર્લોકી :
यदा बहिर्मुखा यूयं भविष्यथ कथंचन।
तदा कालप्रवाहस्था देहचित्तादयोऽप्युत।।1।।सर्वथा भक्षयिष्यन्ति युष्मानिति मतिर्मम।
न लौकिकः प्रभुः कृष्णो मनुते नैव लौकिकम् ।।2।।
એ સમયે સાક્ષાત શ્રીજી સ્વયં મહાપ્રભુજી પાસે પ્રકટ થયા. મહાપ્રભુજીએ શ્રીનાથજી ની સન્મુખ જોઈ ને ત્રીજા શ્લોક ની રચના કરી.
भावस्तत्राप्य स्मदीयः सर्वस्वश्चैहिकश्च सः।
परलोकश्च तेनायं सर्वभावेन सर्वथा ।।3।।
सेव्यः स एव गोपीशो विधास्यत्यखिलं हि नः।।31/2।।
જે સમયે મહાપ્રભુજી એ સાડા ત્રણ શ્ર્લોક લખ્યા, ત્યારે સ્વયં પ્રભુ એ ડોઢ શ્ર્લોક ની રચના કરી ને મહાપ્રભુજી ની આજ્ઞા પર જાણે સિક્કો માર્યો હોય એમ મહાપ્રભુજી દ્વારા રચિત શિક્ષા શ્ર્લોકો ને પૂર્ણ કર્યા. જે નીચે મુજબ છે.
मयि चेदस्ति विश्वासः श्रीगोपीजनवल्लभे ।।4।।
तदा कृतार्था यूयं हि शोचनीयं न कर्हिचित् ।
मुक्तिर्हित्वाऽन्यथा रूपं स्वरूपेण व्यवस्थिति।। 5।।
ભાવાર્થ :
જો તમે કોઈપણ રીતે ભગવાનથી વિમુખ થઈ જશો, તો સમયની ધારામાં સ્થિત તમારું દેહ અને ચિત્ત તમને સંપૂર્ણપણે ગ્રસી જશે. આ મારું દૃઢ મત છે. ભગવાન શ્રીકૃષ્ણને લૌકિક માનવું નહીં. ભગવાનને કોઈ લૌકિક વસ્તુની જરૂર નથી.
બધું જ ભગવાન જ છે. આપણું લોક અને પરલોક પણ તેમનાથી જ છે. મનમાં આ ભાવ સ્થાપિત રાખવો જોઈએ. આ ભાવને મનમાં સ્થિર કરીને સર્વભાવે ગોપીશ્વર પ્રભુ શ્રીકૃષ્ણચંદ્રની સેવા કરવી જોઈએ. તે જ તમારા માટે બધું કરશે.
શ્રીનાથજી ને દંડવત કરી મહાપ્રભુજી ઠાડા થયા. ધીરે ધીરે એક એક ચરણ ગંગા જી માં પધરાવવા લાગ્યા. ગંગાજી માં તરંગો ઉછળવા લાગી. આપશ્રી નાભી સુધી – કટી સુધી ગંગાજીની મધ્ય ધાર માં પધાર્યા. ત્યારે એક દિવ્ય પૂંજ પ્રકટ થયું.
અને સુર્ય મંડળ સુધી જઈ ને સ્થિર થયું. હજારો સેવકો, અને અન્ય વ્યક્તિઓ એ આ લીલા ના દર્શન કર્યા. એ સમયે વિદેશથી આવેલ અંગેજ લેખક ભારત ના વિશ્વ વિધાલય માં આવેલ હતો. ભાગ્યવશ એ પણ ત્યાં હાજર હતો.
એને આ દિવ્ય લીલા ના દર્શન કર્યા. એને એની લખેલી પુષ્તક માં એની નજરે નિહારેલા દ્રશ્ય ના વર્ણન કરતાં કહ્યું “આ સંસાર ની મહાન આશ્ચર્ય કારક ઘટના હતી, આવી ઘટના મે ક્યારેય નિહાળી ન હતી”.
આ અલૌકિક લીલા લગભગ 3 કલાક સુધી નિરંતર ચાલતી રહી. મહાપ્રભુજી સ્વધામ પધાર્યા. શ્રી વલ્લભે આસુર વ્યામુર લીલા કરી છે. મહાપ્રભુજી એ આપના એ દિવ્ય પૂંજ ને દંડવતી શીલા પાસે શ્રી ગિરિરાજજી ની કંદરા માં પધાર્યું.